Gujarat News Update : સચિનના દીકરાએ લીધી પ્રથમ વિકેટ, મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી જીત
Gujarat Live Updates : આજ 18 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 18 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
EDએ મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની રૂ. 11.04 કરોડની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમની 11.04 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDની આ કાર્યવાહી INX મીડિયા કેસમાં થઈ છે.
-
મુંબઈને અડીને આવેલા થાણેના ઘોડબંદર રોડ પર એક મોલમાં આગ લાગી
સૌથી પહેલા મુંબઈને અડીને આવેલા થાણેના ઘોડબંદર રોડ પર એક ઈમારતમાં આગ લાગી. જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે તેણે નજીકના મોલના મોટા ભાગને લપેટમાં લીધો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
-
-
પટનામાં જમીનના વેપારીની ગોળી મારીને હત્યા
પટનામાં ફરી એકવાર બદમાશોએ નિર્ભય ઘટનાને અંજામ આપ્યો છે. આ મામલો પટના શહેરના આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્કોમન ગોલામ્બર સ્થિત પ્યારે લાલ કે બાગ વિસ્તારનો છે. અહીં નિર્ભય બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરીને જમીનના વેપારીની હત્યા કરી નાખી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો સંભાળી લીધો હતો. મૃતકની ઓળખ જમીન વેપારી અર્જુન સિંહ તરીકે થઈ છે.
-
કોંગ્રેસે ધનવડથી ભાજપમાંથી આવેલા પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરને ટિકિટ આપી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. આ એપિસોડમાં પાર્ટીએ હુબલી ધારવાડ સેન્ટ્રલ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા પૂર્વ સીએમ જગદીશ શેટ્ટરને ટિકિટ આપી છે. અહીંથી તેઓ બીજેપીના પ્રદેશ મહાસચિવ મહેશ ટેંગિનકાઈની સામે હશે.
-
સુરતમાં વધ્યો તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએ કર્યો હાથફેરો
સુરત શહેરમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. શહેરમાં ગત રાત્રે એક જ રાતમાં અલગ અલગ બે જગ્યાએ તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યુ છે. શહેરના પુણા અને લીંબાયત વિસ્તારમાં ચોરી થઈ હતી. જેમા કારમાં આવેલા તસ્કરોએ લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને જગ્યાના સીસીટીવી જોતૈ એક જ ગેંગ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે આ ઘટનામાં હજુ સુધી પોલીસે ચોરીની કોઈ ફરિયાદ લીધી નથી.
-
-
બીજાપુરમાં ધારાસભ્ય વિક્રમ માંડવીના કાફલા પર નક્સલી હુમલો
ધારાસભ્ય વિક્રમ માંડવીના કાફલામાં નક્સલી હુમલાની માહિતી સામે આવી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, નક્સલવાદીઓએ કાફલામાં સામેલ જિલ્લા પંચાયત સભ્ય પાર્વતી કશ્યપના વાહન પર ગોળીબાર કર્યો હતો. ધારાસભ્ય વિક્રમ માંડવી ગંગાલુર હાટ માર્કેટમાંથી શેરી કોર્નર મીટિંગ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. કાફલામાં સામેલ તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
-
મહારાષ્ટ્રમાં કોરોનાની ચિંતા વધી, એક દિવસમાં 949 કેસ આવ્યા, 6 દર્દીઓના મોત
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના આંકડા 1 હજારની આસપાસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના 949 કેસ નોંધાયા છે જ્યારે 6 દર્દીઓના મોત થયા છે. નવા કેસ સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 6118 થઈ ગઈ છે.
-
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ: બ્રિજ બનાવનાર કંપનીએ હાઈકોર્ટમાં વચગાળાના વળતરના 14.62 કરોડ જમા કર્યા
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ મુદ્દે હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે જણાવ્યુ હતુ કે આ કેસને હાલ પુરતુ પૂર્ણ વિરામ આપવુ જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. મોરબી કેબલ બ્રિજની નિર્માતા કંપનીએ અગાઉ વળતરની રકમ જમા કરાવી હતી અને બાકીની બેલેન્સ અમાઉન્ટ 14.62 કરોડ રૂપિયા આજે જમા કરાવી છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે વચગાળાના વળતર માટે 14.62 કરોડ રૂપિયા જમા કર્યા છે.
ઓરેવા ગૃપે આજે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યુ હતુ કે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટે કરેલા આદેશ મુજબ બ્રિજ દુર્ઘટનાના પીડિતોને વચગાળાના વળતર તરીકે 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. બ્રિજ બનાવનાર કંપની ઓરેવા ગૃપે આ રકમ બેલેન્સ એમાઉન્ટ, વચગાળાના વળતર પેટે જમા કર્યા છે. ગત વર્ષે 30 ઓક્ટોબર મોરબીમાાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. કંપનીએ કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચને જાણ કરી હતી કે તેમણે પીડિતોને વચગાળાની રાહત તરીકે ચુકવવા માટે 14.62 કરોડની સમગ્ર રકમ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તામંડળમાં જમા કરી છે. જેમાં વળતરની સમાન રકમ બે હપ્તામાં જમા કરવામાં આવી હતી.
-
યુવરાજ સિંહને ભાવનગર પોલીસ નું તેડુ, ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવુ પડશે
યુવરાજ સિંહને ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવું પડશે. આવતીકાલે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે. જણાવવું રહ્યું કે ડમી કાંડ મુદ્દે હવે તપાસના ઘેરામાં યુવરાજસિંહ આવ્યા છે. વધુ વાંચો
-
ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ વધારો, આજે નવા 304 કોરોના કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ધરખમ વધારો. આજે 18 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરી 304 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. વધુ વાંચો
-
Rajkot: હિરાસર ઍરપોર્ટની કામગીરી પૂર્ણતાને આરે, રનવે, એપ્રોન, ટેક્સી વે, બોક્સ ક્લવર્ટ, ફાયર સ્ટેશન સહિતની 100 ટકા કામગીરી થઈ પૂર્ણ
રાજકોટના હિરાસરમાં નિર્માણાધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ ઍરપોર્ટની કામગીરી પૂર્ણતાને આરે છે. કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ પાસે હીરાસર ખાતે નિર્માણાધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ ઍરપોર્ટની કામગીરીની સમીક્ષાર્થે સ્થળ વિઝીટ કરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઍરપોર્ટ ડાયરેક્ટર લોકનાથ પાધેએ પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, ઍરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે.
ઍરપોર્ટની મોટાભાગની કામગીરી પૂર્ણતાને આરે
મોટાભાગની કન્સ્ટ્રક્શન કામગીરી પૂર્ણતાના આરે છે. 3040 x 45 મી. રનવે, એપ્રોન, ટેક્સી વે, બોક્સ કલવર્ટ, આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે એ.જી.એલ સબ સ્ટેશન 100 ટકા, ગ્રેડિંગ 100 ટકા, ઈન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયો છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ 95 ટકા પૂર્ણ થયો છે. પવનચક્કીઓ સાત પૈકી 6 શિફ્ટ થઈ ગઈ છે. મેઇન એપ્રોચ રોડ પૂર્ણતાના આરે છે. એપ્રોચ રોડ પર પ્લાન્ટેશન કરવામા આવ્યું છે.
-
Bilkis Bano Case: સરકાર ગુનેગારોને મુક્ત કરવા સંબંધિત દસ્તાવેજો SCને આપવા માંગતી નથી: સુપ્રીમ કોર્ટે
આજે એટલે કે 18 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનોના દોષિતોની મુક્તિના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને 11 દોષિતોની મુક્તિ અંગેના દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે બંને સરકારોએ તેનો ઈનકાર કર્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટના આ આદેશને પણ પડકારવામાં આવી શકે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- દોષિતોને આપવામાં આવેલી મુક્તિ અંગે જે પણ ફાઈલો છે, તે સરકારો તેમને વિશેષાધિકારનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા માંગતી નથી.
-
ફેસબુક પર CM યોગીને મળી ધમકી, યુવકે લખ્યું હું ગોળી મારી દઈશ, પોલીસે શરૂ કરી તપાસ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે. બાગપત જિલ્લાના એક યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સીએમ યોગીને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. કેટલાક લોકોએ આ પોસ્ટને સીએમ, ડીજીપી અને યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પર ટેગ કરીને યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. પોસ્ટની નોંધ લેતા પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
જણાવી દઈએ કે પ્રયાગરાજ જિલ્લામાં અતીક-અશરફ હત્યા કેસ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. રાજધાની લખનૌમાં પણ મુખ્યમંત્રી આવાસની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. સીએમ યોગીની સુરક્ષાને લઈને યુપી પોલીસ ઘણી ગંભીર છે. આ દરમિયાન બાગપતના એક યુવકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારી દેવાની ધમકી આપી છે. યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ધમકી આપી હતી.
-
Vadodara: ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અજીબોગરીબ ફરિયાદ, મહિલાએ પોતાના જ પતિને તાંત્રિક બતાવી નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવતા તે ખુદ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. 45 વર્ષિય મહિલાએ કથિત તાંત્રિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જે કેફિયત દર્શાવી છે તેના કારણે તેની સામે પણ સવાલ ઉઠ્યા છે. જો કે મહિલાની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે લાંબી મથામણ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ બાદ IPC 376-2-N મુજબ FIR તો નોંધી લીધી છે, પરંતુ ફરિયાદી મહિલાએ આરોપી તાંત્રિકને પોતાના પતિ તરીકે બતાવ્યો છે.
-
છોટાઉદેપુરમાં વીજળી પડતા 21 વર્ષિય યુવતીનું કરૂણ મોત
છોટાઉદેપુરના જનીયારા ગામમાં વીજળી પડતા 21 વર્ષિય યુવતીનું કરૂણ મોત થયુ છે. યુવતી ઝાડ નીચે કામ કરતી હતી તે દરમિયાન યુવતી પર વીજળી પડી હતી. જેમાં યુવતીનું મોત થયુ છે. રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમા છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ અને પવન ફુંકાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ વીજળી પડતા યુવતીનું મોત થયુ છે. રાજ્યમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
-
ડમીકાંડમાં યુવરાજના દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે 70 થી 80 નામો નથી આપ્યા
ભાવનગર ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવાને GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ફગાવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે યુવરાજના દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 70થી 80 નહીં પરંતુ 8 થી 10 જ નામ આપ્યા હતા.
આપને જણાવી દઇએ કે અગાઉ યુવરાજસિંહે ડમીકાંડના ખુલાસા વખતે હસમુખ પટેલને 70થી 80 લોકોના નામો આપ્યાનો દાવો કર્યો હતો. જોકે આ દાવા પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, યુવરાજે માત્ર 7થી 10 જ નામો જ આપ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું કે યુવરાજ મારી પાસે આવ્યો હતો અને ચારથી પાંચ લોકોના નામ આપ્યા હતા. જ્યારે મેસેજ દ્વારા અન્ય નામો આપ્યા હતા. આ તમામ નામો ગુજરાત ATSને આપ્યાની પણ તેઓએ માહિતી આપી.
-
BJP સાથે જવાના સમાચાર પાયાવિહોણા છે, ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ, NCP નેતા અજિત પવારની સ્પષ્ટતા
આજે (મંગળવાર, 18 એપ્રિલ) એનસીપીના નેતા અને વિપક્ષના નેતા અજિત પવારે બપોરે 2 વાગ્યે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સાથે જવાના સમાચારને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે તેમના કે તેમના સમર્થકો ભાજપ સાથે જવાના સમાચારો પાયાવિહોણા છે એટલું જ નહીં પરંતુ કોઈપણ કારણ વગર આવી ગેરસમજ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જે સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે તેમાં એક ઇંચ પણ સત્ય નથી.
અજિત પવારે કહ્યું કે સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં NCPના 40 ધારાસભ્યોની સહમતી પણ મેળવી લીધી છે. સહીઓ પણ કરાવી લીધી છે. હું મારા સમર્થકોની યાદી રાજ્યપાલને આપવાનો છું. આ તમામ સમાચાર પાયાવિહોણા છે. આજે મને મળવા આવનાર ધારાસભ્યો વિશે પણ આવી જ અટકળો લગાવવામાં આવી રહી છે. આ વાતો પાયાવિહોણી છે.
-
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ, IMDએ જાહેર કર્યુ યલો એલર્ટ
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) આગામી કેટલાક દિવસો માટે હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. પૂણેના હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા દિવસોમાં તાપમાનમાં મોટો વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. કમોસમી વરસાદ બાદ હવે કાળઝાળ ગરમીએ લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું છે.
-
પ્રયાગરાજમાં ફરી બોમ્બ ધડાકો, અતીક અહેમદના વકીલના ઘરની પાસે ફેંકાયો બોમ્બ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ફરી એકવાર બોમ્બ ધડાકાના સમાચાર સામે આવ્યા છે. આ બોમ્બ અતિક અહેમદના વકીલ વિજય મિશ્રાના ઘર પાસે ફેંકવામાં આવ્યો હતો. કેટલાક યુવકોએ એડવોકેટ વિજય મિશ્રાના કર્નલગંજ વિસ્તારના જૂના કટરા ઘર પાસે બોમ્બ ફેંક્યા અને ત્યાંથી ફરાર થઈ ગયા. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
-
IPLની ત્રણ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી 50 મોબાઈલ ચોરાયા
અમદાવાદમાં 31 માર્ચથી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન IPLની મેચ શરુ થઇ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અત્યાર સુધીમાં 50 મોબાઈલની ચોરી થયાનું સામે આવ્યુ છે. IPLની ત્રણ મેચ દરમિયાન કુલ 50 મોબાઈલ ચોરાયા છે. જો કે 5 આરોપીને ઝડપી પડાયા છે.
મહત્વનું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની પહેલી મેચમાં 17, બીજી મેચમાં 16, ત્રીજી મેચમાં 17 મોબાઈલની ચોરી થઇ છે. જો કે ચાંદખેડા અને અમરાઈવાડી પોલીસની સંયુક્ત કામગીરીમાં મોટી સફળતા મળી છે. મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. મોબાઈલ ચોર ટોળકી પાસેથી 200 મોબાઈલ મળ્યા છે. 200 મોબાઈલમાં સ્ટેડિયમમાંથી ચોરી થયેલા 50 ફોનનો સમાવેશ થાય છે.
-
Ahmedabad : મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો, પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની કરાશે માગ
મહાઠગ કિરણ પટેલના કૌભાંડના ઉદ્યોગપતિથી લઇ પ્રધાનો સુધી અનેક લોકો ભોગ બન્યાં છે અને પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપી કિરણ પટેલ અનેક કૌભાંડની કબૂલાત કરી રહ્યો છે. ત્યારે હવે મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લવાયો છે.
પોલીસ 10 દિવસના રિમાન્ડની માગ કરશે
ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને અમદાવાદના મેટ્રો કોર્ટમાં હાજર કરાયો છે. જે પછી હવે કિરણ પટેલની નવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરશે. નવા કેસમાં પોલીસ કિરણ પટેલના 10 દિવસના રિમાન્ડની માગ કરશે. નારોલની જમીનના દસ્તાવેજ નહીં કરી આપવાના કેસમાં કિરણ પટેલના રિમાન્ડ માંગવામાં આવશે.
-
ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જાણો કયા વિસ્તારોમાં પડશે વરસાદ
ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.
-
કર્ણાટકમાં ‘નંદિની VS અમૂલ’ની લડાઈ પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ, અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણી પહેલા કર્ણાટકમાં નંદિની વર્સિસ અમૂલનો વિવાદ છેડાયો હતો. ત્યારે કર્ણાટકમાં ‘નંદિની વિરુદ્ધ અમૂલ’ની લડાઈ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે નિવેદન આપ્યુ હતુ કહ્યું કે કર્ણાટકમાં અમૂલનો બહિષ્કાર કરવાની કોઈ જરૂર નથી. બે ડેરી પ્રોડક્ટ કંપનીઓ નંદિની અને અમૂલ વચ્ચેનો વિવાદ તાજેતરમાં શરૂ થયો છે. જ્યારે અમૂલે જાહેરાત કરી કે તે બેંગલુરુમાં તેના દૂધના ઉત્પાદનો સપ્લાય કરશે.
-
Banaskantha: કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કર્યા સૂત્રોચ્ચાર
ઉનાળો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. હાલ જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના લાખણી અને થરાદમાં જગતનો તાત પાણી માટે વલખા મારી રહ્યો છે. આ વિસ્તારમાં સુજલામ-સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ-પ્રદર્શન કર્યું અને મામલતદાર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી.
વધુ એક મોટર ચાલુ કરવા કરી માંગ
લાખણી મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા અને કેનાલમાં વધુ પાણી છોડવાની માગ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું અને ચાંગ પમ્પિંગ સ્ટેશનમાં વધુ એક મોટર ચાલુ કરવામાં આવે તો થરાદ અને લાખણીના છેવાડાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી રજૂઆત પણ કરી હતી.
-
Gujarat News Live : Mehsana : રાધનપુર સર્કલ પર ચારે બાજુ ટ્રાફિક જામ, ખાનગી વાહનોના અડિંગાથી રાહદારીની વધી હાલાકી
મહેસાણા હાઈ-વે પર રાધનપુર સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે જટીલ બની છે. મોઢેરા ચોકડી પર 150 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવ્યો છે. આમ છતાં રાધનપુર ચોકડી પર ચારે બાજુ જામતા ટ્રાફિકનો ઉકેલ આવતો જ નથી. રાધનપુર ચોકડી આસપાસ ખાનગી વાહનો દિવસભર પેસેન્જર ભરવા અડિંગો જમાવે છે.
આ ઉપરાંત નાના-મોટા લારી-ગલ્લાના કારણે પણ ટ્રાફિકની સમસ્યાનો હલ આવતો નથી. મહેસાણાના નાગરિકો ટ્રાફિકમાં અટવાઈને પરેશાન થઈ રહ્યાં છે. ઈંધણનો મોટાપાયે વ્યય થવાની સાથે જ લોકોનો સમય બગડે છે. આ મુદ્દે ધારાસભ્યએ સંકલન સમિતિમાં પોલીસને ટ્રાફિક ઉકેલવા સૂચનો કર્યા હતા. તો આગામી સમયમાં રાધનપુર ચોકડી પર પણ ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં હલચલ તેજ થઈ છે
-
હવે એક પણ માફિયા ડરાવી શકશે નહીંઃ સીએમ યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2017 પહેલા ઉત્તર પ્રદેશ ગુનાખોરી અને રમખાણો માટે જાણીતું હતું, પરંતુ હવે ઉત્તર પ્રદેશ રાજ્ય તેના વિકાસ માટે જાણીતું છે. આજના સમયમાં એક પણ માફિયા ડરાવી શકે તેમ નથી.
-
અરવિંદ કેજરીવાલના દાવા પર EDનો વળતો પ્રહાર, કહ્યું- ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર EDએ વળતો જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું ED પૂછતાછ દરમિયાન ટોર્ચર કરે છે જેને લઈ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે, તમામ આરોપીઓની પૂછપરછ અને નિવેદનનો ઓડિયો અને વીડિયો ઉપલબ્ધ છે. ત્રાસનો દાવો પાયાવિહોણો છે.
કેજરીવાલને ED નો વળતો જવાબ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વળતો જવાબ આપ્યો છે. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, ઇડી દારૂ નીતિ કૌભાંડમાં આરોપી નેતાઓને ટોર્ચર કરી રહી છે. તેમના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
-
ભાવનગર ડમી કૌભાંડમાં બનાવાયેલી SITના અમરેલીમાં ધામા, જિલ્લામાં અનેક ઉમેદવારોની પરીક્ષા ડમી લોકોએ આપી હોવાનુ આવ્યુ સામે
ભાવનગરના ડમી કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે ડમી કૌભાંડની તપાસ માટે બનાવાયેલી SITએ અમરેલીમાં ધામા નાખ્યા છે. SITની તપાસનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં ડમીકાંડના અનેક ઉમેદવારોની પરીક્ષા જિલ્લાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં ડમી લોકોએ આપી હોવાનુ સામે આવ્યુ છે. ભાલીયા રાજ ગીગાભાઇના ડમી પરીક્ષાર્થી તરીકે વર્ષ 2022માં ધોરણ-12 સાયન્સની પરીક્ષા ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા, અમરેલીમાં આપી હતી. અમરેલીની અન્ય શાળાઓમાં પણ બોર્ડની અને સરકારી ભરતીમાં ડમી લોકોએ પરીક્ષા આપી હોવાની શક્યતા છે. SITની ટીમના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી અમરેલી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
-
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, સુરત અને વલસાડમાં વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં ખેડૂતો માથેથી આફત ઓછુ થવાનું નામ નથી લઇ રહી. આખા માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાનો માર સહન કર્યા બાદ પણ હજુ કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વરસાદમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ચિંતા છે.
-
વલસાડ: જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો
વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલોટ આવ્યો છે. વલસાડ શહેરના આજુ બાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ભર ઉનાળે વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે લોકોને અસહાય ગરમીથી થોડેક અંશે રાહત મળી છે. ત્યારે કેરીના તૈયાર પાકને નુકશાનીની ભીતિ છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વલસાડના ગુંદલાવ,ઘડોઈ, ગોરવાળા પાલણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
-
મારવાડી યુનિવર્સિટીમાં મળેલા કથિત ગાંજાના છોડનો હવે FSL રિપોર્ટ થશે
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કથિત ગાંજાના છોડ મળવા મામલે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના સત્તાધીશોને છાવરવાની પોલીસની નીતિ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. હવે મળી આવેલા કથિત ગાંજાના જથ્થાને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ બે મહિના પછી આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે 24થી 48 કલાકમાં આવતા રિપોર્ટમાં માત્ર આ કેસમાં બે મહિનાનો સમય કહેવાતા હવે સવાલો ઊભા થઇ રહ્યા છે.
-
Gujarat News Live : Rajkot : ભરવાડ સમાજનો મહત્વપૂર્ણ નિર્ણય, લગ્નમાં સામુહિક પહેરામણી, રોકડની લેતી-દેતી કરાશે બંધ
કુરિવાજો બંધ કરવા રાજકોટમાં ભરવાડ સમાજ સેવા સમિતિએ આવકારદાયક પહેલ કરી છે. ભરવાડ સમાજે સામુહિક પહેરામણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાય તેમ ન હોવાના કારણે આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે.
-
surat : પાણીબિલ વધુ આવતા વરાછાની મહિલાઓએ કર્યો વિરોધ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સ્થાનિકોએ કર્યો વિરોધ. પાણીનુ બિલ વધુ આવતા મોટા વરાછા વિસ્તારની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. કેટલાંય સ્થાનિકોને 6 હજાર થી લઈ 16 હજાર સુધી પાણી બિલ આવ્યા
-
Gujarat News Live : અતીક-અશરફ હત્યા કેસ: SITએ તપાસ તેજ કરી
અતીક અને અશરફની હત્યામાં SIT તપાસ તેજ કરી છે. હાલમાં SITની ટીમ સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે જેઓ હત્યા સમયે હોસ્પિટલ પરિસરમાં હાજર હતા. સીસીટીવી અને નિવેદનોના આધારે પોલીસ તે સાક્ષીઓ પાસેથી વિવિધ પ્રકારની માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં હોસ્પિટલ સ્ટાફ, સફાઈ કામદારો, પોલીસકર્મીઓ અને આસપાસના લોકોનો સમાવેશ થાય છે, જેઓ હત્યા સમયે હોસ્પિટલ પરિસરમાં હાજર હતા.
-
નૈની જેલમાં ટીવી અને અખબારો પર પ્રતિબંધ
અતિક અહેમદની હત્યા બાદ ઉતરપ્રદેશની નૈની જેલમાં ટીવી અને અખબારો પર પ્રતિબંધ લગાવ્યો છે. અતીક અને અશરફના મૃત્યુના સમાચાર અને સંબંધિત અપડેટ જેલમાં બંધ કેદીઓ સુધી અંદર ન જાય, તેના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શનિવારે રાત્રે થયેલી હત્યા બાદ જેલમાં લગાવવામાં આવેલ ટીવીની સ્વીચ ઓફ કરી દેવામાં આવી છે. જેલમાં પહોંચતા અખબારો કેદીઓમાં વહેંચવામાં આવતા નથી.
અતીક અહેમદને લગતા અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.
Published On - Apr 18,2023 8:50 AM