અમદાવાદના CTMમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, વેપારીએ સામનો કરતા બુકાનીધારીઓ ફરાર, જુઓ Video
Ahmedabad News : જ્વેલર્સની દુકાનમાં કેટલાક ગ્રાહક દુકાનદાર સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે જ અચાનક ત્રણ બુકાનીધારીઓ હથિયાર સાથે દુકાનમાં ઘુસી આવ્યા હતા. બુકાનીધારીઓએ વેપારી અને ગ્રાહકને ડરાવી લૂંટનો પ્રયાસ હાથ ધર્યો હતો.
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં આવેલા એક જવેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ થયો છે. જ્વેલર્સની દુકાનમાં કેટલાક ગ્રાહક દુકાનદાર સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે જ અચાનક ત્રણ બુકાનીધારીઓ હથિયાર સાથે દુકાનમાં ઘુસી આવ્યા હતા. બુકાનીધારીઓએ વેપારી અને ગ્રાહકને ડરાવી લૂંટનો પ્રયાસ હાથ ધર્યો હતો. બુકાનીધારીઓએ સોની વેપારી પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતાં લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા.
ત્રણ બુકાનીધારીઓ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા
અમદાવાદના સિટીએમ વિસ્તારમાં આવેલા મારૂતી એસ્ટેટના મહાલક્ષમી જવેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો છે. ત્રણ જેટલા બુકાનીધારીઓ હથિયાર સાથે દુકાનમાં પ્રવેશ્યા હતા. આ બુકાનીધારીઓએ વેપારી અને ગ્રાહક બંનેને ડરાવીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.જો કે દુકાનમાંથી સોનાના કે ચાંદીના કોઇ દાગીના હાથે ન લાગતા બુકાનીધારીઓએ વેપારી પાસે એક લાખ રુપિયા માગ્યા હતા.
લુંટારૂઓએ હથિયાર બતાવીને કહ્યું હતું કે “ચુપ રહે અવાજ મત નીકાલ” અને એક શખ્સ દુકાનના કાઉન્ટર પર ચઢી ડીસ્પલેમાં મુકેલા દાગીના લેવા માટે આગળ આવ્યો હતો. જોકે દુકાન માલિકે તેમની પાસે રહેલ ખુરશી ઊંચી કરીને તેને રોકવા લાગ્યા અને તેને કાઉન્ટરથી આગળ આવવા દીધો નહીં. જો કે વેપારીએ હિંમત રાખીને બુકાનીધારીઓનો પ્રતિકાર કર્યો હતો.
વેપારીઓ પ્રતિકાર કરતા ભાગ્યા બુકાનીધારી
વેપારીએ પ્રતિકાર કરતા ફરીથી લુટારૂએ વેપારીએ કહ્યું કે “કહી સે બી એક લાખ રૂપિયા લાકે દે” જેથી વેપારીએ મોટેથી બુમાંબુમ કરતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા જેથી લુટારુઓ ભાગી ગયા હતા અને આ લૂંટનો પ્રયાસ નિષફલ નીવડ્યો હતો. જોકે હવે વેપારીની ફરિયાદ પરથી રામોલ પોલીસે સીસીટીવી ને આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતા લોકો ત્યાંથી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. CCTVના આધારે બુકાનીધારીઓને પકડવા તજવીજ શરુ કરી છે. ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમે આ બુકાનીધારીઓને પકડવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
15 દિવસમાં બીજો આવો બનાવ બન્યો
ચોંકાવનારી બાબત તો એ છે કે અમદાવાદ શહેરમાં પંદર દિવસમાં આ પ્રકારે બીજો બનાવ સામે આવ્યો છે. જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય કે લુંટારૂઓને જાણે કે પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ લુંટનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આરોપી સુધી પહોંચવામાં પોલીસ કેટલા સમયમાં સફળ થાય છે તે જોવાનું રહેશે. જો કે લુટારુઓને પકડવા રામોલ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…