2 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : મહાકુંભમાં વસંત પંચમીના સ્નાન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, 1 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, 4 ફેબ્રુઆરી સુધી વાહનોની એન્ટ્રી બંધ, VVIP પાસ રદ
આજ 02 ફેબુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 ફેબુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગીર સોમનાથઃ દરિયામાં વેરાવળની બોટને જાહાજે મારી ટક્કર
- ગીર સોમનાથઃ દરિયામાં વેરાવળની બોટને જાહાજે મારી ટક્કર
- દરિયામાં ડૂબી રહેલા 3 માછીમારોને અન્ય બોટે બચાવ્યા
- પોરબંદરના માધુપુર નજીકના દરિયામાં સર્જાઇ હતી દુર્ઘટના
- દરિયામાં સર્જાયેલી દુર્ઘટના સમયના દ્રશ્યો આવ્યા સામે
- દુર્ઘટનામાં તમામ માછીમારોની સલામત
-
મોરબી: દેશી દારૂનાં વેચાણનો વીડિયો વાયરલ
- મોરબી: દેશી દારૂનાં વેચાણનો વીડિયો વાયરલ
- વીડિયો મોરબી તાલુકાનાં બેલા ગામનો હોવાની સંભાવના
- જાગૃત નાગરિકે દરોડા પાડતા નશાખોરોની નાસભાગ
- મહિલા સહિત સ્થળ પર 9 જેટલો લોકો હોવાનો દાવો
- નશાખોરો ભાગી છુટતા દેશી દારૂની પોટલીઓ ભરેલી બોરીઓ ઝડપાઇ
-
-
રાજકોટ: નિત્ય સ્વરૂપદાસ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન
- રાજકોટ: નિત્ય સ્વરૂપદાસ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન
- પાટીદારો પર કરેલી ટિપ્પણી અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન
- “વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે બે સમાજ વચ્ચે ઉભો થઈ શકે વિવાદ”
- “વાણિયા 100 ટકા બુધ્ધિશાળી કોમ હોય છે તે સ્વીકારું છું”
- “પરંતુ પાટીદાર સમાજને તેમની સામે નીચા ન દેખાડવી જોઈએ”
- “નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ અગાઉ પણ આવો બફાટ કર્યો જ છે”
- “કોઈ પણ સમાજ અંગે ટિપ્પણી કરવી નિંદનીય, સ્વામી સામે કાર્યવાહીની જરૂર”
- મહુવામાં પટેલ સમાજ પર સ્વામીએ કરી હતી વિવાદિત ટિપ્પણી
- 100 પટેલ ભેગા થાય ત્યારે 1 વાળી જેટલી બુદ્ધિ થાય: સ્વામી
- 100 વાણીયા ભેગા થાય ત્યારે 1 ઠક્કર જેટલી બુદ્ધિ થાય: સ્વામી
-
જામનગરઃ મંત્રી રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાનાં ગંભીર આક્ષેપ
- જામનગરઃ મંત્રી રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાનાં ગંભીર આક્ષેપ
- ધ્રોલ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખના કૃષીમંત્રી રાઘવજી પર આરોપ
- પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ તેમજ આર્થીક વ્યવહારોને લઈને ગંભીર આક્ષેપો
- ભીમજી મકવાણાએ ‘એપીસોડ-૧’ નામે પત્ર લખી કર્યા ગંભીર આક્ષેપ
- સોશિયલ મીડિયાનાં ગ્રુપમાં પત્ર લખી કર્યા આક્ષેપ
-
અત્તરની નગરી પાલનપુરમાં ફેલાશે વિકાસની સુવાસ
24 વર્ષ બાદ પાલનપુર શહેરના વિકાસનો નકશો મંજૂર થયો છે. 2004માં યોજાયેલી સાધારણ સભામાં વિકાસનો નકશો ઠરાવ કરવા મુકાયો હતો. પરંતુ સતત વિરોધના કારણે 24 વર્ષથી આ નકશો અટવાયેલો રહ્યો. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા નકશાને મંજૂરી અપાતા શહેરમાં અનેક વિકાસ કાર્યોને વેગ મળશે. ખાસ કરીને જાહેર રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણને કારણે શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા આ નકશો ઉપયોગી નિવડશે. જો આ નકશા વિરૂદ્ધ કોઈ પણ વાંધા અરજીઓ 60 દિવસમાં ગાંધીનગર કમિશનર કચેરીમાં રજૂ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ સત્તાધિશોની સમયમાં અનેક વાર વિકાસનો નકશો તૈયાર કરવમાં આવ્યો હતો. પરંતુ સત્તાધિશોની ખેંચતાણમાં અને ભ્રષ્ટાચારને કારણે આ વિકાસનો નકશો મંજૂર થતો ન હતો. ત્યારે 24 વર્ષનાં લાંબા રાહ જોયા બાદ હવે નકશો મંજૂર થતાં. સ્થાનિકો દ્વારા હવે નકશાની ગાઈડલાઈન પ્રમાણે પાલિકા કામ કરે અને શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે. સાથે જ બાગ બગીચા અને રોડનું નિર્માણ કરે તેવી માગ કરવામાં આવી રહી છે.
-
-
સુરેન્દ્રનગરના વઢવાણમાં વસંત પંચમી નિમિત્તે રંગ ઉત્સવ યોજાયો
- સુરેન્દ્રનગરના વઢવાણમાં વસંત પંચમી નિમિત્તે રંગ ઉત્સવ યોજાયો
- સ્વામિનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટ્યાં હરિભક્તો
- ખાસ મહાકુંભ માંથી યમુનાજીનું પાણી રંગ મહોત્સવ માટે લવાયું
- અનેક હરિભક્તોએ લીધો રંગ મહોત્સવનો લહાવો
-
મોરબીઃ જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના ચેરમેનની ઓફિડમાં તોડફોડ
- મોરબીઃ જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના ચેરમેનની ઓફિડમાં તોડફોડ
- સંપતિ સેવાકીય સંસ્થાની ઓફિસમાં લુખ્ખાઓની તોડફોડ
- કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી લુખ્ખાઓએ મચાવી તોડફોડ
- લુખ્ખાઓની દાદાગીરીના CCTV આવ્યા સામે
- જયેશ કાસુન્દ્રા, પ્રકાશ ભૂત સહિત 3 અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ
- અસામાજીક તત્વોએ કેમ તોડફોડ કરી તે અંગે સર્જાયું રહસ્ય
- મોરબીના એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- શહીદ જવાનોના પરિવારોને સહાયનું કામ કરે છે સંસ્થા
- ઘટના બાદ સંસ્થાના સંચાલક અજય લોરિયાનું નિવેદન
- અમારા સેવાકીય કાર્યોમાં વિધ્ન નાખવાનું કામઃ લોરિયા
- “કેટલાક વિધ્ન સંતોષી માણસો આવું કામ કરી રહ્યા છે”
-
ધારાસભ્ય જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખની નારાજગી દૂર કરવામાં રહ્યાં સફળ
- રાજકોટના જેતપુરમાં પૂર્વ પ્રમુખની નારજગીનો મામલો
- ધારાસભ્ય જયેશ રાદડિયા પૂર્વ પ્રમુખની નારાજગી દૂર કરવામાં રહ્યાં સફળ
- પાલિકાની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપમાં હતો અસંતોષ
- જયેશ રાદડિયાને પૂર્વ પ્રમુખને માનવામાં મળી સફળતા
- 42 ઉમેદવારોએ પૂર્વ પ્રમુખને સમર્થન જાહેર કર્યું હતું
-
બનાસકાંઠાના વિભાજનને લઇ થઈ ખોટી અરજી
- બનાસકાંઠાના વિભાજનને લઇ વાંધા અરજીનો મુદ્દો
- વાતમ જૂના ગામના પૂર્વ સરપંચના નામે થઇ ખોટી અરજી
- થરાદને વડું મથક બનાવવાની તરફેણમાં ખોટી અરજી
- દિયોદર પ્રાંત કચેરીએ પહોંચી ખોટી અરજી
- પોતાના નામે ખોટી અરજી થઈ હોવાનો પૂર્વ સરપંચ દાવો
-
ભાવનગર: તળાજામાં ગેરકાયદે બાયોડીઝલનું કૌભાંડ ઝડ્પાયું
- ભાવનગર: તળાજામાં ગેરકાયદે બાયોડીઝલનું કૌભાંડ ઝડ્પાયું
- 2 હજાર લીટર બાયોડીઝલ, લક્ઝરી બસ, પિકઅપ જપ્ત
- મહુવા ચોકડી પાસેથી ઝડપાયું બાયોડીઝલ કૌભાંડ
- ખાનગી બસ અને પિકઅપમાં કરતા બાયોડીઝલનું વેચાણ
- કેન્દ્ર-રાજ્ય સરકારની આવકને પહોંચાડતા હતા નુકસાન
- પોલીસે 16.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- 4 શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે હાથ ધરી તપાસ
-
સાબરકાંઠાના વડાલીમાં GSTનું સર્ચ ઓપરેશન
સાબરકાંઠાના વડાલીમાં માર્કેટયાર્ડની પેઢીઓ સહિત જીન સંચાલકોને ત્યાં GSTનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પેઢીઓના હિસાબો તપાસવા GST ના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા બે દિવસથી GST વિભાગનું વડાલીમાં સર્ચ ઓપરેશન ચાલું છે. GST વિભાગના સર્ચ ઓપરેશનને લઈ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
-
શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે ચડાવી બાંય
રાજ્ય સરકારને શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને ચીમકી આપતા કહ્યું છે કે, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો સંચાલકો નોંધણી નહી કરાવે. પ્રિ સ્કૂલ માટે 15 વર્ષના ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. પ્રિ સ્કૂલ રજીસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજીસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે. 1 જાન્યુઆરીએ શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી સાથે આ અંગે બેઠક યોજી હતી. બેઠકના એક મહિના બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જો આગામી 15 દિવસમાં નિર્ણય નહી આવે તો અમે નોંધણી વિના જ પ્રિસ્કૂલ ચલાવીશું તેવુ સંચાલક મંડળે જણાવ્યું છે.
-
ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, બીજીવાર અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ કુઆલાલંપુરમાં રમાઈ રહેલી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ભારતને જીતવા માટે 83 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે જીતનો આ લક્ષ્યાંક ખૂબ જ આસાનીથી પૂરો કરી નાખ્યો હતો. એક તબક્કે ભારતનો સ્કોર 10 ઓવરના અંતે 71 રન પર એક વિકેટ હતી.
. . . . . . . . ! #TeamIndia are the ICC U19 Women’s T20 World Cup 2025 Champions
Scorecard ▶️ https://t.co/hkhiLzuLwj #SAvIND | #U19WorldCup pic.twitter.com/MuOEENNjx8
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
-
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી કુંભમેળામાં જવા ST નિગમ વધુ વોલ્વો બસ દોડાવશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ( ST Bus) દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ કુંભમેળા માટે શરુ કરેલ વોલ્વો બસ સેવાને મળેલ ભારે સફળતા બાદ અને લોકોની માંગણીને ધ્યાને લઈને વધુ 5 વોલ્વો બસ સેવા વડોદરા, રાજકોટ અને સુરતથી શરુ કરવાનો નિર્ણય નિગમે કર્યો છે. જેમા અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 2 અને રાજકોટથી 1 બસ શરુ કરવામાં આવશે. આ બસમાં કુંભમેળામાં જવા ઈચ્છતા યાત્રાળુએ પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવેલ છે. આ અંગે માર્ગ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: ૦2/૦2/2025 ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025
-
બનાસકાંઠાના દિયોદરમાં શોરુમમાંથી ત્રણ નવા ટ્રેકટરની ચોરી
બનાસકાંઠાના દિયોદરમાં નવા ત્રણ ટ્રેક્ટરોની ચોરીની ઘટના ઘટી છે. દિયોદરના જેતડા ત્રણ રસ્તા નજીક હાઇવે પર આવેલ રામાઘણી ઓથોરિસેડ ડીલરમાંથી ટ્રેક્ટર ચોરાયા છે. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે ઇન્ડો ફોર્મના નવા ત્રણ ટ્રેકટરની ચોરી કરી છે. અજાણ્યા શખ્સસો ઇન્ડોફોર્મ કંપનીના ત્રણ ટ્રેકટર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ટ્રેક્ટર શોરૂમમાં cctv નો અભાવ હોવાનો ગેરફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો. ટ્રેક્ટર એજન્સીના માલિકે દિયોદર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
-
મુળી તાલુકાનાં ભાડુકા ગામ નજીક પોલીસ વાન મેલડી માતાના મંદિરે ચડી ગઈ
સુરેન્દ્રનગરના મુળી તાલુકાનાં ભાડુકા ગામ પાસે સરકારી પોલીસ વાને અકસ્માત સર્જ્યો હતો. વહેલી સવારે દેવભૂમિ દ્વારકા પોલીસની વાનનો અકસ્માત થયો હતો. ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા, મેલડી માતાના મંદિરમાં વાન ઘૂસી ગઈ હતી. પોલીસ વાનમાં સવાર તમામ કર્મચારીનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક તપાસમાં દેવભૂમિ દ્વારકાના હોમગાર્ડ કમાન્ડરની સરકારી પોલીસ વાન હોવાનું આવ્યું સામે છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
ખેડા જિલ્લામાં PMJAY યોજનાનો લાભ આપતી વેદ હોસ્પિટલને યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ
ખેડા જિલ્લામાં PMJAY યોજનાનો લાભ આપતી વેદ હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે. 19 ડિસેમ્બરે tv9 પર વેદ હોસ્પિટલનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ ચાલી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વિવિધ ગેરરીતિ અને બેદરકારીને લઇ આરોગ્ય વિભાગે રાજ્યની 15 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સારવારમાં બેદરકારી, PMJAY માં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં વેદ હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઇ છે. અમદાવાદની ચર્ચાસ્પદ ખ્યાતિ પ્રકરણ કુખ્યાત થયા બાદ, આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ 28 જેટલી હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરાઇ છે.
-
કોઈ કારણ વિના ભાજપની ચંડાળ ચોકડીએ મારી ટિકિટ કાપી-જામજોધપુર ન.પા.ના 5 ટર્મના સભ્ય
જામનગરની જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના વધુ એક આગેવાને બળવો કર્યો છે. જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનુ સામે આવ્યું છે. જામજોધપુર માકેટીંગ યાર્ડના સભ્ય તેમજ છેલ્લી 5 ટર્મથી નગરપાલિકામાં સભ્ય રહી ચૂકેલા આગેવાનની ટિકિટ કપાતા નારાજગી દર્શાવી હતી. રાજેન્દ્રકુમાર કાલરીયાએ કહ્યું કે, કોઈ કારણ વિના ભાજપની ચંડાળ ચોકડી એવી નેતાગીરીએ મારી ટીકીટ કાપી છે. જામજોધપુરના વોર્ડ નં.3 માં અપક્ષ ઉમેદવાર તરીકે રાજેન્દ્રકુમારએ ભર્યું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભાજપમાંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા મોરચાના પ્રમુખને ટીકીટ ના મળતા નારાજગી સાથે AAP અને અપક્ષમાંથી ભર્યું છે ફોર્મ. દાયકાઓથી જામજોધપુર નગરપાલિકામાં રહ્યું છે ભાજપનું શાસન.
-
વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1.20 લાખ લોકોએ લીધો ભાગ
વડોદરા શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ મેરેથોનમાં 1.20 લાખ લોકોએ ભાગ લીધો હતો. મેરેથોનની વિવિધ કેટેગરીમાં 1.20 લાખથી વધુ દોડવીરોએ ભાગ છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. સૌપ્રથમ 42, 21 અને 5 કિલોમીટરની મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં દેશ-વિદેશના દોડવીરો જોડાયા છે. મેરેથોનના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મેરેથોનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશભરમાં પીએમ મોદીના નેંતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે. ગુજરાત સરકારના ખેલમહાકુંભમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને કસરત અને પૌષ્ટિક આહાર લેવા અનુરોધ કર્યો છે. હેરિટેજ મેરેથોન બનાવી પીએમ મોદીના સપનાને સાકાર બનાવ્યા છે.
-
સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત, ખાનગી બસ ખીણમાં ઉતરી જતા 5ના મોત
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. સાપુતારા માલેગાંવ ઘાટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના ગુનાથી 50 જેટલા પ્રવાસી ભરેલ બસ ઘાટમાં પલટી જતા ગંભીર અકસ્માત થયો છે. વહેલી સવારે 4 વાગે થયેલ અકસ્માતમાં 5 મૃતદેહ બહાર કાઢ્યા હતા. અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. તમામને નજીકના સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેકટર ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે.
-
આજે દિલ્હીના આરકે પુરમમાં ચૂંટણી સભા ગજવશે પીએમ મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. દરમિયાન, આજે રવિવારે તમામ પક્ષો દિલ્હીમાં જોરશોરથી પ્રચારમાં જોડાશે. જ્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આરકે પુરમમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. તો બીજી બાજુ NDA સાંસદો આજે દિલ્હીમાં સ્થાનિક સ્તરે ભાજપ માટે પ્રચાર કરશે.
Published On - Feb 02,2025 7:22 AM





