15 એપ્રિલના મોટા સમાચાર: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, પ્રયાગરાજ મેડિકલ કોલેજ નજીક ગોળીબાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 11:56 PM

બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

15 એપ્રિલના મોટા સમાચાર: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, પ્રયાગરાજ મેડિકલ કોલેજ નજીક ગોળીબાર
Gujarat latest live news today 15 april

આજે 15 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Apr 2023 11:33 PM (IST)

    Gujarat News Live: Atique Ahmed Murder: અતિક અહેમદના સાડા ચાર દશકના ‘આંતક’ નો 49 દિવસમાં જ અંત, રાજૂ પાલના સાક્ષીની હત્યા ‘કાળ’ બની

    પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને બંને ભાઈઓની હત્યા કરી દીધી છે. અતિક અહેમદના પુત્રનુ આ પહેલા એન્કાઉન્ટર થયુ હતુ અને ત્યાં જ હવે અતિક અને અશરફની હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કેસના સાક્ષીનુ મર્ડર કરવાની ઘટના તેના માટે કાળ બની ગઈ હતી. આ ઘટના બાદ અતિકે પહેલા પુત્રનો જીવ ગુમાવ્યો અને હવે પોતાનો અને તેના ભાઈનો જીવ ગુમાવ્યો છે.

    ફિલ્મી પડદે જોવા મળતી હોય એ પ્રકારની ઘટના પ્રયાગરાજમાં વાસ્તવિકતામાં સર્જાઈ હતી. પ્રયાગરાજમાં એકાએક જ ગોળીઓનો વરસાદ શરુ થયો અને જેમાં ધારાસભ્ય રાજૂ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પરીવારજનોએ બતાવેલી ઘટના કંઈક આવી હતી. જેની પર એક નજર કરીશું.

  • 15 Apr 2023 10:44 PM (IST)

    Gujarat News Live: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, પ્રયાગરાજ મેડિકલ કોલેજ નજીક ગોળીબાર

    અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, પ્રયાગરાજ મેડિકલ કોલેજ ગોળીબાર

  • 15 Apr 2023 09:57 PM (IST)

    Gujarat News Live: AAP આવતીકાલે લોધી રોડ CBI હેડક્વાર્ટરની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કરશે- સૂત્ર

    દારુ કૌભાંડ કેસમાં સીબીઆઈ આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે. ત્યારે આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે પાર્ટીના નેતાઓ આવતીકાલે સવારે લોધી રોડ સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર મોટો વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ, મંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.

  • 15 Apr 2023 09:24 PM (IST)

    Gujarat News Live: Jamnagar: કાલાવડના બેડીયા ગામમાં રૂપિયા 7 લાખની કિમતના દાગીના અને રોકડની ચોરી

    Jamnagar જીલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રાત્રીના ચોર એક મકાનમાંથી લાખો દાગીના અને રોકડની ચોરી કરીને ફરાર થયા. મકાનમાં લોકો નિંદ્રામાં હતા, તે સમયે મોડીરાત્રીના ચોર ઘરમાં ઘુસીને સામાનની ચોરી ગયા. મકાન માલિકે અજાણ્યા શખ્સો સામે કાલાવડ ગ્રામ્ય પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા તપાસ આરંભી છે.

    બેડીયા ગામમાં ખેતી અને વેપાર કરતા મહીપતસિંહ ખુમાનસિંહ જાડેજાના ઘરે અજાણ્યા શખ્શોએ ચોરી કરી હતી. તા.13 એપ્રિલના રાત્રિના સાડા દશેક વાગ્યાથી આશરે પોણા ત્રણેક વાગ્યા સુધીમાં અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલી રૂમમાં ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. આરોપીઓએ મકાનમાં લાકડાના કબાટની અંદર રહેલી તિજોરીનું લોક તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

  • 15 Apr 2023 09:04 PM (IST)

    Gujarat News Live: Ahmedabad: રિવરફ્રન્ટમાં ઉમેરાશે વધુ એક નવલું નજરાણું, જાણો કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ

    અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવસેને દિવસે નવા નજરાણા ઉમેરાઈ રહ્યા છે. તે પછી સી પ્લેન હોય, હેલિપેડ હોય, અટલ બ્રિજ હોય કે અન્ય સુવિધા હોય. અને હવે તેમાં વધુ એક સુવિધા ઉમેરાવા જઈ રહી છે. અને તે છે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. મળતી માહિતી પ્રમાણે 2011માં આ પ્રોજેકટને લઈને ટેન્ડરિંગ કરાયુ હતું. જોકે તે કેન્સલ થતા બાદમાં પ્રોજેકટ ખોરંભે ચડી ગયો હતો.

    પરંતુ, હવે થોડા મહિનાઓ પહેલા તેનું ટેન્ડરિંગ થતા પ્રોજેક્ટની કામગીરી પુરજોશ ચાલી રહી છે. જેમાં વાસણા બેરેજ પાસે રિવર ફ્રન્ટ ખાતે ક્રુઝની બોડી તૈયાર કરાઈ છે. જે બોડી તૈયાર થતા તેને આજે સાબરમતી નદીમાં ઉતારવામાં આવી અને બાદમાં ઇન્ટિરિયર ડિઝાઇન કામ હવે શરૂ કરાશે. જેથી ક્રુઝને નદીમાં લાવવામાં હાલાકી ન પડે.

    કેવી હશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ?

    મળતી માહિતી પ્રમાણે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ બે માળની રહેશે. જેમાં પ્રથમ માળ એસી કેબિન અને બીજો માળ ઓપન સ્પેસ રહેશે. જે ક્રુઝમાં એક સાથે 150 લોકો સવાર થઈ શકે તે પ્રકારે તૈયાર કરવામાં આવી રહી છે. જ્યાં મનોરંજનની સુવિધા જેમાં લાઇવ શો, મ્યુઝિકલ પાર્ટી હશે. તેમજ લોકો બર્થ ડે પાર્ટી-ઓફીસ મિટિંગ કે અન્ય ફંક્શન પણ કરી શકશે તેવું પણ આયોજન કરાયું છે. જે ક્રુઝના સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડ માટે દોઢ કલાક સમય જશે.

  • 15 Apr 2023 08:40 PM (IST)

    Gujarat News Live: Ahmedabad: AMCના અધિકારીએ ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

    અમદાવાદમાં ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. AMCના અધિકારી જીગ્નેશ શાહે ખોખરા પોલીસ મથકમાં બ્રિજ બનાવનાર એજન્સી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એએમસીના અધિકારીએ એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસએસજીએસ કંપની વિરુદ્ધ 39 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ખોખરા-હાટકેશ્વર બ્રિજ પૈસા મેળવી યોગ્ય કાર્યરત ન કરવાને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે.

  • 15 Apr 2023 08:28 PM (IST)

    Gujarat News Live: India Corona Cases: કોરોનાએ વધારી ફરી ચિંતા! 3 દિવસમાં 30,000 કેસ નોંધાયા, 15 દિવસમાં 153 લોકોના મોત

    દેશભરમાં કોરોના વાયરસના કેસ રોકેટગતિથી વધી રહ્યા છે. આ સંક્રમણના ઝડપી પ્રસારને લઈને ફરી એકવાર ચિંતા વધી છે, છેલ્લા 24 કલાકમાં 10,753 નવા કેસ અને 21 લોકોના મોતથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. તમને જણાવી દઈએ કે લગભગ 8 મહિના પછી દરરોજ કોરોનાના 10,000 નવા કેસ આવવા લાગ્યા છે.

    છેલ્લા 3 દિવસની વાત કરીએ તો લગભગ 30 હજાર નવા કેસ સામે આવ્યા છે. મૃત્યુઆંક પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. માત્ર એપ્રિલ મહિનામાં (14 એપ્રિલ સુધી) કોરોનાથી 153 લોકોના મોત થયા છે, જ્યારે માર્ચમાં 89 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના કેસો અને તેના કારણે થતા મૃત્યુના દૈનિક આગમન પર સતત નજર રાખી રહ્યું છે અને રાજ્યોને વધુ સતર્ક રહેવાની સૂચના પણ આપી રહ્યું છે.

  • 15 Apr 2023 08:04 PM (IST)

    Gujarat News Live: અમદાવાદમાં સાયબર ફ્રોડ ગેંગને ઝડપી પાડવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું, કુલ 5 આરોપીઓની ધરપકડ

    સાયબર ફ્રોડ માટે જામતારા સૌથી મોખરે હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ દ્વારા સરળતાથી પૈસા મળી રહ્યા છે તેવો ખ્યાલ આવતા હવે અન્ય રાજ્યોના ચોક્કસ વિસ્તારોમાંથી પણ યુવાનો સાયબર ફ્રોડને અંજામ આપી રહ્યા છે. ત્યારે સાયબર ગઠીયાઓને પકડી પાડવા અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પણ કવાયત હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયાથી સાયબર ક્રાઈમ તેમજ SOGની અલગ અલગ ટીમો આવા સાયબર ફ્રોડ કરનારી ગેંગને પકડી રહી છે.

    ઓપરેશનમાં કુલ 5 આરોપીઓની ધરપકડ

    અમદાવાદ સાયબર ક્રાઈમ અને SOGની અલગ અલગ ટીમો છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાનના જૂદા જૂદા જિલ્લાઓમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાં વિવિધ સાયબર ફ્રોડ, ન્યુડ વીડિયો કોલ, વસ્તુઓના પેકિંગ, આર્મીની ઓળખ આપી થતા ફ્રોડને લઈને નોંધાયેલી ફરિયાદોના આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં બે કિશોરનો પણ સમાવેશ થાય છે.

  • 15 Apr 2023 07:42 PM (IST)

    આજે ગુજરાતમાં કોરોનાના 341 કેસ નોંધાયા, 3 દર્દીઓના કોરોના કારણે મોત

    ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના 341 નવા કેસ નોંધાયા. જ્યારે 3 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. એક્ટિવ કેસ 2246 પર પહોંચ્યા છે.

  • 15 Apr 2023 07:32 PM (IST)

    આફ્રિકન દેશ સુદાનમાં સર્જાઈ ગૃહ યુદ્ધની સ્થિતિ, ભારતે એડવાઈઝરી જાહેર કરી

    આફ્રિકન ખંડના દેશ સુદાન ગૃહયુદ્ધની સ્થિતિ છે. અહીં રાજધાની ખાર્તુમમાં શનિવારે (15 એપ્રિલ) ભીષણ ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. સુદાનની સેના અને અર્ધલશ્કરી દળ ‘રેપિડ સપોર્ટ ફોર્સ’ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ રહી છે. હિંસક કાર્યવાહીના કારણે દેશભરમાં હોબાળો મચી ગયો છે. અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 15 Apr 2023 07:00 PM (IST)

    PMનો બંધ રૂમમાં સેનાને સંદેશ, ચીન છેતરપિંડી કરશે, તો ત્રણેય સેના એકસાથે આપશે જવાબ

    ભારત અત્યાર સુધીમાં ચાર મોટા યુદ્ધ લડી ચૂક્યું છે. દેશની સૌથી મોટી સમસ્યા એ છે કે બંને બાજુના પડોશીઓ ભારતના દુશ્મન દેશો છે. જેથી ભારતને હંમેશા સજાગ રહેવું પડે છે. એક તરફ પાકિસ્તાન આતંકવાદનું સપ્લાયર છે, તો બીજી તરફ ચીન વિસ્તરણવાદની નીતિઓ સાથે આગળ વધતું રહે છે. આ બંનેનો મુકાબલો કરવા માટે સેનાએ એડવાન્સ ટેક્નોલોજી સાથે આગળ વધવું પડી રહ્યું છે. અત્યારે ભારતની ત્રણેય સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

  • 15 Apr 2023 06:43 PM (IST)

    Bhavnagar: ડમી ઉમેદવાર કાંડ મામલો, તમામ ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

    ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલે તમામ ચાર આરોપીના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તો આ-જ કેસ મામલે પોલીસે વધુ 8 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ કેસમાં અગાઉ પોલીસે 4 આરોપીને ઝડપી લીધા છે. આ સિવાય અન્ય 8 લોકોને રાઉન્ડઅપ કર્યા છે. આ રાઉન્ડઅપ કરાયેલા ડમી ઉમેદવાર અને એજન્ટ હોવાની માહિતી સામે આવી છે.

  • 15 Apr 2023 06:21 PM (IST)

    ઠગ કિરણ પટેલના કોર્ટે 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપિંડીનો કેસ

    ઠગ કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયેલ વધુ કેસ મામલે કોર્ટે 18 એપ્રિલ રોજ બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ઠગ કિરણ પટેલના 7 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. ઠગ કિરણ પટેલએ ઈવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપીંડી કરી હતી. અમદાવાદની હયાત હોટેલમાં જી-20 સમીટના નામે ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે કિરણ પટેલે છેતરપીંડી કરી હતી.

  • 15 Apr 2023 05:46 PM (IST)

    અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા

    અમદાવાદનો ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ચાર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • 15 Apr 2023 05:36 PM (IST)

    ગુજરાતમાં આયોજીત “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના

    ગુજરાતમાં સોમનાથ ખાતે આગામી 17થી 30 એપ્રિલ સુધી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે તામિલનાડુના મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર આવવા માટે રવાના થઈ ચૂકી છે. આ સ્પેશિયલ ટ્રેનને તામિલનાડુથી ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી. મદુરાઈથી ઉપડેલી આ વિશેષ ટ્રેનનું સાલેમ અને ચેન્નઈ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નઈ રેલવે સ્ટેશન પર આ વિશેષ ટ્રેનનું સ્વાગત કરવા માટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 15 Apr 2023 05:13 PM (IST)

    શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં થયો ગમખ્વાર અકસ્માત, મહિલાઓ અને બાળકો સહિત 20 લોકોનાં મોત

    યુપીના શાહજહાંપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાને કારણે મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકોના મોતના સમાચાર છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટર-ટ્રોલી પુલની રેલિંગ તૂટીને નીચે પડી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ ગર્રા નદીમાં પાણી ભરવા આવ્યા હતા. આ ઘટના થાના તિલ્હાર વિસ્તારના બિરસિંગપુર ગામ પાસે બની હતી.

  • 15 Apr 2023 04:42 PM (IST)

    અમદાવાદ અને સુરતમાં રૂપિયા 214 કરોડના કામોને CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજુરી

    અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં આઉટગ્રોથ વિસ્તારમાં શહેરી જનસુખાકારી વધારો કરતા કુલ રૂપિયા 214 કરોડના કામોને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. અમદાવાદમાં ડ્રેનેજ અને પાણીનાં 6 કામ તથા સુરતમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના 76 કામો હાથ ધરાશે.

    મહાનગરોમાં જનસુખાકારી વૃદ્ધિના કામોને વેગ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહાનગરોમાં જનસુખાકારી વૃદ્ધિના કામોને વેગ આપતો વધુ એક જન હિતકારી નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ અને સુરત મહાનગર પાલિકાએ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રજૂ કરેલી દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

  • 15 Apr 2023 04:29 PM (IST)

    ડમીકાંડમાં પોતાની સામે થયેલા આરોપો યુવરાજે ફગાવ્યા, કહ્યુ- કેટલાક લોકો યેનકેન પ્રકારે મારુ મોંઢું બંધ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ

    ભાવનગરમાં પરીક્ષા ભરતીમાં થયેલા ડમીકાંડમાં એકબાદ એક નવા ખૂલાસા થઈ રહ્યા છે અને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના જ નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં ખંડણી માગવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે બિપીન ત્રિવેદીએ કરેલા આક્ષેપોનું ખંડન કર્યુ છે. પોતાના વિરૂદ્ધ થયેલા આરોપો સામે સોશિયલ મીડિયા મારફતે યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે.

  • 15 Apr 2023 03:58 PM (IST)

    CM કેજરીવાલ દારૂ કૌભાંડના કિંગપિન છે, CBIએ બોલાવતા જ ડરથી ધ્રૂજવા લાગ્યા

    દારુ કૌભાંડ મામલે ભાજપે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. આ સાથે ભાજપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. વાસ્તવમાં સીબીઆઈએ હવે દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે. તેમણે 16 એપ્રિલે CBI ઓફિસમાં હાજર થવાનું છે. આવી સ્થિતિમાં આ મામલે રાજકારણ ગરમાયું છે.

    આ ઘટના પર બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડના કિંગપિન ગણાવતા કહ્યું કે, સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા કે તરત જ તેઓ ડરથી ધ્રૂજવા લાગ્યા. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તે સીએમ અરવિંદ કેજરીવાલને 5 સવાલ પૂછવા માંગે છે અને તેમાંથી એકનો પણ જવાબ આપવાનો પડકાર આપ્યો છે.

  • 15 Apr 2023 03:45 PM (IST)

    Banaskantha : આ ગામના લોકો હજી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત

    કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જેને મળે છે તેનું પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય છે. સરકારનો દાવો છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસતા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળે છે. પરંતુ બનાસકાંઠાના દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પરિવારો આજે પણ કાચા મકાનોમાં રહેવા મજબૂર છે.

  • 15 Apr 2023 03:22 PM (IST)

    6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે TATની પરીક્ષા, પેપર ન ફૂટે તે માટે ટ્રેકિંગ સિસ્ટમનો કરાશે અમલ

    આવતીકાલે 15 એપ્રિલે ગુજરાતમાં શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TAT-1ની પરીક્ષા યોજાવાની છે. TATની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પેપર લીકની અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ભરતી માટે પરીક્ષાઓ યોજાવાનું શરુ થઇ ગયુ છે. ત્યારે આ પરીક્ષા માટે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. પેપર ન ફૂટે તે માટે આ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે.

  • 15 Apr 2023 03:08 PM (IST)

    ગુજરાતમાં વધશે ગરમીનો પારો, 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં અપાયુ યલો એલર્ટ

    ગુજરાતીઓએ કાળઝાળ ગરમી માટે  તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થશે.

  • 15 Apr 2023 02:45 PM (IST)

    ડમીકાંડને લઇને યુવરાજના નજીકના બીપીન ત્રિવેદીનો વીડિયો વાયરલ

    જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ ઉજાગર કરી, જેમણે ભ્રષ્ટાચારની પોલ ખોલી. જેમણે અનેક પેપરલીક કાંડનો પર્દાફાશ કર્યો. તે જ યુવરાજસિંહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. શિક્ષણજગતમાં પેપરલીક સહિતના અનેક કાંડ ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ખુદ હાલ ભરતી પરીક્ષાના ડમીકાંડમાં સવાલોના ઘેરામાં આવી ગયા છે.

  • 15 Apr 2023 02:13 PM (IST)

    સાઉદી એરલાઈન્સના પ્લેનનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, હવામાં તૂટી ગઈ હતી પ્લેનની વિન્ડશિલ્ડ

    પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એરપોર્ટ પર શનિવારે સાઉદી એરલાઈન્સના કાર્ગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, પાયલોટે માહિતી આપી હતી કે પવનને કારણે પ્લેનની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી, ત્યારબાદ કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું કે પ્લેનને બપોરે 12:02 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.જો કે, માહિતી અનુસાર, હજુ સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્લેન સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું.

  • 15 Apr 2023 01:53 PM (IST)

    પંજાબ પોલીસને મળી મોટી સફળતા, અમૃતપાલ સિંહના ત્રણ ખાસ લોકોની કરી ધરપકડ

    ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે. પંજાબ પોલીસ સતત તેને શોધી રહી છે, પરંતુ અત્યાર સુધી તે પોલીસની કસ્ટડીની બહાર આઝાદ રીતે ફરે છે. આ દરમિયાન હોશિયારપુર પોલીસને એક મોટી સફળતા મળી છે. અમૃતપાલ સિંહના ખાસ 3 લોકોની ધરપકડ કરી છે. તેમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે. આ લોકો પાસેથી બે પિસ્તોલ પણ મળી આવી છે.

  • 15 Apr 2023 01:24 PM (IST)

    Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે

    વર્ષ 2018માં ભારતમાં અલ નીનોની અસર જોવા મળી હતી. આ કારણે તે વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું હતું. ત્યારથી, 2019, 2020, 2021 અને 2022 માં સતત 4 વર્ષ સુધી, ભારતમાં ચોમાસાની સ્થિતિ સારી રહી છે. આ વર્ષે ફરી એકવાર ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ ચોમાસામાં અલ નીનો વિકસિત થવાની લગભગ 70 ટકા સંભાવના છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે. પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા મોટાભાગના ઉભરતા બજારોની તુલનામાં ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અને સારી સ્થિતિ ધરાવતી અર્થવ્યવસ્થા છે.

  • 15 Apr 2023 01:23 PM (IST)

    ભાવનગર ‘ડમીકાંડ’માં વધુ ચારની ધરપકડ, ચાર પૈકી ત્રણ આરોપી સરકારી કર્મચારી, આરોપીઓએ ડમી ઉમેદવારના નામે ભરતી પરીક્ષા કરી પાસ

    ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડમીકાંડમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શરદકુમાર પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ, પ્રદિપ બારૈયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પર ડમી ઉમેદવારના નામે પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે ડમીકાંડમાં સંડોવાયેલા કુલ 36 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • 15 Apr 2023 01:22 PM (IST)

    Jamnagar : જમીન રીસર્વેને લઈને થયેલી અરજીઓમાં તંત્ર નિષ્કિય, ખેડુતોની અરજીઓ સરકારી કચેરીમાં ધુળ ખાતી હોવાના ખેડૂતોના આક્ષેપ

    જમીન રીસર્વેનો પાયલોટ પ્રોજેક્ટ જામનગરમાં અમલી કર્યા બાદ ખેડુતોની મુશકેલી વધી છે. જામનગર જીલ્લાના ખેડુત ખાતેદારો છેલ્લા કેટલાય વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાવા માટે મજબુર બન્યા છે. ખેડુતોની અરજીઓનો નિકાલ તો થયો નથી. પરંતુ કોઈ સંતોષકારક જવાબ પણ ખેડુતોને મળતો નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 1 લાખ જેટલી અરજી ખેડુતોએ કરી. પરંતુ તંત્ર દ્રારા કામગીરી અંગે મૌન સેવી રહ્યા હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

  • 15 Apr 2023 01:06 PM (IST)

    માફિયા ડોન અતિક અહેમદના નજીકી સંબંધીઓને EDએ પાઠવ્યું સમન્સ , દરોડામાં 1200 કરોડની બેનામી સંપત્તિ મળી આવી

    માફિયા ડોન અતીક અહેમદની સાથે હવે તેના સહયોગીઓ પણ હવે EDની રડારમાં આવી ગયા છે. બે દિવસ સતત દરોડા બાદ હવે EDએ અતીકના 10 નજીકના સબંધીઓ અને આર્થિક મદદગારોને સમન્સ મોકલ્યા છે. આ તમામને અલગ-અલગ તારીખે પૂછપરછ માટે પ્રયાગરાજ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે EDએ બે દિવસ દરોડા પાડી 1200 કરોડની બેનામી પ્રોપર્ટીનો ખુલાસો કર્યો છે.

  • 15 Apr 2023 01:05 PM (IST)

    CBI તમામ કામ છોડીને દિલ્હી દારૂ કેસમાં લાગી ગઈ – સીએમ કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સીબીઆઈ પર સમન્સ જારી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સીબીઆઈ અન્ય તમામ કામ છોડીને દિલ્હી દારૂ કેસમાં લાગેલી છે. બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાને જુઠ્ઠું બોલીને ફસાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કોઈ દારૂનું કૌભાંડ થયું નથી.

  • 15 Apr 2023 01:05 PM (IST)

    લોકસભા ચૂંટણીમાં ડાબેરી પક્ષોની સાથે રહીશુંઃ પૂર્વ પી.એમ

    જનતા દળ સેક્યુલરના વડા અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ બેંગલુરુમાં કહ્યું કે હું આવતા વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ડાબેરી પક્ષો સાથે ઉભો રહીશ.

  • 15 Apr 2023 12:00 PM (IST)

    ગાઝીપુરઃ અફઝલ અન્સારીનો નિર્ણય 29 એપ્રિલે થશે

    કોર્ટ હવે ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારી અને તેના ભાઈ મુખ્તાર અંસારી પર 29 એપ્રિલે પોતાનો ચુકાદો સંભળાવશે. તેમની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

  • 15 Apr 2023 11:58 AM (IST)

    પાકિસ્તાનની જેલમાં કેદ 666 માછીમારોના પરિવારોની સ્થિતિ બની કફોડી, પાંચ વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પાછા ન આવતા ખુટી રહી છે ધીરજ

    દરિયો ખેડનારા માછીમારો સાહસિક હોય છે સાથોસાથ તેમનુ મનોબળ પણ મક્કમ હોય છે. ગીરસોમનાથના આવા અનેક માછીમાર પરિવારો હાલ દુ:ખી છે. છેલ્લા 5-5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં તેમના સ્વજનો કેદ છે અને અશ્રુભીની આંખો સાથે તેઓ સ્વજનો પાછા આવે તેની રાહ જોઈ રહ્યા છે. દિવસે દિવસે સ્થિતિ વધુ કપરી બની રહી છે. ઘરના મોભી જ ઘરમાં ન હોવાથી ગુજરાન ચલાવવુ મુશ્કેલ બને છે અને આર્થિક સ્થિતિ કંગાળ બને છે. આવા 666 પરિવારો પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનો પાછા આવી તેવી સરકાર પાસે યાચના કરી રહ્યા છે.

  • 15 Apr 2023 11:57 AM (IST)

    ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ

    દિલ્હી દારૂ કૌભાંડમાં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા બાદ ભાજપે આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. મનીષ સિસોદિયા કટ્ટર છેતરપિંડી કરનાર છે, પરંતુ કેજરીવાલની નજરમાં તે કટ્ટર પ્રમાણિક છે. અરવિંદ કેજરીવાલ, મને કહો કે દારૂના કોન્ટ્રાક્ટર સાથે તમારો શું સંબંધ છે.

  • 15 Apr 2023 11:18 AM (IST)

    પીએમ મોદીએ ક્લાઈમેટ ચેન્જ સાથેના યુદ્ધ વિશે આ વાત કહી

    વર્લ્ડ બેંક દ્વારા આયોજિત ‘મેકિંગ ઇટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આ અભિયાનનો ભાગ બનવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ સામે એકલા કોન્ફરન્સ ટેબલથી લડી શકાય નહીં. આપણે દરેક ઘરમાં ડિનર ટેબલ પરથી તેની સામે લડવું પડશે. જ્યારે ડિનર ટેબલ પર ચર્ચા થાય છે, ત્યારે તે જન આંદોલન બની જાય છે.

  • 15 Apr 2023 11:12 AM (IST)

    સીબીઆઈના સમન્સ બાદ સીએમ માન સીએમ કેજરીવાલને મળ્યા

    સીબીઆઈ દ્વારા દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના ટોચના નેતાને મળ્યા હતા. આ બેઠક ગઈકાલે રાત્રે થઈ હતી.

  • 15 Apr 2023 11:12 AM (IST)

    ફરીદકોટ: જેલમાંથી 15 ફોન મળ્યા, 4ની ધરપકડ

    ફરીદકોટની સેન્ટ્રલ મોર્ડન જેલમાં જેલ સ્ટાફ દ્વારા બેરેકની તલાશી લેવામાં આવી હતી. સર્ચ દરમિયાન કર્મચારીઓ પાસેથી 15 મોબાઈલ ફોન તેમજ 9 સિમકાર્ડ મળી આવ્યા હતા. તલાશી દરમિયાન 4 કેદીઓ પાસેથી એક ટચ સ્ક્રીન મોબાઈલ મળી આવ્યો હતો. ત્યાં, 3 સ્માર્ટફોન અને 8 કી-પેડ મોબાઈલ બિનવારસી મળ્યા હતા. જેલ પ્રશાસનની ફરિયાદ પર સિટી ફરીદકોટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સહિત 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • 15 Apr 2023 11:10 AM (IST)

    બિહારના મોતિહારીમાં નકલી દારૂ પીવાથી 5ના મોત

    બિહારમાં ફરી એકવાર નકલી દારૂ પીવાની મોટી ઘટના બની છે. મોતિહારીમાં નકલી દારૂ પીવાથી 5 લોકોના મોત થયા છે.

  • 15 Apr 2023 09:28 AM (IST)

    બૂસ્ટર ડોઝ માટે તૈયાર રહો, 4-5 દિવસમાં આ પાંચ શહેરોમાં Covovax સપ્લાય કરવામાં આવશે

    Vaccine Supply ભારતમાં કોરોના વાયરસના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ કોરોનાના હજારો નવા કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન, રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 14 એપ્રિલે, 467 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. પુખ્ત વસ્તી, જેમણે રસીના બે ડોઝ લાગુ કર્યા છે, તેમને બૂસ્ટર ડોઝ લાગુ કરવાની સલાહ આપવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે આગામી ચાર-પાંચ દિવસમાં કોરોના બૂસ્ટર કોવોવેક્સ મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવશે.

  • 15 Apr 2023 09:04 AM (IST)

    Breaking News: કર્ણાટકના તુમકુરમાં ગમખ્વાર અકસ્માત, બસ સાથે SUVની ટક્કરથી 4નાં મોત

    મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પણ મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના તુમકુરમાં હિરેહલ્લી નજીક નેશનલ હાઈવે-48 પર એક SUV અને ખાનગી બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. માર્યા ગયેલા ચાર લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ક્યાથાસાંદ્રા પોલીસનું કહેવું છે કે મૃતદેહોને તુમકુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

  • 15 Apr 2023 09:03 AM (IST)

    રાયગઢમાં બસ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી, 12 મુસાફરોના મોત, 25 થી વધુ ઘાયલ

    મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિર પાછળ હાઈવે પરથી જઈ રહેલી ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી. રાયગઢ એસપીના જણાવ્યા અનુસાર બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 12 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે સંકળાયેલા લોકો હતા, જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

  • 15 Apr 2023 09:00 AM (IST)

    કર્ણાટક: તુમકુરમાં માર્ગ અકસ્માતમાં 4નાં મોત

    મહારાષ્ટ્ર બાદ કર્ણાટકમાં પણ મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના તુમકુરમાં હિરેહલ્લી નજીક નેશનલ હાઈવે-48 પર એક SUV અને ખાનગી બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા છે. માર્યા ગયેલા ચાર લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ક્યાથાસાંદ્રા પોલીસનું કહેવું છે કે મૃતદેહોને તુમકુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

  • 15 Apr 2023 08:46 AM (IST)

    Breaking News : જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની સભામાં બ્લાસ્ટ, પીએમ સુરક્ષિત, આરોપીની ધરપકડ

    Breaking News : જાપાની મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાને વાકાયામામાં ભાષણમાં વિસ્ફોટ બાદ બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ કેસમાં, એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના બંદર પર અટકાયતમાં કરવામાં આવી છે.

  • 15 Apr 2023 08:33 AM (IST)

    અમરનાથ યાત્રા માટે આવતા સપ્તાહથી રજીસ્ટ્રેશન

    જમ્મુ-કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં સ્થિત અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રવાસ માટે નોંધણી આગામી સપ્તાહે સોમવાર, 17મી એપ્રિલથી શરૂ થશે. આ તીર્થયાત્રા દર વર્ષે થાય છે.

  • 15 Apr 2023 08:32 AM (IST)

    બિહાર: ઔરંગાબાદના પૂર્વ આરજેડી ધારાસભ્યના પુત્રની હત્યા

    બિહારના ઔરંગાબાદના પૂર્વ અરવલ ધારાસભ્ય રવિન્દ્ર સિંહના પુત્ર દિવાકરની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા ગુનેગારોએ કોઠારમાં પૂર્વ ધારાસભ્યના પુત્રની ગોળી મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ગુનેગારો નાસી ગયા હતા. જો કે હત્યાનું કારણ જાણી શકાયું નથી. રવિન્દ્ર સિંહ અરવલથી રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ ધારાસભ્ય છે. ઘટના દાઉદનગરના હિચન બિઘાની છે.

  • 15 Apr 2023 07:53 AM (IST)

    મહારાષ્ટ્રના રાયગઢમાં ગંભીર અકસ્માત, બસ ખાઈમાં પડતાં 7નાં મોત, 25થી વધુ મુસાફરો ઘાયલ

    Maharashtra Bus Accident: મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિર પાછળ હાઈવે પરથી જઈ રહેલી ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી. રાયગઢ એસપીના જણાવ્યા અનુસાર બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે સંકળાયેલા લોકો હતા, જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

  • 15 Apr 2023 07:40 AM (IST)

    Surat : બોગસ કોલ સેન્ટરને ઝડપાયું, સોફ્ટવેરમાં સેટિંગ કરી કરવામાં આવતી છેતરપિંડી

    સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ પાસે આવેલ શાંકુતલ કોમ્પ્લેક્ષમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ઓફિસની અંદર ધમધમતા બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ઓફિસમાંથી કુલ છ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    રાંદેર પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું

    સુરતના રાંદેર વિસ્તારમાં ચાલતા બોગસ કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાંદેર પોલીસ મથકના પીઆઈ એ.એસ.સોનારાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસને બોગસ કોલ સેન્ટર અંગે બામતી મળી હતી. જેને આધારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે શાંકુતલ કોમ્પ્લેક્ષમાં રેડ પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. પોલીસે કોલ સેન્ટર સંચાલક કાદીર ઉર્ફે ગુરુ મુનાવર સૈયદ , સુફીયાન અયાઝ હુસૈન અંસારી, રીઝવાન ન૨મોહમદ ખાન, સામીયા ઈસ્માઈલ રઝાક શેખ અને આયશા સાજીદ ઈકબાલ ખોખરની ધરપકડ કરી હતી.

  • 15 Apr 2023 07:08 AM (IST)

    મહેસાણા – વિસનગરની એસ કે યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજ દ્વારા 45મુ નેશનલ કનવેન્શન

    મહેસાણા – વિસનગરની એસ કે યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજ દ્વારા 45મુ નેશનલ કનવેન્શન અને કુર્મી બિઝનેસ સમિટ યોજાશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સીએમ ઉપરાંત નીતિન પટેલ, ધર્મેન્દ્ર પ્રધાન, પંકજ ચૌધરી સહિતના પ્રધાનો ઉપસ્થિત રહેશે

  • 15 Apr 2023 07:07 AM (IST)

    Ahmedabad : જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કહ્યું પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ

    અમદાવાદમાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી.જેમાં કુલ 10 કરોડ 84 લાખનાં 505 કામોને બહાલી આપવામાં આવી.

    જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સત્વરે થવું જોઈએ

  • 15 Apr 2023 06:43 AM (IST)

    દિલ્હીના મટિયાલામાં બીજેપી નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી

    બીજેપી કિસાન મોરચાના અધ્યક્ષ સુરેન્દ્ર મટિયાલાની દિલ્હીના મટિયાલામાં ઓફિસની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હજુ સુધી બદમાશોની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

  • 15 Apr 2023 06:42 AM (IST)

    કૌશામ્બી જતી વખતે અતીક અહેમદની તબિયત ખરાબ થતાં પાછો પ્રયાગરાજ લાવવામાં આવ્યો

    કૌશામ્બી જતી વખતે તબિયત બગડતાં અતીક અહેમદને પ્રયાગરાજ પરત મોકલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પોલીસ અતીક અને અશરફને લઈને પૂરમુફ્તી કોતવાલી વિસ્તારના સૈયદ સરવા પહોંચી હતી. ત્યાં અતીક અને અશરફે એક ઘર વિશે ઓળખાણ આપી છે.

  • 15 Apr 2023 06:40 AM (IST)

    નોઈડાની ઝેટા હોટલની લિફ્ટ પડી, 9 ગંભીર રીતે ઘાયલ

    નોઈડાના પોલીસ સ્ટેશન 49 હેઠળની જેન્ટા હોટલમાં લિફ્ટ પડી જવાથી 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લિફ્ટ ઓવરલોડિંગને કારણે પડી હતી. કેસની તપાસ ચાલી રહી છે.

  • 15 Apr 2023 06:39 AM (IST)

    સીએમ કેજરીવાલ પર સીબીઆઈનો કસાયો સકંજો, દિલ્હીની તિહાર જેલમાં ગેંગ વોર, યુપીમાં માફિયા શાસનનો અંત

    શરાબ નીતિ કૌભાંડ પર સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સંકજો કસાઈ રહ્યો છે. સીબીઆઈએ આ મામલે 16 એપ્રિલે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. જણાવી દઈએ કે આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે.

Published On - Apr 15,2023 6:36 AM

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">