AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Breaking : ગુજરાતમાં વધશે ગરમીનો પારો, 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં અપાયુ યલો એલર્ટ

હવામાન વિભાગે (Meteorological Department) માહિતી આપી છે કે ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે.

Weather Breaking : ગુજરાતમાં વધશે ગરમીનો પારો, 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં અપાયુ યલો એલર્ટ
Gujarat Heat Wave
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 3:04 PM
Share

ગુજરાતીઓએ કાળઝાળ ગરમી માટે  તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં 2 દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થશે.

આ પણ વાંચો-Gujarati Video : 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે TATની પરીક્ષા, પેપર ન ફૂટે તે માટે ટ્રેકિંગ સિસ્ટમનો કરાશે અમલ

અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ

હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. તો બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 41 ડિગ્રીથી ઉપર જાય ત્યારે યલો એલર્ટ અપાયુ છે.

ગઇકાલે ગુજરાતના શહેરોમાં નોંધાયેલુ તાપમાન

ગુજરાતમાં ગઇકાલે નોંધાયેલા હવામાનની વાત કરીએ તો અમદાવાદ અને અમરેલીમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સુરતમાં 39.8 ડિગ્રી, તો નલિયામાં 35 ડિગ્રી ઓખામાં 32 ડિગ્રી, વેરાવળ 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. બાકીના સ્થળે 35 થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા

બીજી તરફ હવામાન વિભાગે માહિતી આપી છે કે ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે.

અગાઉ કમોસમી વરસાદથી ખેડૂતોને થયુ છે ઘણું નુકસાન

મહત્વનું છે કે ઉનાળો શરુ થઇ ગઇ હોવા છતા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સતત જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણુ નુકસાન થયુ છે. ખાસ કરીને વરસાદના કારણે બાગાયતી પાકોને નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">