Surat: ગજબ તરકીબ, પાનના ગલ્લાનું આખું કેબીન જ તસ્કરો ચોરી કરી ફરાર, જુઓ સીસીટીવી Video

આ સમગ્ર મામલે અવધેશભાઈને ચોરી થવા અંગેની જાણ થતા તેઓએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદ મુજબ 25 હજારનું પાનના ગલ્લાનું કેબીન અને તેમાં રહેલા અન્ય 10 હજારનો સામાન મળીને કુલ 35,260 રૂપિયાની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

Surat: ગજબ તરકીબ, પાનના ગલ્લાનું આખું કેબીન જ તસ્કરો ચોરી કરી ફરાર, જુઓ સીસીટીવી Video
Surat Pan Gallo Stolen
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 07, 2023 | 5:46 PM

સુરતમાં તસ્કરોએ હદ વટાવી છે લોકોના ઘર અને ઓફિસમાં ચોરી થવાની ઘટનાઓ તો પોલીસ ચોપડે નોંધાઈ જ રહી છે પરંતુ હવે સુરત શહેરમાં પાનના ગલ્લાનું કેબીન ચોરી થવાની ઘટના સામે આવી છે ટેમ્પો લઈને આવેલા તસ્કરો આખે આખો પાનના ગલ્લાનું કેબીન જ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા ઇન્દીરાનગર પાસે રહેતા અવધેશ બ્રીજભૂષણ પાંડે મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્ના ટાઉનશિપ સામે ગાયત્રી ખમણ નામની દુકાનની સામે બનારસી પાન સેન્ટર નામનો પાનનો કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના આ કેબીનને અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

પાનના ગલ્લાનું કેબીન ચોરી કરીને ટેમ્પામાં મુકીને ફરાર

ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઇ જવા પમીમ છે. જેમાં જોઈ શકાય છે કે 3 મિનીટની અંદર એક ટેમ્પો લઈને આવેલા ૫ જેટલા ઈસમો આખે આખે આખું પાનના ગલ્લાનું કેબીન ચોરી કરીને ટેમ્પામાં મુકીને ફરાર થઇ જાય છે.

આ સમગ્ર મામલે અવધેશભાઈને ચોરી થવા અંગેની જાણ થતા તેઓએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની ફરિયાદ મુજબ 25 હજારનું પાનના ગલ્લાનું કેબીન અને તેમાં રહેલા અન્ય 10 હજારનો સામાન મળીને કુલ 35,260 રૂપિયાની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">