અમદાવાદનું વિન્ટેજ કાર ઓટો વર્લ્ડ એક્ઝિબિશન લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video

અમદાવાદનું વિન્ટેજ કાર ઓટો વર્લ્ડ એક્ઝિબિશન લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video

Urvish Soni
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:29 PM

અમદાવાદ ખાતે વિન્ટેજ કાર ઓટો વર્લ્ડ એક્ઝિબિશનમાં 1906 મિનરવાથી 1954 Ford સુધીની કિંમતી કારોના અમૂલ્ય સંગ્રહથી મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

અમદાવાદ ખાતે વિન્ટેજ કારનું ઓટો વર્લ્ડ એક્ઝિબિશનમાં વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. બરોડા, ઇન્દોર, હૈદરાબાદ, જેતપુર, અલવર, રાધનપુર, બિકાનેર, કુવૈત, છોટાઉદેપુર અને જસદણ જેવા વિવિધ અલગ અલગ સ્ટેટની ગાડીઓ અહી છે. Mercedes થી લઈ ડેમલર જેવી વિવિધ કંપનીની કાર છે.

કિંમતી કારનો અમૂલ્ય સંગ્રહ પ્રદર્શનમાં મુકાયો

આ ખજાનામાં એચ જે મુલર દ્વારા કોચ વર્ક સાથે 1927 સુઈઝા H6C અને સોટગન અને રાયફલ્સ રાખવા માટે ચાલતા બોર્ડ પર માઉન્ટ થયેલ કેબિનેટ નો સમાવેશ થાય છે. 1906 મિનરવા થી 1954 Ford સુધીની કિંમતી કારોના અમૂલ્ય સંગ્રહથી મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારના શોખીનોને વાહનોની વિવિધ શ્રેણી જોઈને આનંદ થાય છે. હોપર, બાર્કર, ગુર્ની-નટિંગ, અને લેબોરોન સહિતના જાણીતા કોચ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલી 100 કરતાં વધુ કાર પ્રદર્શિત કરવામાં આવેલી છે.

મ્યુઝિયમમાં દેશના પ્રખ્યાત શાસકોની કાર છે

ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલી કારમાં મેબેક, પેકાડેસ, કેન્ડલેક્સ, Mercedes અને લિંકનસ નામની પ્રખ્યાત બ્રાન્ડસની વિન્ટેજ કારનો સમાવેશ થાય છે. અન્ય ધ્યાન ખેંચનારી કાર ક્રાઇસ્કર ઇમ્પીરીયલ એરફ્લો એ ઓર્ડ Clour કોમ્બિનેશન છે જે 1930 ના દાયકાની સૌથી પ્રખ્યાત કાર માની એક હતી અન્ય કારમાં 1906 મોરસ, 1911 ડેમલર, 1914 મિનરવા, 1910 ford મોડલ T,1931 ઓરબન V12, 1926 લગોંદા 2 લીટર, 1934 બેન્ટલી, આવી અનેક કારોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઓટો વર્લ્ડ એક્ઝિબિશન ઓફ વિન્ટેજ કાર, અહીં છે વિવિધ સ્ટેટની યુનિક કારનું કલેક્શન

તમામ કાર ચાલુ કન્ડિશનમાં

આ વિન્ટેજ મ્યુઝિયમમાં ટોટલ 112 વિન્ટેજ કાર મૂકવામાં આવી છે જે 1906 થી લઈને 1972 સુધીની દુનિયાની તમામ વિન્ટેજ કારનો સંગ્રહ અહીં જોવા મળે છે અને ઇન્ડિયામાં આવું પહેલું મ્યુઝિયમ બનેલું છે જ્યાં એકસાથે દુનિયાની તમામ કંપનીઓની અલગ અલગ કારનો એક સાથે સંગ્રહ જોવા મળે છે. જેને કારણે આ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને ખાસ વાત તો એ છે કે અહીંયા રહેલી તમામ કાર ચાલુ કન્ડિશનમાં છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">