16 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમદાવાદના આનંદ નગરમાં સર્જાયો અકસ્માત, કારચાલકે ટેમ્પો, કાર અને બે રીક્ષાને મારી ટક્કર

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 11:54 PM

Gujarat Live Updates : આજ 16 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

16 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમદાવાદના આનંદ નગરમાં સર્જાયો અકસ્માત, કારચાલકે ટેમ્પો, કાર અને બે રીક્ષાને મારી ટક્કર

આજે 16 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 16 Aug 2023 11:07 PM (IST)

  નોઈડામાં ભૂકંપના 1.5ની તીવ્રતાનો આંચકો

  નોઈડામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.5 હતી.

 • 16 Aug 2023 10:31 PM (IST)

  સુરતમાં રોંગ સાઈડમાં આવતા યુવકે BRTSની રેલિંગ પર ચડાવી કાર

  સુરતમાં રોંગ સાઈડમાં યુવકે BRTSની રેલિંગ પર કાર ચડાવી હોવાન ઘટના બની છે. મોરાભાગળ બીઆરટીએસ સ્ટેશનની આ ઘટના છે. જેમાં જહાંગીરપુરા અને રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કારચાલકે BRTS રૂટમાં બેફામ કાર હંકારી હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે.

 • 16 Aug 2023 08:57 PM (IST)

  અમદાવાદના આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર

  અમદાવાદમાં આનંદનગર રોડ પર કારચાલકે અકસ્માત સર્જ્યો છે. એક સાથે ટેમ્પો, કાર અને બે રીક્ષાને ટક્કર મારી હોવાની ઘટના બની છે. પોલીસે આ ઘટનાને ધ્યાને રાખી કારચાલકની અટકાયત કરી છે. ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ પાસેનો બનાવ છે.

 • 16 Aug 2023 08:53 PM (IST)

  રાહુલ ગાંધી 17 અને 18 ઓગસ્ટે લેહ લદ્દાખના પ્રવાસે જશે

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 17 અને 18 ઓગસ્ટે લેહ લદ્દાખની મુલાકાત લેશે. રાહુલ ગાંધી બે વખત જમ્મુ અને શ્રીનગરની મુલાકાતે ગયા હતા પરંતુ લદ્દાખ જઈ શક્યા ન હતા. તેણે તાજેતરમાં સંસદમાં કહ્યું હતું કે તે ટૂંક સમયમાં લેહ લદ્દાખની મુલાકાત લેશે.

 • 16 Aug 2023 08:53 PM (IST)

  હિમાચલ પ્રદેશમાં 17 ઓગસ્ટે તમામ શાળાઓ અને કોલેજો રહેશે બંધ.

  હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે જ્યારે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હજુ પણ હેલિકોપ્ટરની મદદથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે. કુદરતી આફતને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશમાં તમામ શાળા અને કોલેજો 17 ઓગસ્ટ સુધી બંધ કરી દેવામાં આવી છે.

 • 16 Aug 2023 08:03 PM (IST)

  અંકલેશ્વરના હાંસોટમાં બે કાર વચ્ચે અકસ્માત, 5 લોકોના મોત

  ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં 4 મહિલા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. તો બાળકી સહિત 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 • 16 Aug 2023 08:01 PM (IST)

  સુરતના સચિનમાં વાંઝ બેક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટનો મામલો, સુરત ક્રાઇમ બ્રાંચે યુપીથી આરોપીને ઝડપી પાડ્યા

  સુરતના સચિનમાં વાંઝ બેક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચને મોટી મળી સફળતા મળી છે. યુપીથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનુ છે કે લૂંટ કરનાર પાંચ પૈકી 4 આરોપી ઝડપાયા હોવની સૂત્રો દ્વારા માહિતી મળી છે. આવતીકાલે બેંક લૂંટ મામલે મોટો ખુલાસો થશે. પોલીસ કમિશનર આ અંગે પત્રકાર પરિષદ કરી શકે છે.

 • 16 Aug 2023 06:59 PM (IST)

  સુરતના સલાબતપુરામાં હત્યાનો કેસ, પોલીસને મોટી સફળતા

  સુરતના સલાબતપુરામાં હત્યાના કેસમાં પોલીસને મળી મોટી સફળતા મળી છે. પોલીસે સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર સગીર આરોપી અને મૃતક વચ્ચે બાઇક ઝડપથી ચલાવવા મામલે બોલાચાલી થઇ હતી, અને આ અદાવત રાખીને મિત્રો સાથે મળીને યુવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકનું મોત થઇ ગયું હતું. હાલ આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 • 16 Aug 2023 06:45 PM (IST)

  બનાસકાંઠા ખેડૂત લાફા કાંડનો મામલો, CM સાથે પણ ખેડૂતોની થઈ બેઠક

  બનાસકાંઠા ખેડૂત લાફા કાંડના મામલે હવે ભૂજ રેન્જ આઇજી સમગ્ર મામલાની તપાસ કરશે. રેન્જ આઇજી સાથે પણ ખેડૂતોની બેઠક થઈ હતી. 12 પૈકી 6 ખેડૂત આગેવાનોની સીએમ સાથે પણ બેઠક થઈ હતી. જવાબદાર તમામ વિરૂદ્ધ પગલા લેવાની સરકાર દ્વારા ખાતરી અપાઈ છે. ન્યાય આપવાની ખાત્રી આપતા ખેડૂત આગેવાનોએ રેલી સમેટવાનો નિર્ણય લીધો છે. CMને મળવા પહોંચેલા ખેડૂત આગેવાનો ગોઝારીયા પહોંચી બાકીના ખેડૂતો સાથે નિર્ણયની ચર્ચા કરશે.

 • 16 Aug 2023 06:39 PM (IST)

  સુરતમાં કતારગામ વિસ્તારના મંદિરમાં ભગવાનની મૂર્તિની થઈ ચોરી

  સુરતમાં કતારગામ વિસ્તારમાં મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં ભગવાનની મૂર્તિની ચોરી થઈ છે. લંકા વિજય હનુમાન મંદિરમાં મહિલાએ ભગવાનની મૂર્તિની ચોરી કરી છે. દર્શન કરી ભગવાનની મૂર્તિની ચોરી કરતી મહિલા CCTVમાં કેદ થઈ છે.

 • 16 Aug 2023 06:11 PM (IST)

  અમદાવાદ: કેન્દ્ર સરકારે ગુજરાતને આપી ભેટ

  • સામખિયાળીથી ગાંધીધામ રેલવે ટ્રેક 4 લેન બનશે
  • કેન્દ્રીય રેલ્વે મંત્રીએ 7 રૂટને ચાર માર્ગીય બનાવવાની કરી છે જાહેરાત
  • 7 પૈકી સામખીયાળી-ગાંધીધામનો 55 કિમિના રૂટનો પણ સમાવેશ
  • વેસ્ટર્ન રેલવેના અમદાવાદ વિભાગમાં પ્રથમ ચાર માર્ગીય રેલવે ટ્રેક બનશે
  • ચાર માર્ગીય રેલવે ટ્રેક માટે કેન્દ્ર સરકાર 1571 કરોડ રૂપિયા ફાળવશે
  • હાલ સામખિયાળીથી આગળ તરફ માત્ર 2 લેન ટ્રેક જ ઉપલબ્ધ
  • મુન્દ્રા, જખૌ, કંડલા સહિતના બંદરો રેલવેની ચાર માર્ગીય સેવાથી જોડાશે
  • માલ ગાડીના નેટવર્કની 12 ટકાથી વધુના વૃદ્ધિની શકયતા
 • 16 Aug 2023 05:24 PM (IST)

  અમદાવાદ: કોંગ્રેસ સંગઠનમાં બદલાવ અંગે બેઠકમાં ચર્ચા

  • 20 ઓગષ્ટે રાજીવ ગાંધીની જન્મ જયંતિએ પદયાત્રા યોજાશે
  • 32 જિલ્લાઓમાં જનસંપર્ક કાર્યક્રમો યોજાશે
  • ભાજપ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે
  • કોંગ્રેસમાં પરત ફરવા માંગતા હોય એમને આવકારવા સૂચના
  • સામાજિક અને સહકારી આગેવાનોને કોંગ્રેસ સાથે જોડવામાં આવશે
 • 16 Aug 2023 04:55 PM (IST)

  સુરતમાં જન્મદિવસની ઉજવણી બની લોહિયાળ

  સુરતમાં જન્મદિવસની ઉજવણી લોહિયાળ બની છે. બર્થ ડે પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાતા આ ઘટનામાં પોલીસે આરોપીની અટક કરી તપાસ હાથ ધરી છે. હત્યા કરનાર યુવકની પ્રેમિકા સાથે મૃતકની મિત્રતા હોવાથી તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

  સુરત શહેરમાં વધુ એક હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. સુરત ખાતે નાનપુરા વિસ્તારમાં મોડી રાત્રે આ હત્યા ને અંજામ આપવામાં આવી હતી. ઉમરા વિસ્તારમાં રહેતો પાર્થ ઉર્ફે બાદલ રમેશભાઈ આહીરકર ચીકનની લારી ચલાવવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રીના સમયે આ ઈસમ નાનપુરા સ્થિત પટેલ ચેમ્બર્સ નજીક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો જ્યાં અમરોલી કોસાડ આવાસ ખાતે અઝરુંદિન અહેમદ શેખ નામના ઇસમેં પાર્થને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. ઘટના બાદ લોહી લુહાણ સ્થિતિમાં પાર્થને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે પાર્થને મૃત જાહેર કર્યો હતો.

 • 16 Aug 2023 04:20 PM (IST)

  સુરત: સાયબર ફ્રોડની ગુંચવણમાં ડાયમંડ કંપનીઓ ફસાઈ

  • સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં કરોડોના વ્યવહારો ખોરવાયા
  • તેલંગાણા, કેરાલા જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને મોટી કંપનીઓના બેંક અકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવી દીધા
  • સુરતની હીરા પેઢીઓને બેંકોએ જાણ કરી ત્યારે ખબર પડી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે
  • કોઇ કારણ આપ્યા વગર પોલીસે કહ્યું એટલે બેંકોએ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા
  • ગુજરાત પોલીસને ડાયમંડ કંપનીઓના માલિકો રજુઆત કરશે
  • બેંકોએ પણ પર રાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા
  • ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.
  • પરરાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે.
 • 16 Aug 2023 03:35 PM (IST)

  બોટાદ: ભૂવાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતની કરી કોશિષ

  • ખોડીયારનગર વિસ્તારમાં રહેતા ભાવેશ બાવળિયા કરી કોશિષ
  • યુવકને તાત્કાલિક સારવાર માટે બોટાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
  • બેલા ગામના ભૂવા પરશોતમ કવાભાઈ વાંઝડીયા યુવકને માનસિક ત્રાસ આપતા હતા
  • યુવકનું સગાઇ ન થતાં ભૂવા પાસે દાણા જોવડાવ્યા હતા
  • ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને ધીમે ધીમે 10 લાખ જેટલી રકમ લઈ લીધી
  • યુવકે 10 લાખ આપવા છતાં પણ ભૂવો વારંવાર વધુ રૂપિયાની માંગણી કરતો હતો
  • બોટાદ પોલીસ હોસ્પિટલ પહોચી ફરીયાદની તજવીજ હાથ ધરી
 • 16 Aug 2023 03:09 PM (IST)

  રાજકોટ: TV9ના અહેવાલની અસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ખાલી બોટલો દૂર કરાઇ

  • સિક્યુરિટી પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે
  • છતાં વિદ્યાના ધામમાં આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય ?
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલનો વીડિયો વાયરલ
  • કેમ્પસમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી
  • યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પાછળના ભાગમાં મળી આવી હતી બોટલો
 • 16 Aug 2023 02:30 PM (IST)

  કેબિનેટે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી

  • કેબિનેટે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી, PMએ ગઈકાલે જ લાલ કિલ્લા પરથી કર્યું હતું એલાન
  • વિશ્વકર્મા યોજના આવતા મહિને વિશ્વકર્મા જયંતિ પર શરૂ કરવામાં આવશે - સૂત્ર
  • સુવર્ણકારો, ચણતર, હેર કટીંગ કરનાર, ઓજારો-હાથથી કામ કરતા વર્ગને આનો લાભ મળશે
 • 16 Aug 2023 02:09 PM (IST)

  રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલનો વીડિયો વાયરલ

  • કેમ્પસમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી
  • યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પાછળના ભાગમાં મળી આવી બોટલો
 • 16 Aug 2023 01:46 PM (IST)

  અમરેલી: જાફરાબાદના મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબ્યા

  • મોટા માણસા ગામે આવેલ ગોવિંદ સાગર તળાવમાં બે બાળકો ડૂબ્યા
  • બંને બાળકો નાહવા જતા ડુબી જતા ઉંડા પાણીમા મૃતદેહ સ્થાનિકોએ બહાર કાઢ્યા
  • 108ની મદદથી ઉનાની ખાનગી હોસ્પિટલે બંને બાળકોને ખસેડાયા
  • મૃતક મિત હસમુખભાઈ માલાણી 12 વર્ષ
  • મૃતક જયરાજ ભીખુભાઇ વાળા 13 વર્ષ
 • 16 Aug 2023 01:40 PM (IST)

  અમદાવાદ: અવધ આર્કેડમાં નિયમોનું ઉલ્લંધન સામે આવ્યું

  • બેઝમેન્ટમાં વાહનોની જગ્યાએ ઓફીસ અને રુમ તેમજ બાથરૂમ બનાવી દેવાયા
  • રાજસ્થાન હોસ્પિટલ બાદ ફરી એક વાર બેઝમેન્ટનો દુરુપયોગ સામે આવ્યો, એસ્ટેટ વિભાગ કરશે કાર્યવાહી
  • બેઝમેન્ટની દીવાલો ઉપર લાકડાનું કવર હોવાથી આગ બુઝાવવામાં લાગ્યો સમય
  • પરમિશન સિવાય બેઝમેન્ટનો આવો ઉપયોગ કારવામાં આવ્યો હોય તો મામલો ગંભીર
 • 16 Aug 2023 01:09 PM (IST)

  વડોદરા: એમ એસ યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો મામલો

  • યુનિ.ના PRO લકુલીશ ત્રિવેદીનું નિવેદન
  • યુનિ.એ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન પ્રક્રિયાના આધારે તેના વાલીઓનો સંપર્ક કર્યો
  • આવતીકાલે ચીફ વોર્ડનની ઑફિસમાં વિદ્યાર્થીઓને વાલીઓ સાથે હાજર રહેવા નોટિસ આપી
  • વિદ્યાર્થીઓ સામે ડિસીપ્લીનરી કમિટી તપાસ કરશે
  • વિદ્યાર્થીઓ સામે યુનિ. દાખલારૂપ કાર્યવાહી કરશે
  • સયાજીગંજ પોલીસ દ્વારા દારૂની મહેફિલ મામલે યુનિવર્સિટી પાસે વિગતો મંગવામાં આવી
  • આવતીકાલે કમિટીની બેઠક બાદ  વિદ્યાર્થીઓ સામે આગળની કાર્યવાહી થઈ શકે
 • 16 Aug 2023 12:49 PM (IST)

  બનાસકાંઠા: અમીરગઢના રામ જીયાની પાસે હિટ એન્ડ રનની ઘટના

  • અમીરગઢ પોલીસે કાર ચાલકની અટકાયત કરી
  • અમીરગઢ બોર્ડર પાસેથી કાર ચાલકની અટકાયત કરી
  • અમીરગઢ પોલીસે કાર પણ જપ્ત કરી
  • કાર ચાલક અમદાવાદનો પરિવાર રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો
 • 16 Aug 2023 11:57 AM (IST)

  અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો મામલો

  • હત્યાના વિરોધમાં માધુપુરા વિસ્તારમાં બંધ
  • કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેને લઈને ચુસ્ત બંદોબસ્ત
  • માધુપુરા વિસ્તારમાં ડીસીપી સહિતના અધિકારીઓ હાજર
 • 16 Aug 2023 11:31 AM (IST)

  અમદાવાદ: જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ પાસે અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ

  • બિલ્ડિંગમાં લિફ્ટમાં આગ લાગવાનો બનાવ
  • ફાયર બ્રિગેડની પાંચ ગાડી અને અધિકારી સ્થળ પર પહોંચ્યા
  • આગ બુઝાવવાની કામગીરી ચાલુ
  • અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે
  • લોકો ફસાયા હોવાની પણ વાત
  • રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ
 • 16 Aug 2023 11:23 AM (IST)

  કચ્છ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની એક દિવસની મુલાકાતે

  • નખત્રાણા હાજીપીર નજીક સામાજીક સંસ્થાની મદદથી શ્રમજીવી લોકો માટે બનાવેલા આવાસના લોકાર્પણ માટે પહોચ્યા
  • મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામા આવ્યા આવાસ
  • સામાજીક સંસ્થા અને ખાનગી એકમોની મદદથી બન્ની વિસ્તારના લોકો માટે બનાવેલા આવાસના લોકાર્પણ માટે પહોચ્યા
 • 16 Aug 2023 11:20 AM (IST)

  ગીર સોમનાથ: સુત્રાપાડાના મટાણા અને મોરડીયા ગામમાં દીપડાના હુમલાનો કેસ

  • ગીર સોમનાથના સુત્રાપાડાના મટાણા અને મોરડીયા ગામમાં દીપડાના હુમલાનો કેસ
  • ત્રણ હુમલાબાદ રાતે એક દીપડો મોરડીયા ગામેથી પાંજરે પુરાયો
  • સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડાઓ હોવાનું અનુમાન
  • પકડાયેલો દીપડો માનવ ભક્ષી છે કે કેમ? તે પરીક્ષણ બાદ જ કહી શકાશે
 • 16 Aug 2023 10:20 AM (IST)

  ભાવનગર: સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આધુનિક સાધનો ખાઇ રહ્યા છે ધૂળ

  • કરોડો રૂપિયાની સર ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે
  • ટીવી9ના અહેવાલ બાદ તંત્ર લાગ્યું કામે
  • કોંગ્રેસ દ્વારા હોસ્પિટલ બંધ હોવાને લઈને કરી રહ્યા છે વિરોધ
  • તાત્કાલિક હોસ્પિટલ શરૂ થતાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારને આડે હાથ લીધી
  • તમામ NOC તમામ સર્ટિફિકેટ તમામ સાધનો બિલ્ડીંગ સહિત ફર્નિચર અને વ્યવસ્થા તૈયાર હોવા છતાં હોસ્પિટલ દોઢ વર્ષ થી શરૂ થવા ના વાંકે બંધ
 • 16 Aug 2023 10:06 AM (IST)

  ગાંધીનગર: આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાશે, ચૂંટણી પ્રદેશ બીજેપીએ શરૂ કરી તૈયારીઓ

  1. ગાંધીનગર: આગામી સમયમાં 5 રાજ્યોમાં યોજાશે ચૂંટણી
  2. પ્રદેશ બીજેપીએ શરૂ કરી તૈયારીઓ
  3. 125 ધારાસભ્યો જશે સંગથનલક્ષી કામગીરી માટે
  4. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા છતીસગઢ અને મિઝોરમમાં યોજાનાર છે ચૂંટણી
  5. તમામ રાજ્યોમાં ગુજરાતના 125 ધારાસભ્યોને મોકલાશે
  6. સાંજ સુધીમાં તૈયાર થશે ધારાસભ્યોની યાદી
 • 16 Aug 2023 10:04 AM (IST)

  કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું

  Kutch : કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. મધ્ય રાત્રે 2:30 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. દુધઈ નજીક 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું છે. આ પહેલા કચ્છમાં ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

 • 16 Aug 2023 09:43 AM (IST)

  એક મહિનાની લાંબી મુસાફરી બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું ચંદ્રયાન-3

  ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્ર સંશોધન મિશન, ચંદ્રયાન 3, તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કાની નજીક છે. પૃથ્વી પરથી એક મહિનાની લાંબી મુસાફરી બાદ અવકાશયાન સફળતાપૂર્વક ચંદ્રની આસપાસ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. હવે, તે લેન્ડર અને રોવરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવાની અને સોફ્ટ લેન્ડિંગની તૈયારીમાં તેની ભ્રમણકક્ષાને વધુ નીચે કરવાની તૈયારી કરી રહ્યું છે.

 • 16 Aug 2023 09:27 AM (IST)

  અમેરિકાઃ હવાઈના જંગલોમાં લાગેલી આગ, અત્યાર સુધીમાં 101ના મોત

  અમેરિકાના હવાઈમાં માયુના જંગલોમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. બચાવ ટીમોએ આસપાસના વિસ્તારોમાં વધુ મૃતદેહોની શોધખોળ તેજ કરી છે. મૃત્યુઆંક 99થી વધીને 101 થયો છે.

 • 16 Aug 2023 09:09 AM (IST)

  દિલ્હીમાં યમુનાનું પાણી ખતરાના નિશાનાથી નીચે

  દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું છે. સવારે 7 વાગ્યે પાણીનું સ્તર 205.22 મીટર નોંધાયું હતું. તે પહેલા સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 205.35 મીટર હતું.

 • 16 Aug 2023 08:28 AM (IST)

  મ્યાનમારમાં ભૂસ્ખલન, 25 લોકોના મોત, 14 લોકો થયા ગુમ

  Myanmar: મ્યાનમારમાં (Myanmar) એક ખાણમાં ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. ત્યારે 14 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ઈમરજન્સી સેવાના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ગુમ થયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 • 16 Aug 2023 07:54 AM (IST)

  મહારાષ્ટ્ર: કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા

  મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 3.4 હતી.

 • 16 Aug 2023 07:29 AM (IST)

  'સદૈવ અટલ' પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદી, અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર

  દિલ્લીમાં વાજપેયીજીના સમાધી સ્થળ સદૈવ અટલ સ્થળ પર આજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયુ છે. શ્રદ્ધાંજલિ સભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો તેમજ NDAના ઘટક પક્ષોના નેતાઓએ હાજરી આપી.

 • 16 Aug 2023 07:05 AM (IST)

  અમેરિકાઃ ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષામાં વધારો

  ખાલિસ્તાન સમર્થકો દ્વારા બોલાવવામાં આવેલા વિરોધને ધ્યાનમાં રાખીને યુએસમાં ભારતીય દૂતાવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 • 16 Aug 2023 06:48 AM (IST)

  અમદાવાદ: માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા, હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવાની માંગ

  1. અમદાવાદ: માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા
  2. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો
  3. યુવકને તાત્કાલિક સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો
  4. સારવાર દરમ્યાન યુવકનું મોત
  5. હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો
  6. હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો
  7. પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ
  8. હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માંગ
  9. મૃતકની બહેને પોલિસ પર કર્યા આક્ષેપો
  10. હત્યા કરનાર શખ્સો સામે અગાઉ રજૂઆતો કરી હતી પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહી હોવાનો આક્ષેપ
 • 16 Aug 2023 06:26 AM (IST)

  તાજિકિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તાજિકિસ્તાનમાં સવારે 2.56 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Published On - Aug 16,2023 6:25 AM

Follow Us:
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">