21 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાાદ: ન્યુ રાણીપમાં આવેલ નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઈયળ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 12:00 AM

આજ 21 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાાદ: ન્યુ રાણીપમાં આવેલ નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઈયળ
આજ 22 નવેમ્બર 2023ના મોટા અને મહત્વના સમાચાર

આજે 21 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 22 Nov 2023 12:00 AM (IST)

  જુનાગઢ: 23 નવેમ્બરથી લીલી પરિક્રમાનો થશે વિધિવત પ્રારંભ, ગરવા ગઢ ગિરનારને સ્વચ્છ રાખવા ભાવિકોને અપીલ

  આ 23મી નવેમ્બરથી જૂનાગઢની પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થવા જઇ રહી છે. દેવ દિવાળીથી એટલે કે 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ગરવા ગિરનારના ગાઢ જંગલમાં આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે. જેના આયોજનમાં વન વિભાગ, વહિવટી તંત્ર અને સાધુ-સંતો અને મહંતો જોડાય છે. આ વખતની લીલી પરિક્રમા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

 • 21 Nov 2023 11:38 PM (IST)

  મધ્યપ્રદેશની અટેર વિધાનસભા બેઠકના બૂથ પર પુનઃ મતદાન થયું

  મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અટેર વિધાનસભા મતવિસ્તારમાં એક બૂથ પર પુનઃ મતદાનમાં 47.1 ટકા મતદાન નોંધાયું હતું. કિશુપુરામાં મતદાન મથક નંબર 71 હેઠળના બૂથ નંબર 3 પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

 • 21 Nov 2023 10:45 PM (IST)

  ભાવનગર: તળાજામાં થયેલી 7.5 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ

  ભાવનગરના તળાજામાં ભરબજારે થયેલી 7.5 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે લૂંટ ચલાવનાર ગેંગના 4 સભ્યોને પોલીસે ભાવનગરથી ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટના જોઇએ તો તળાજામાં પહલ ફાયનાન્સ બ્રાન્ચમાં નોકરી કરતા હેતલબેન ભાલીયા બેંકમાં કલેક્શન જમા કરાવવા જઈ રહ્યા હતા, આ દરમિયાન લૂંટારૂઓએ તેમનું રૂપિયા ભરેલું પર્સ ઝૂંટવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ચલાવેલી લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

 • 21 Nov 2023 10:00 PM (IST)

  ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ અંગે એડવાઈઝરી જાહે કરી

  ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં રોડ માર્ગે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીયોને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 • 21 Nov 2023 09:46 PM (IST)

  અમદાવાાદ: નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઇયળ, ન્યુ રાણીપમાં આવેલ રિયલ પેપરીકાનો બનાવ

  1. અમદાવાાદ: નામાંકિત રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળી ઇયળ
  2. ન્યુ રાણીપમાં આવેલ રિયલ પેપરીકાનો બનાવ
  3. ગ્રાહકે કિચનની સાફ સફાઈ અને વપરાતી વસ્તુઓ સામે ઉઠાવ્યા સવાલ
  4. બર્ગર ખાતી વખતે ઈયળ દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો
  5. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવા મન બનાવ્યું
  6. આ પ્રકારની ફરિયાદ માટે કોર્પોરેશનના 155303 નંબર પર ફરિયાદ કરી શકાય છે
 • 21 Nov 2023 09:38 PM (IST)

  લોકસભાની એથિક્સ કમિટીએ દાનિશ અલી અને રમેશ બિધુરીને 7 ડિસેમ્બરે બોલાવ્યા

  લોકસભાની એથિક્સ કમિટીએ દાનિશ અલી અને રમેશ બિધુરીને 7 ડિસેમ્બરે કમિટી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અસંસદીય શબ્દોના ઉપયોગના કિસ્સામાં સમિતિ બંનેના મૌખિક નિવેદનો લેશે.

 • 21 Nov 2023 09:31 PM (IST)

  ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિ અંગે એડવાઈઝરી જારી કરી છે

  ભારતે મ્યાનમારમાં બગડતી પરિસ્થિતિને લઈને એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ લોકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં રોડ માર્ગે ન જવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીયોને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 • 21 Nov 2023 09:14 PM (IST)

  વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર: કતાર સામે ભારતની 0-3 થી હાર

  ભારતને કતારથી આસાનીથી હરાવ્યું છે, જેના કારણે ટેબલમાં ટોચ પર તેની લીડ વધી છે. કતારે ટીમ ઈન્ડિયાને 0-3ના સ્કોરથી હરાવ્યું છે.

 • 21 Nov 2023 08:49 PM (IST)

  પંકજ અડવાણીએ રચ્યો ઈતિહાસ, 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

  પંકજ અડવાણીની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પંકજે ઈંગ્લેન્ડમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેણે 2005માં IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તે ગ્રાન્ડ ડબલ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

 • 21 Nov 2023 08:09 PM (IST)

  ગુજરાત વિદ્યાપીઠનો મુખ્ય પ્રવેશ દ્વાર ટ્રાફિકનું કારણ ધરી બંધ કરી દેવાયો, 103 વર્ષ જૂની વ્યવસ્થા બદલાઈ

  ગુજરાત વિદ્યાપીઠમાં સત્તામંડળ બદલાયા બાદ લેવાયેલા નિર્ણયો હંમેશાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે વધુ એક વાર ગુજરાત વિદ્યાપીઠના આશ્રમ રોડ સ્થિત કેમ્પસના પ્રવેશ દ્વારને લઈને લેવાયેલ નિર્ણય ચર્ચાનું વિષય બન્યો છે. અચાનક જ વિદ્યાપીઠનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉપયોગમાં લેવાનું બંધ કર્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

  વર્ષ 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુલાકાતઓની અવરજવર માટે આશ્રમ રોડની પાસે અડીને આવેલ મુખ્ય પ્રવેશવાનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા ટ્રાફિક અને સલામતીનું કારણ હાથ ધરીને આ ગેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ હવે વિદ્યાર્થીઓ 103 વર્ષથી ખુલ્લા રહેલા મુખ્ય પ્રવેશ દ્વારને બદલે અન્ય દરવાજેથી વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવશે.

 • 21 Nov 2023 08:09 PM (IST)

  વર્લ્ડ કપ પછી ટી20માં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ટેલિકાસ્ટ

  આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના સામે હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ટી20 સિરીઝમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ભારતને છ વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હવે 23 નવેમ્બરથી પાંચ મેચની ટી20 સિરીઝ રમશે.

  ભારત vs ઓસ્ટ્રેલિયા ટી20 સિરીઝ શેડ્યૂલ

  1. પહેલી ટી20: 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ
  2. બીજી T20: 26 નવેમ્બર, તિરુવનંતપુરમ
  3. ત્રીજી T20: 28 નવેમ્બર, ગુવાહાટી
  4. ચોથી T20: 1 ડિસેમ્બર, રાયપુર
  5. પાંચમી T20: 03 ડિસેમ્બર, બેંગલુરુ
 • 21 Nov 2023 07:47 PM (IST)

  મુન્દ્રા જુના બંદર પર લાગી આગ

  • ઓલ્ડ પોર્ટ પર જહાજમા લાગી આગ
  • જામનગરના માલીકાના જહાજ પર ચોખાનુ લોડીંગ ચાલુ હતુ ત્યારે આગ લાગી
  • 3 ફાયર ફાઇટર ધટના સ્થળ પર જહાજમા મોટુ નુકશાન
  • ચોખા ભર ગલ્ફ તરફ જવાનુ હતુ જહાજ
 • 21 Nov 2023 07:46 PM (IST)

  બનાસકાંઠામાં નર્મદા કેનાલના પાણી નહીં મળતા MLAની આગેવાનીમાં ખેડૂતોનો હલ્લાબોલ, કચેરીને તાળાબંધી

  રવી સિઝનની શરુઆત સાથે જ ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીને લઈ અનેક વિસ્તારોમાં કેનાલ પર આશા રાખી રહ્યા છે. થરાદ વિસ્તારમાં ખેડૂતોએ રજૂઆત છતાં પણ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી નહિં છોડાતા ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં નર્મદા વિભાગની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.

 • 21 Nov 2023 07:10 PM (IST)

  બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી

  સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી.

 • 21 Nov 2023 07:03 PM (IST)

  પ્રયાગરાજ-ચિત્રકૂટ હાઈવે પર બોલેરો સાથે રોડ અથડાયા, 6 લોકોના મોત

  ચિત્રકૂટ જિલ્લામાં પ્રયાગરાજ-ચિત્રકૂટ હાઈવે પર રોડવેઝ બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. 6 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે પ્રયાગરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ આપી છે.

 • 21 Nov 2023 06:28 PM (IST)

  ખેડા પીજ પાસે અકસ્માતની ઘટનામાં ત્રણના મોત

  • બાઇક પર સવાર કાકા - ભત્રીજો અને અન્ય યુવકનું મોત
  • બાઈક રોડની બાજુમાં આવેલ ગટરમાં ઘુસી જતાં બની ઘટના
  • રોડ પર વળાંકમાં બાઈક પુર ઝડપે હોવાથી સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
  • પોલીસ અને FSLની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
  • મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
  • બાઈક સવાર વડતાલથી બામરોલી જઈ રહ્યાં હતા
  • ભોગ બનનાર ત્રણેય વ્યક્તિ મૂળ વડતાલના રહેવાસી
 • 21 Nov 2023 06:28 PM (IST)

  માંગરોળના નવાપુરા નજીક સ્ટેટ હાઇવે પર અકસ્માત

  • બેફામ કાર ચાલકે બે બાઈક અને પેસેન્જર ભરેલ રીક્ષાને ઉડાવી
  • એક બાઈક અને રીક્ષા પેસેન્જર સાથે ગટરમાં ખાબકી
  • અન્ય એક બાઈક રોડ પર પટકાઈ
  • અકસ્માતમાં 4 જેટલા લોકોને ઇજાઓ પહોંચી
  • સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા
  • અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો
  • ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
  • અકસ્માતમાં હાલ કોઈ જાનહાની નહી
 • 21 Nov 2023 06:25 PM (IST)

  પંજાબના મંત્રી મીત હેયર પાસેથી ખાણકામ વિભાગ પાછું ખેંચી લેવામાં આવ્યું છે

  પંજાબના મંત્રી મીત હૈરનું કદ ઘટી ગયું છે. તેમની પાસેથી ખાણ ખનીજ વિભાગ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ વિભાગ મીટ હરે પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો હતો અને ચેતન સિંહ જોરામાજરાને આપવામાં આવ્યો હતો.

 • 21 Nov 2023 05:26 PM (IST)

  અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા

  બનાસકાંઠા જિલ્લામાં એક અકસ્માતમાં બે કારમાં સવારમાં લોકોને જાણે કે સહેજ માટે જીવ બચી ગયો હતો. બંને કારમાં સવાર લોકોને નવી જિંદગી મળ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજી નજીક એક હાઈડ્રોલીક ટ્રક પથ્થર ભરેલી હતી અને જે પલટી ગઈ હતી. બાજુમાંથી જ પસાર થતી બે કાર પર પથ્થર પડવાને લઈ બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારને જોતા જ દેખાઈ આવે છે  કે કારમાં સવાર લોકો નસીબદાર રહ્યા છે. મોંઘીદાટ કારનો પળવારમાં જ કચ્ચરઘાણ વળી ગયો હતો.

 • 21 Nov 2023 05:23 PM (IST)

  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળનાર યુવાનને કોર્ટે આપ્યા શરતી જામીન

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીને મળનાર યુવાનને કોર્ટે આપ્યા શરતી જામીન
  • 10000 બોન્ડ સાથે જમીન મંજુર
  • ગઈ કાલે કોર્ટે 1 દિવસ માં રિમાન્ડ કર્યા હતા મંજુર
  • આજે કોર્ટ માં યુવક ને રજૂ કરાયો
 • 21 Nov 2023 05:16 PM (IST)

  PM મોદી 23 નવેમ્બરે માત્ર બ્રજ રાજ ઉત્સવમાં હાજરી આપશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 23 નવેમ્બરના રોજ માત્ર બ્રજ રાજ ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં હેમા માલિની મીરાબાઈના જીવન પર આધારિત નૃત્ય નાટક રજૂ કરશે. આ પહેલા પીએમ મોદી મથુરામાં બાંકે બિહારી મંદિર અને કૃષ્ણ જન્મભૂમિની મુલાકાતે પણ જવાના હતા, પરંતુ તે દિવસે દેવોત્થાન એકાદશી પર ભારે ભીડને કારણે પીએમના પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 • 21 Nov 2023 04:48 PM (IST)

  કોંગ્રેસે રાજસ્થાનને તોફાનીઓ માટે ખુલ્લું મેદાન બનાવી દીધું છેઃ પીએમ મોદી

  પીએમ નરેન્દ્ર મોદીએ કોટામાં કહ્યું કે ચંબલ રિવર ફ્રન્ટ કૌભાંડ કોંગ્રેસના શાસન દરમિયાન થયું હતું. બળજબરીથી બેલ ખોલીને બે લોકોના જીવ છીનવી લેવાયા હતા. ભાજપ આ કૌભાંડની તપાસ કરાવશે. કોંગ્રેસે રાજસ્થાનને તોફાનીઓ માટે ખુલ્લું મેદાન બનાવ્યું. પ્રતિબંધ હોવા છતાં, કોટામાં PFI રેલી કાઢવામાં આવી છે. રાજસ્થાનમાં રામ નવમી હનુમાન જયંતિની શોભાયાત્રાઓ રોકી દેવામાં આવી છે, પરંતુ PFI રેલી સંપૂર્ણ વ્યવસ્થા સાથે કાઢવામાં આવી છે.

 • 21 Nov 2023 03:38 PM (IST)

  ગેહલોત સરકારે રાજસ્થાનના 40 લાખ યુવાનોને આપ્યો દગો - અમિત શાહ

  રાજસ્થાનના કિશનગઢ બાસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગેહલોત સરકારે રાજસ્થાનના 40 લાખ યુવાનો સાથે દગો કર્યો છે. જો રાજસ્થાનમાં અમારી ડબલ એન્જિનની સરકાર આવશે તો અમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને જેલના સળિયા પાછળ ધકેલીશું. આટલા પેપર લીક થયા પછી પણ ગેહલોતજી કહી રહ્યા છે કે મને એક વધુ તક આપો.

 • 21 Nov 2023 02:30 PM (IST)

  રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનશે તો સ્વામીનાથનના રિપોર્ટના આધારે MSPની ગેરંટીનો કાયદો લાવવામાં આવશે

  રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે. આજે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં એક મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસની સરકાર બનશે તો સ્વામીનાથનના રિપોર્ટના આધારે MSPની ગેરંટી આપતો કાયદો લાવવામાં આવશે.

 • 21 Nov 2023 02:07 PM (IST)

  ગુજરાતમાં પલટાશે હવામાન, 24થી 28 નવેમ્બર સુધીમાં વરસશે કમોસમી વરસાદ

  હવામાન વિભાગે ગુજરાતમાં હવામાન પલટાવાની આગાહી કરતા જણાવ્યું છે કે,  આગામી 24થી 28 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે.

  • રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
  • 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી
  • 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના
  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
  • સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી
  • અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં આગાહી
  • રાજકોટ,સુરેન્દ્રનગર,બોટાદ માં પણ વરસાદની આગાહી
  • ભાવનગર, જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથમાં પણ આગાહી
  • પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી
  • સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી
  • 25 નવેમ્બર બાદ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો
 • 21 Nov 2023 12:37 PM (IST)

  ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવી ચલાવાઈ લૂંટ

  ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ઘરના માળિયામાં રહેલા વેન્ટિલેશનમાં બાકોરું પાડીને લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જે ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પટેલને બાનમાં લઈ દાગીના અને રોકડ મળી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 • 21 Nov 2023 09:26 AM (IST)

  ગોધરા દાહોદ હાઇવે ઉપર બે ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, ચારના મોત

  ગોધરા દાહોદ હાઇવે ઉપર બે ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિના મોત થયા છે. અકસ્માતમાં લકઝરીમાં બેઠેલા ચાર મુસાફરોના મોત નિપજ્યા છે. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી સમારકામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન આ જ માર્ગ ઉપરથી પસાર થતી અન્ય ખાનગી લકઝરી બસના ચાલકે માર્ગ ઉપર ઉભેલી લકઝરી બસને ટક્કર મારી હતી. મૃતકોમાં 2 બાળકો અને એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

 • 21 Nov 2023 08:33 AM (IST)

  નિર્માણાધીન ટનલમાં ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર આવી સામે, તમામ સુરક્ષિત

  ઉત્તરાખંડના ઉતરકાશીની નિર્માણાધીન ટનલમાં થયેલા ભૂસ્ખલનને કારણે છેલ્લા આઠ દિવસથી 41 શ્રમિકો ટનલની અંદર ફસાઈ ગયા છે. આઠ દિવસ બાદ, ટનલમાં મોકલવામાં આવેલા કેમેરાથી શ્રમિકોની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં સૌ કામદારો સ્વસ્થ અને હેમખેમ હોવાનું જણાયું છે. આ અંગે ઉત્તરાખંડના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી છે.

 • 21 Nov 2023 06:32 AM (IST)

  અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર 4.1ની નોંધાઈ તીવ્રતા

  અફઘાનિસ્તાનમાં આજે મધ્યરાત્રિના સમયે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 મેગ્નીટ્યુડ નોંધાઈ છે. ભૂકંપના આંચકાને કારણે જાનમાલને નુકસાન થયા અંગેની કોઈ વિગત હજુ સુધી સામે આવી નથી.

Published On - Nov 21,2023 6:32 AM

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">