દિલ્લી CM અરવિંદ કેજરીવાલના CBI પર આક્ષેપ, ED અને CBIએ ખોટા પૂરાવા રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી
દિલ્લી CM અરવિંદ કેજરીવાલના CBI પર આક્ષેપ, ED અને CBIએ ખોટા પૂરાવા રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી
દિલ્લી CM અરવિંદ કેજરીવાલના CBI પર આક્ષેપ કહ્યું હતુ કે ED અને CBIએ ખોટા પૂરાવા રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી છે. દારુ કૌભાંડ મામલે ભાજપે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં CBI અને ED પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
અરવિંદ કેજરીવાલે 100 કરોડના સ્કેમ લઈને પણ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતુ કે ભાજપ જે 100 કરોડની વાત કરી રહી છે અને જેને લઈને CBI અને EDને ભાજપે આગળ કરી છે પરંતુ આટલા લોકોને પકડ્યા છ્તા હજી સુધી 100 કરોડ કોઈ પાસે મળ્યા નથી હોવાનું જણાવ્યું હતુ .
દારુ કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બીજેપી બૂમો પાડી રહી છે કે આ દારૂનું કૌભાંડ છે. તમામ કામ છોડીને તમામ એજન્સીઓ તેની તપાસમાં લાગી છે, પરંતુ તપાસમાં શું મળ્યું? ED અને CBIનો આરોપ છે કે મનીષ સિસોદિયાએ 14 ફોન તોડ્યા છે, જ્યારે EDના દસ્તાવેજમાં 14 ફોનના 3 IMEI નંબર લખેલા છે.
ED અને CBIના અધિકારીઓ સામે ફરીયાદ કરશે AAP
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ED અને CBIએ કોર્ટને ગેરમાર્ગે દોર્યા અને કોર્ટ સમક્ષ ખોટા પુરાવા રજૂ કર્યા. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી ED અને CBIના અધિકારીઓ સામે ફરીયાદ કરશેનું જણાવ્યું છે.
કેજરીવાલે કહ્યું એક બાદ એક અલગ અલગ લોકોને પકડીને જેલમાં મોકલવામાં આવે છે. જોકે એક પણ ગુનામાં કોઈ પણ સાબૂત રજૂ કરવામાં નથી આવ્યા. જેલમાં રહેલા લોકો પર પણ ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાય લોકોને મોટી ઈજા થઈ હોવાનું પણ જણાવ્યુ હતુ. લોકોને પકડીને જબરદસ્તી બયાન લખવવામાં આવતી હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હું કહું કે મે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધામંત્રી 1 હજાર કરોડ આપ્યા તો કોણ તપાસ કરશે. આ સાથે કેજરીવાલે પ્રધાન મંત્રી મોદી પર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..