AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 જુલાઈના મહત્વના સમાચાર : સિંહ માનવભક્ષી થતા વન વિભાગે બોલાવી તવાઈ, 8 સામે સિંહની પજવણી, ગેરકાયદે વન પ્રવેશ બદલ કરી કાર્યવાહી

| Updated on: Jul 12, 2026 | 7:46 AM
Share

Gujarat Live Updates આજ 12 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 જુલાઈના મહત્વના સમાચાર : સિંહ માનવભક્ષી થતા વન વિભાગે બોલાવી તવાઈ, 8 સામે સિંહની પજવણી, ગેરકાયદે વન પ્રવેશ બદલ કરી કાર્યવાહી

LIVE NEWS & UPDATES

  • 12 Jul 2026 07:46 AM (IST)

    મહેસાણાના ગોઝારીયાની હોસ્પિટલમાં તોડફોડ અને ડોક્ટર પર કરાયો હુમલો

    મહેસાણાના ગોઝારીયાની હોસ્પિટલમાં તોડફોડ અને ડૉક્ટર પર હુમલો કરવાના બનાવમાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. પ્રમુખ સ્વામી સર્જીકલ હોસ્પિટલમાં દર્દીના સગાંઓએ મચાવ્યો હતો ઉત્પાત. સારવાર દરમિયાન કેન્સરના દર્દી બેભાન થતાં સગાંઓ ઉશ્કેરાયા હતા. 71 વર્ષીય વૃદ્ધ ડૉક્ટર અને તેમના પત્ની સાથે કરી ઝપાઝપી. રૂપિયા 2 લાખ પરત મેળવવા બાબતે ડૉક્ટરને આપી જાનથી મારવાની ધમકી. હોસ્પિટલની ગ્રીલ અને દરવાજા તોડી અંદાજે 50 હજારનું નુકસાન કરવામાં આવ્યું હતું. લાંઘણજ પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 12 Jul 2026 07:19 AM (IST)

    સિંહ માનવભક્ષી થતા વન વિભાગે બોલાવી તવાઈ, 8 સામે સિંહની પજવણી, ગેરકાયદે વન પ્રવેશ બદલ કરી કાર્યવાહી

    અમરેલી, ભાવનગર, ગીર અને જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહ દ્વારા માનવ પર કરવામાં આવતા હુમલાની ઘટનામાં વધારો થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ વીડિયોના આધારે સિંહની પજવણી અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ બદલ ગીર (પૂર્વ) વન વિભાગે 8 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે. જસાધાર રેન્જ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 12 Jul 2026 07:14 AM (IST)

    ઈરાને જહાજ પર હુમલો કરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું

    ઈરાનના ટોચના રાજદ્વારીએ અમેરિકા પર વચગાળાના યુદ્ધ વિરામનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. આ આરોપ ઈરાનને ખુલ્લા બજારમાં યુએસ ડોલરમાં ક્રૂડ ઓઈલ વેચવાની મંજૂરી આપતી છૂટ રદ કરવાથી ઉદ્ભવ્યો છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પરના હુમલાના જવાબમાં આ વચગાળાની છૂટ રદ કરી હતી.

આજે 12 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jul 12,2026 7:14 AM

Follow Us
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">