Rain Breaking : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, સુરત અને વલસાડમાં વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ચિંતા છે.

Rain Breaking : દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, સુરત અને વલસાડમાં વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 4:20 PM

ગુજરાતમાં ખેડૂતો માથેથી આફત ઓછુ થવાનું નામ નથી લઇ રહી. આખા માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાનો માર સહન કર્યા બાદ પણ હજુ કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વરસાદમાં વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમના પાકને નુકસાન થવાની ચિંતા છે.

આ પણ વાંચો-Jamnagar : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનની મહિલાએ દત્તક લીધું

ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરત અને વલસાડમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ વલસાડ, સુરત, નર્મદા, ડાંગ સાથે છોટા ઉદેપુરમાં પણ વરસાદ છે.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો. જે પછી શહેરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરાછા અને લીંબાયત વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો બફારાનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે.

બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેરના આજુ બાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભર ઉનાળે વલસાડમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. જો કે વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. વલસાડના ગુંદલાવ,ઘડોઈ, ગોરવાળા પાલણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે.. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે. ઉતરી દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે.તો બીજી તરફ રાહત આપનારા સમાચાર એ છે કે, હાલ યલ્લો એલર્ટની કોઈ આગાહી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">