30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગોંડલમાં છ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2023 | 6:56 AM

Rajasthan, MP, Chhattisgarh, Telangana, Mizoram Exit Polls 2023 આજે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. પાંચેય રાજયમાં એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જણાઈ રહ્યો છે. રાજસ્થાનમાં સત્તા પલટાઈ શકે છે તો મધ્યપ્રદેશમાં પણ ભાજપને કોંગ્રેસ કરતા વધુ બેઠકો મળી રહી છે.

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગોંડલમાં છ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ
Breaking News, Gujarat latest News, Gujarati Samachar, Breaking News gujarati,

આજે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. પાંચેય રાજયમાં એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જણાઈ રહ્યો છે. રાજસ્થાનમાં સત્તા પલટાઈ શકે છે તો મધ્યપ્રદેશમાં પણ ભાજપને કોંગ્રેસ કરતા વધુ બેઠકો મળી રહી છે.

પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Nov 2023 11:39 PM (IST)

    એક્ઝિટ પોલના અંદાજો વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત રાજ્યપાલને મળ્યા હતા.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી છે. મતગણતરી પહેલા મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની આ બેઠક પરથી વિવિધ રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આ બેઠકને હોર્સ ટ્રેડિંગની શક્યતાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે.

  • 30 Nov 2023 11:07 PM (IST)

    છ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

    ગોંડલ પંથકમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની છ વર્ષની દીકરી સાથે પાડોશમાં રહેતા 39 વર્ષીય અપરણીત ઢગાએ બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે જેમ અમને બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. બાળકીની માતા સૂતી હતી ત્યારે પાડોશી શખ્સે બિસ્કિટ લઈ દેવાની લાલચ આપી જધન્ય કૃત્ય કર્યું

  • 30 Nov 2023 08:55 PM (IST)

    પંજાબના ખેડૂતો કેજરીવાલની રેલીનો વિરોધ કરશે

    પંજાબના ખેડૂત સંગઠનોએ 2 ડિસેમ્બરે ગુરદાસપુરમાં યોજાનારી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનની રેલીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેઓ ગુરદાસપુર, જલંધર અને મુકેરિયનમાં પણ રસ્તા રોકશે.

  • 30 Nov 2023 08:50 PM (IST)

    પુલવામાના અરિહાલ ગામમાં આતંકીઓ સાથે એન્કાઉન્ટર શરૂ થયું

    જમ્મુ-કાશ્મીરના પુલવામાના અરિહાલ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

  • 30 Nov 2023 08:49 PM (IST)

    વર્લ્ડ કપ 2023 ફાઈનલમાં હાર બાદ વિરાટ કોહલીએ પહેલો વીડિયો કર્યો શેયર, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

    ભારતના સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કરીને ફેન્સને ડરાવ્યા હતા.આ ફોટોમાં વિરાટ કોહલીને કોઈએ માર માર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલીના નાક પર પટ્ટી બાંધવામાં આવી હતી અને કોઈએ તેને આંખમાં મુક્કો માર્યો હતો.આટલી બધી ઈજાઓ થઈ હતી. જ્યારે વિરાટ કોહલી ફોટોમાં જોવા મળ્યો ત્યારે તેને સંકેત મળ્યો કે તે કંઈક બીજું છે.

  • 30 Nov 2023 08:49 PM (IST)

    રાજકોટ: સૌરાષ્ટ્રના ખેડૂતોને આનંદો, બેડી માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ મણે 2500 થી 3500 ઉપજ્યાં

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા વર્ષો બાદ લસણના ભાવ ખેડૂતોને પોષણક્ષમ મળ્યા છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં લસણના મણના ભાવ 2500 રૂપિયાથી 3500 રૂપિયા મળ્યા છે. આજે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં ચાર હજાર ગુણી જેટલી લસણની આવક થઇ હતી. લસણની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે. એક સમય હતો જ્યારે લસણના ભાવ તળિયે ગયા હતા પરંતુ આ વર્ષે ઓછી આવકને કારણે ખેડૂતોને લસણના જોરદાર ભાવ મળી રહ્યા છે.

  • 30 Nov 2023 08:48 PM (IST)

    બ્રેકિંગ ન્યૂઝ : ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિકના સ્થાને સૂર્યકુમાર યાદવ બન્યો ટી20 ટીમનો કેપ્ટન, યુવા ક્રિકેટરોને મળ્યુ સ્થાન

    નવી દિલ્હીમાં ગુરુવારે 30 નવેમ્બરે પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા T20 અને ODI ફોર્મેટ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ અને જો આમ હોય તો શું તે T20માં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે કે કેમ તેના પર મોટાભાગની નજર હતી. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડ આવતા વર્ષે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતને કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આવું થઈ શક્યું નહીં.

  • 30 Nov 2023 08:48 PM (IST)

    હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અચ્છે દિન શરૂ, આ સરકારી કંપનીએ એક વર્ષમાં આપ્યું 72 ટકાથી વધારે રિટર્ન

    હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL ના શેર ગુરુવાર, 30 નવેમ્બરના રોજ સતત ચોથા સત્રમાં 52 વીકના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આજે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ હજારો કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવા માટે મીટિંગ કરી હતી. તેના કારણે આજે શેરના ભાવમાં 28.50 રૂપિયાનો વધારો થયો છે.

  • 30 Nov 2023 08:47 PM (IST)

    બ્રેકિંગ ન્યૂઝ : સાઉથ આફ્રીકા સામે કેએલ રાહુલ સંભાળશે વનડે ટીમની કમાન, સંજુ સેમસનને મળ્યુ ટીમના સ્થાન

    10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થવા જઈ રહ્યો છે. તે પહેલા આજે 30 નવેમ્બરના રોજ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

    વનડે સીરિઝ માટે ભારતીય ટીમ

    ODI: રૂતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચહર.

    ભારત vs સાઉથ આફ્રીકા વનડે હેડ ટૂ હેડ રેકોર્ડ

    વર્ષ 1991થી 2023 વચ્ચે ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે 91 વનડે મેચ રમાઈ છે. જેમાંથી સૌથી વધારે સાઉથ આફ્રીકા ક્રિકેટ ટીમે 50 વનડેમાં અને ભારતીય ટીમે 38 વનડેમાં જીત મેળવી છે. 3 મેચ પરિણામ વગરની રહી હતી.

  • 30 Nov 2023 08:46 PM (IST)

    બ્રેકિંગ ન્યૂઝ : દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અમદાવાદના આ પ્લેયરે કાઢ્યું કાઠુ

    ભારતીય ટીમ 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20 શ્રેણી રમવા માટે મેદાનમાં ઉતરશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે સમાન સંખ્યાની મેચોની વનડે શ્રેણી પણ રમાશે. છેલ્લે, આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

    વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિની આ ભારતીય ટીમની બીજી શ્રેણી હશે, આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી, જેમાં તેણે 1-0થી જીત મેળવી હતી. આ સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં રોહિત શર્મા કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે, જ્યારે ટીમ લાંબા સમય બાદ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી સામે આવી છે.

  • 30 Nov 2023 08:46 PM (IST)

    આ બાજુ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત, બીજી તરફ ચેતેશ્વર કયો લોડ લઈ રહ્યો હતો ?

    વિશ્વકપ હાર બાદ હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ત્યારે વનડે માટે રોહિત શર્માની જગ્યાએ KL રાહુલ કેપ્ટન તરીકે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ મળતી માહિતી અનુસાર T20માં હાર્દિક પંડયાને સ્થાને સૂર્ય કુમાર યાદવને ટી20 ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી સાથે શરૂ થશે. આ દરમ્યાન સાઉથ આફ્રીકાના પ્રવાસમાં ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. મળતી માહિતી અનુસાર આ મેચ માટે ઓલરાઉન્ડર ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. ચેતેશ્વર પૂજારાએ છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રમ્યો હતો. જોકે આ વચ્ચે મહત્વની વાત એ છે કે સાંજે 5:53 ના સમયે ટીમની જાહેરાત થઈ ત્યારે ચેતેશ્વર પૂજારા કોઈક અલગ જ દુનિયામાં હતા.

  • 30 Nov 2023 07:22 PM (IST)

    PM મોદી UAE જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAE જવા રવાના થઈ ગયા છે. વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. PM આવતીકાલે સાંજ સુધીમાં ભારત પરત ફરશે.

  • 30 Nov 2023 07:19 PM (IST)

    P-MARQ સર્વેઃ રાજસ્થાનમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ રહેવાનો અંદાજ

    P-MARQ સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 105થી 125 બેઠકો મળવાની આશા છે. જ્યારે શાસક પક્ષ કોંગ્રેસને 69થી 91 બેઠકો મળવાની ધારણા છે. 25 નવેમ્બરે રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું.

  • 30 Nov 2023 07:15 PM (IST)

    તેલંગાણામાં મામલો ફસાઈ શકે છે

    સ્ટ્રેટપોલનો સર્વે – તેલંગાણામાં કોંગ્રેસને 49-59 બેઠકો મળવાની ધારણા છે, શાસક પક્ષ BRSને 48-58 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 5-10 બેઠકો મળી શકે છે. તે જ સમયે, AIMIMને 6-8 બેઠકો મળી શકે છે. રાજ્યમાં કુલ 119 વિધાનસભા બેઠકો છે.

  • 30 Nov 2023 06:51 PM (IST)

    આજના ચાણક્ય સર્વેમાં છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે

    ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 57 અને ભાજપને 33 સીટો મળવાની ધારણા છે. જોકે, અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે જ જાહેર થશે.

  • 30 Nov 2023 06:35 PM (IST)

    C મતદારઃ છત્તીસગઢમાં ભાજપને લીડ મળી રહી છે

    સી વોટર સર્વેના અનુમાન મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 41-53 બેઠકો, ભાજપને 36-48 બેઠકો મળવાની ધારણા છે. ચૂંટણીના અંતિમ પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.

  • 30 Nov 2023 06:34 PM (IST)

    જન કી બાત સર્વેઃ રાજસ્થાનમાં ભાજપની વાપસી થઈ શકે છે

    જન કી બાત સર્વે મુજબ રાજસ્થાનમાં ભાજપની વાપસીની અપેક્ષાઓ છે. ભાજપને 100-122 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે કોંગ્રેસને 62-85 બેઠકો મળવાની સંભાવના છે.

  • 30 Nov 2023 06:33 PM (IST)

    આજના ચાણક્ય સર્વેમાં છત્તીસગઢમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે

    ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ છત્તીસગઢમાં કોંગ્રેસને 57 અને ભાજપને 33 સીટો મળવાની ધારણા છે. જોકે, અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે જ જાહેર થશે.

  • 30 Nov 2023 06:14 PM (IST)

    Assembly Election Exit Polls LIVE પોલસ્ટ્રેટ સર્વેમાં રાજસ્થાનમાં ભાજપની બહુમતીનો અંદાજ

    પોલસ્ટ્રેટના સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 110-110 બેઠકો મળવાની આશા છે. જ્યારે, કોંગ્રેસને 90-100 બેઠકો મળી શકે છે. અન્યને 5-15 બેઠકો મળી શકે છે.

  • 30 Nov 2023 06:12 PM (IST)

    Assembly Election Exit Polls LIVE પોલસ્ટ્રેટ સર્વેમાં MPમાં ભાજપને 106-116 બેઠકો, કોંગ્રેસને 111-121 બેઠકો

    પોલસ્ટ્રેટના સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપને 106-116 બેઠકો મળવાની આશા છે. બીજી તરફ, કોંગ્રેસને 111 થી 121 બેઠકો મળી શકે છે જ્યારે અન્યને 0-6 બેઠકો મળવાની ધારણા છે.

  • 30 Nov 2023 06:01 PM (IST)

    Assembly Election Exit Polls LIVE રાજસ્થાનમાં ભાજપને 100-110 બેઠકો મળવાની ધારણા, કોંગ્રેસને 90-100 બેઠકો મળવાની ધારણા

    પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં ભાજપને 100-110 બેઠકો મળવાની ધારણા, કોંગ્રેસને 90-100 બેઠકો મળવાની ધારણા છે.

  • 30 Nov 2023 05:45 PM (IST)

    AXIS MY INDIA એક્ઝિટ પોલ: કોંગ્રેસ છત્તીસગઢમાં આગળ, 40-50 બેઠકો મળવાની ધારણા

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના અંદાજો આવવા લાગ્યા છે. AXIS MY INDIA ના સર્વે અનુસાર છત્તીસગઢમાં બીજેપીને 36-46 સીટો મળવાની આશા છે. જ્યારે, કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આશા છે. જ્યારે અન્યને 1-5 બેઠકો મળવાની ધારણા છે.

  • 30 Nov 2023 05:43 PM (IST)

    મધ્યપ્રદેશમાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે

    મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી શકે છે. સર્વે મુજબ કોંગ્રેસ રાજ્યમાં 111 થી 121 સીટો જીતી શકે છે. જ્યારે, શાસક પક્ષ ભાજપને 106-116 બેઠકો મળવાની ધારણા છે.

  • 30 Nov 2023 05:09 PM (IST)

    દુશ્મનોની ખેર નહી, IAFની તાકાત વધશે, 97 તેજસ અને 150 પ્રચંડ હેલિકોપ્ટરની ખરીદીને મળી મંજૂરી

    ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને વધુ બળ આપવાના ભાગરૂપે, સંરક્ષણ બોર્ડે 97 વધારાના તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટેક હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત છે અને આ સોદાઓની કિંમત લગભગ 1.1 લાખ કરોડ રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021 માં, સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 83 તેજસ MK-1A એરક્રાફ્ટ ખરીદવા માટે સરકાર સંચાલિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે રૂ. 48,000 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

  • 30 Nov 2023 03:50 PM (IST)

    તેલંગાણામાં બપોરે 3 વાગ્યા સુધી 51.89 ટકા મતદાન

    તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધી તેલંગાણા રાજ્યમાં 51.89 ટકા મતદાન નોંધાયું છે. તેલંગાણાની 119 સીટો પર આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

  • 30 Nov 2023 03:49 PM (IST)

    મની લોન્ડરિંગ કેસમાં EDએ શ્રીનગરમાં 6 સ્થળોએ પાડ્યા દરોડા

    મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શ્રીનગરમાં 6 સ્થળો પર દરોડા પાડ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ દરોડા નકલી ઝેલમ નદી કો ઓપરેટિવ હાઉસ બિલ્ડીંગ સોસાયટીના નામે રૂ. 250 કરોડથી વધુની બેંક છેતરપિંડીના કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આજે શ્રીનગરમાં J&K બેંકના તત્કાલીન ચેરમેન અને સોસાયટીના ટ્રસ્ટીઓના પરિસર સહિત 6 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

  • 30 Nov 2023 12:13 PM (IST)

    ખેડા જિલ્લા વિસ્તારમાં 5 લોકોના શંકાસ્પદ મૃત્યુ અંગે DGP વિકાસ સહાયનું નિવેદન

    • ગઈકાલથી ખેડા પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે
    • આયુર્વેદિક દવાના કારણે મૃત્યુ થયા હોવાની આશંકા છે
    • 3 લોકોના મૃત્યુ આયુર્વેદિક દવા પીવાથી થયાનું સામે આવ્યું છે
    • 2 લોકોએ આવી સીરપ પીધી ના હોવાનું પણ સામે આવ્યું છે
    • 50થી55 લોકોએ આવી આયુર્વેદિક દવા પીધી હતી તેમની તપાસ કરવામાં આવી છે
    • ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા 12 ટકા આલ્કોહોલ અંગે એક પત્ર લખાયો હતો
    • મોટા પ્રમાણમાં આયુર્વેદિક સીરપ પકડાઈ હતી તે સંદર્ભે આ પત્ર લખાયો છે
    • સિરપના વેચાણ અંગે તપાસ ચાલી રહી છે
    • ફૂડ એન્ડ ડ્રગ ના નિયમ મુજબ કંઈ ખોટું થયું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ લાગતું નથી
    • રાજ્યમાં વેચતા આવા સીરપ અંગે તપાસ કરીશું
    • જરૂર જણાશે તે મુજબ આવા દ્રવ્યોના વેચાણ માટેના નિયમો પણ ઘડાશે
  • 30 Nov 2023 11:20 AM (IST)

    મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાનો મામલો

    • આરોપી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં
    • ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ છે તેની રાહ જુઓ : સુપ્રીમ કોર્ટ
    • 12 ડિસેમ્બર ના રોજ જયસુખ પટેલ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
    • હાલ સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવા કર્યો ઇન્કાર
  • 30 Nov 2023 10:24 AM (IST)

    ટાટાના IPOની ધમાકેદાર એન્ટ્રી, ભાવ ₹1200ને પાર

    વર્ષ 2004માં TCSના લિસ્ટિંગ પછી હવે ટાટા ટેકના શેરોએ આજે ​​સ્થાનિક બજારમાં સફળ એન્ટ્રી કરી છે. 19 વર્ષમાં આ પ્રથમ વખત હતો જ્યારે ટાટાનો IPO ખોલવામાં આવ્યો હતો અને ઓફર ફોર સેલ ઇશ્યૂ હોવા છતાં, તેને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. એકંદરે તે 69 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. IPO હેઠળ રૂ. 500ના ભાવે શેર જારી કરવામાં આવ્યા છે. આજે તે BSE પર રૂ. 1199.95ના ભાવે દાખલ થયો છે, જેનો અર્થ છે કે IPO રોકાણકારોને 139.99 ટકા (ટાટા ટેક લિસ્ટિંગ ગેઇન)નો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

  • 30 Nov 2023 09:19 AM (IST)

    મોહમ્મદ અઝહરુદ્દીને જુબિલી હિલ્સ વિસ્તારમાં મતદાન કર્યું

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ અઝહરુદ્દીને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પોતાનો મત આપ્યો. વોટિંગ કર્યા બાદ અઝહરુદ્દીને કહ્યું કે વોટ આપવો જરૂરી છે. જો તમે વોટ નહીં આપો તો તમને સવાલ કરવાનો કોઈ અધિકાર નથી.

  • 30 Nov 2023 09:06 AM (IST)

    પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક અકસ્માત, 9 થી વધુ લોકો ઘાયલ

    • પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક અકસ્માતમાં 9 થી વધુ લોકો ઘાયલ
    • કાર ચાલકે અન્ય બે કારને ટક્કર મારતા 9 થી વધુ લોકો ઘાયલ
    • કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાક લોકો તેમા ફસાયા હતા
    • અકસ્માત કરનાર કારચાલક અકસ્માત સર્જી કાર મુકી ફરાર
    • કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર નીકાળવા લોકોએ કવાયત હાથ ધરી
    • ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા
  • 30 Nov 2023 08:58 AM (IST)

    સશક્તિકરણ માટે મત આપો, તુષ્ટિકરણ માટે નહીં – અમિત શાહ

    મતદાન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબ તરફી સરકાર જ તેલંગાણાની સમૃદ્ધિ માટે નિઃસ્વાર્થપણે કામ કરી શકે છે. હું તેલંગાણાના લોકોને એવી સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા અપીલ કરું છું કે જેની પ્રાથમિકતા સશક્તિકરણ છે, તુષ્ટિકરણ નહીં.

  • 30 Nov 2023 08:53 AM (IST)

    અભિનેતા અલ્લુ અર્જુને હૈદરાબાદમાં મતદાન કર્યું

    અભિનેતા અલ્લુ અર્જુન તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં પહોંચ્યો હતો.

  • 30 Nov 2023 08:50 AM (IST)

    અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું નિધન

    અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું બુધવારે 100 વર્ષની વયે અવસાન થયું.

  • 30 Nov 2023 08:34 AM (IST)

    મોરબી ઝૂલતો પુલ તૂટવાનો કેસ

    • આરોપી જયસુખ પટેલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
    • મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાંથી જામીન મેળવવા માટે કરી છે અરજી
    • અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે હંગામી અને નિયમિત જામીન અરજી કરી હતી
    • ઓકટોબર 2022માં કેબલ બ્રિજ તૂટી પડવાના કારણે 135 થી વધુ લોકોના થયા હતા મોત
    • SIT નાં રિપોર્ટમાં પણ ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી આવી છે સામે
    • ઓરેવાં કંપનીનાં સંચાલક છે જયસુખ પટેલ
    • કેબલ બ્રિજનું સંચાલન અને સમારકામની જવાબદારી સંભાળી રહ્યું હતું ઓરેવા
  • 30 Nov 2023 08:26 AM (IST)

    સચિન GIDC બ્લાસ્ટ ઘટના, સાત પૈકીના છ કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા

    • સુરતમાં સચિન GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનાનો મામલો
    • ગુમ થયેલા સાત પૈકીના છ કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા
    • તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
    • મામલતદાર, જીપીસીબી,પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ માટે પહોંચ્યો
  • 30 Nov 2023 07:58 AM (IST)

    અફઘાનિસ્તાન ભારતમાં તેનું દૂતાવાસ ફરીથી ખોલશે, 24 નવેમ્બરે બંધ કરવામાં આવ્યું હતું

    અફઘાનિસ્તાન ફરીથી ભારતમાં પોતાનું દૂતાવાસ ખોલવા જઈ રહ્યું છે. તાલિબાન સરકારમાં વિદેશ બાબતોના નાયબ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈએ આ માહિતી આપી છે. સ્ટેનિકઝાઈએ કહ્યું કે અફઘાનિસ્તાન ટૂંક સમયમાં ભારતમાં તેનું દૂતાવાસ ખોલશે. તમને જણાવી દઈએ કે ભારતમાં અફઘાન દૂતાવાસે 24 નવેમ્બરે એક નિવેદન જાહેર કરીને સત્તાવાર રીતે પોતાના રાજદ્વારી મિશનને બંધ કરવાની જાહેરાત કરી હતી.

  • 30 Nov 2023 07:47 AM (IST)

    આ વખતે ચૂંટણી લડી રહેલા મુખ્ય ઉમેદવારો

    આ વખતે ચૂંટણી લડનારા અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ, ભાજપના ત્રણ લોકસભા સભ્યો અને કોંગ્રેસના ત્રણ લોકસભા સભ્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી અને ભાજપના વરિષ્ઠ નેતા ઇ રાજેન્દ્ર બે-બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.

  • 30 Nov 2023 07:32 AM (IST)

    મતદાન કરીને લોકશાહીના તહેવારને મજબૂત બનાવો- PM મોદી

    તેલંગાણામાં મતદાન વચ્ચે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે, હું તેલંગાણામાં મારા ભાઈ-બહેનોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવાની અપીલ કરું છું. “હું ખાસ કરીને યુવાનોને, ખાસ કરીને પ્રથમ વખતના મતદારોને તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.”

  • 30 Nov 2023 07:05 AM (IST)

    તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન શરૂ, 2290 ઉમેદવારો મેદાનમાં છે

    તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં 2290 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

  • 30 Nov 2023 06:37 AM (IST)

    119 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન

    તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યમાં કુલ 2290 ઉમેદવારો મેદાનમાં છે. તેલંગાણામાં આજે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે, ગુરુવારે સાંજે મતદાન અધિકારીઓ EVM અને VVPAT સાથે રવાના થયા હતા. ચૂંટણી પંચે જરૂરિયાતના આધારે રિટર્નિંગ ઓફિસરોને 75464 બેલેટ યુનિટ (EVM), 44828 કંટ્રોલ યુનિટ અને 49460 VVPAT સોંપ્યા છે.

Published On - Nov 30,2023 6:35 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">