12 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : રામ મંદિર પછી પીએમ મોદી અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર લોકાર્પણ કરશે
આજે 12 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
બિહારમાં આજે બિહાર વિધાનસભામાં નીતિશ કુમારની નવી સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો છે. પરંતુ તે પહેલા તમામ પાર્ટીઓ પોતાના ધારાસભ્યોની કસોટી કરી રહી છે. જેડીયુ ભોજન સમારંભના બહાને પોતાના ધારાસભ્યોની ગણતરી કરી રહી છે. ભારત સરકાર આજે ફરી એકવાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મળવા માટે પત્ર મોકલ્યો છે. આ બેઠક ચંદીગઢમાં સાંજે 5 વાગ્યે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે.
જયંત ચૌધરી આજે બાગપતમાં પિતા અજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરશે. છપૌલી સાથે જનતાની લાગણી જોડાયેલી છે, જે ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને તેમના પુત્ર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજીત સિંહનું કાર્યસ્થળ હતું. ચૌધરી જયંત સિંહ અજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરવા માટે આયોજિત રેલીમાં પોતાની તાકાત બતાવીને લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…
LIVE NEWS & UPDATES
-
રામ મંદિર પછી પીએમ મોદી અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 13 ફેબ્રુઆરીએ UAEની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. જ્યાં તેઓ બીએપીએસના મંદિરનું ઉદ્ઘાટન કરશે, આ સિવાય પીએમ તેમની મુલાકાત દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને પણ મળશે.
-
અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગે ફટાકડા ફોડતા લાગી આગ
ભરૂચના અંકલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા આગ લાગી હતી. વાલિયા રોડ પર આવેલ ઓમકાર એકઝોટિકા નજીક ખુલ્લા પ્લોટમાં ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હતી. ફટાકડાની ચિંગારી ઘાસ પર પડતાં ખુલ્લા પ્લોટમાં આગ ફેલાઈ ગતી. જો કે આગ પર કાબુ મેળી લેવાયો હતો.
-
-
રાજકોટમાં ઈંગ્લેન્ડના ખેલાડીને પડી ઇમિગ્રેશનની મુશ્કેલી, એરપોર્ટથી બહાર ના નીકળવા દિધો
ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીને હિરાસર એરપોર્ટ ખાતે ઇમિગ્રેશનમાં મુશ્કેલી પડી હતી. જેના કારણે તેને એરપોર્ટની બહાર નીકળવા દિધો નહોતો. ટીમ ઇંગ્લેન્ડના ખેલાડી રેહાન અહેમદને સિંગલ એન્ટ્રી વિઝા હોવાના કારણે ઇમિગ્રેશનમાં મુશ્કેલી પડી હતી. જો કે કેપ્ટન બેન સ્ટોક્સ રેહાનની સાથે રહ્યાં હતા અને અન્ય ખેલાડીઓ પણ હોટલમાં જવાના બદલે, હિરાસર એરપોર્ટ પર જ રોકાઈ રહ્યાં હતા. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્રારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈગ્લેન્ડના ખેલાડીઓને લઈને હિરાસર એરપોર્ટ પર 5:20 આસપાસ ફ્લાઈટ લેન્ડ થઈ હતી. 6:50 આસપાસ ટીમ રાજકોટ હોટલ ફોર્ચ્યુન ખાતે આવવા રવાના થઈ હતી.
-
બિહારમાં જેડીયુના ધારાસભ્ય બીમા ભારતીના પતિની ધરપકડ, ધારાસભ્ય પર લાગ્યો હતો RJD સાથે સાંઠગાંઠનો આરોપ
બિહાર પોલીસે જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીના પતિ અવધેશ મંડલની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અવધેશ મંડલની પોલીસે સોમવારે સવારે અટકાયત કરી હતી અને હવે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
-
ગુજરાતીઓ અંગે તેજસ્વી યાદવે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે
ગુજરાતીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. તેજસ્વી યાદવે તેમની સામે અમદાવાદમાં ચાલી રહેલા કેસને ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેજસ્વી યાદવ સામે ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ એવા નિવેદનને કારણે તેમની સામે ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. SCમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેજસ્વીએ પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે.
-
-
ભાજપે રાજસ્થાન રાજ્યસભા માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા
ભાજપે રાજસ્થાન રાજ્યસભા માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ રાજસ્થાનથી ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
-
હલ્દવાની હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિકને નુકસાનની ભરપાઈ કરવા તંત્રે ફટકારી રૂ. 2.44 કરોડની નોટિસ
હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે, અબ્દુલ મલિકને નોટિસ મોકલી છે. હલ્દવાની હિંસાના માસ્ટરમાઇન્ડ કહેવાતા અબ્દુલ મલિકને હિંસા-તોફાનમાં થયેલા નુકસાન અંગે ભરપાઈ કરવા માટે 2.44 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. અબ્દુલ મલિકને નુકસાનની ભરપાઈ કરવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ નુકસાનમાં સરકારી વાહનો અને હિંસામાં નુકસાન પામેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેની વિગતો નોટિસમાં સામેલ છે.
-
આબુરોડ અંબાજી ચાર રસ્તા પર હિટ એન્ડ રનમાં નવ લોકો ઈજાગ્રસ્ત
રાજસ્થાનના આબુરોડ પાસે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ચાર લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આબુરોડ અંબાજી ચાર રસ્તા પર, એક કાર ચાલકે પકોડીની લારી અને બાઈકોને અડફેટે લીધા હતા. કારની અડફેટે આવતા કુલ નવ લોકોને ઈજા પહોચી હતી. જેમાંથી ચાર લોકોની હાલત નાજુક ગણાવાઈ છે. ઘાયલોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે.
-
ખેડૂતોએ શરૂ કરી દિલ્હી તરફ કૂચ, ઝડોદા કલાન બોર્ડર સીલ, કલમ 144 લાગુ, દિલ્હી પોલીસ અને CRPF તહેનાત
હરિયાણા અને પંજાબના ખેડૂત સંગઠનોના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા નીકળ્યા છે. પંજાબના બિયાસથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે હરિયાણા તરફ રવાના થયા છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને ઝડોદા કલાન બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. ડીસીપી અંકિત સિંહે કહ્યું કે, કલમ 144 લગાવી દેવામાં આવી છે. લોકોને સમૂહમાં આવવા, ટ્રેક્ટર-ટ્રોલી લાવવા અથવા કોઈપણ પ્રકારના હથિયાર લાવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ ફોર્સ, CRPF વગેરેને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
-
જીસીએના ક્રિકેટરો 25થી ઓછી રણજી મેચ રમ્યા હોય તેમના પેન્શનમાં 25 ટકા વઘારો
ગુજરાત ક્રિકેટ એસોસિએશનની આજે મળેલી 87 મી વાર્ષિક સામાન્ય સભામાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લાના ક્રિકેટને આગળ લાવવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તો બીસીસીઆઇની મેચો જે જિલ્લામાં રમાય ત્યાં 90 ટકા ફી રકમ ડિસ્ટ્રિક્ટ એસો ને આપવા નિર્ણય લેવાયો છે.
ગ્રાઉન્ડ અને ઈન્ફ્રા માટે સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. જિલ્લાના ક્રિકેટ કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. 25 થી ઓછી રણજી મેચ રમેલા GCA ના ક્રિકેટરોના પેન્શનમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તો સાથોસાથ મહિલા ક્રિકેટને બીસીસીઆઇ હેઠળ આવરવામાં આવ્યા બાદ મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ મળશે પેન્શન આપવાનો નિર્ણય લેવાયો છે. આજની આ બેઠકમાં બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ અને GCA પ્રમુખ ધનરાજ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.
-
ઈન્ડિયા ગઠબંધનને વધુ એક મોટો ઝટકો, જયંત ચૌધરીની પાર્ટી NDAમાં સામેલ
રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ જયંત ચૌધરી NDAમાં જોડાઈ ગયા અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. એનડીએમાં સામેલ થવા અંગે જયંત ચૌધરીએ કહ્યું કે આ નિર્ણય પાછળ તેમના લોકોનું કલ્યાણ છે. અમારે બહુ ઓછા સમયમાં આ નિર્ણય લેવાનો હતો.
-
નીતિશ સરકારે બહુમતી સાબિત કરી, તેજસ્વીનો થયો ફિયાસ્કો
બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે બહુમતી સાબિત કરી છે. નીતિશ કુમાર સરકારની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા. આ સાથે જ તેજસ્વી યાદવની વાતનો ફિયાસ્કો થયો છે.
-
અશોક ચવ્હાણે રાજીનામા બાદ કહ્યું- હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી
કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ બાદ અમરનાથ રાજુરકરે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે અશોક ચવ્હાણે રાજીનામા બાદ કહ્યું- હું કોઈ પાર્ટીમાં જોડાયો નથી.
-
અશોક ચવ્હાણ બાદ અમરનાથ રાજુરકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ બાદ અમરનાથ રાજુરકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજુરકર અશોક ચવ્હાણના નજીકના સહયોગી છે.
-
હેમંત સોરેનની ધરપકડ કેસ, હાઈકોર્ટમાં આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થશે
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થશે. હાઈકોર્ટે EDને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
-
અમદાવાદ SVP એરપોર્ટ પર બોગસ પાસપોર્ટ સાથે આવેલો મુસાફર ઝડપાયો
- કતાર એરવેઝની ફ્લાઈટમાં કતારથી અમદાવાદ આવ્યો યુવક
- નરહરીકુમાર પટેલ નામનાં યુવકની બોગસ પાસપોર્ટ સાથે ધરપકડ
- મોહમદ વાસીદ ગોરીના નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ
- ઈમીગ્રેશન વિભાગે ઝડપી એરપોર્ટ પોલીસને સોંપ્યો
-
મોરબી ટંકારા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા
- તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર દેવવ્રત પણ ઉપસ્થિત
- ટંકારા ખાતે ચાલી રહેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની 200 મી જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રપતિ ટંકારા પહોંચ્યા
- છેલ્લા બે દિવસથી ટંકારા ખાતે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
-
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની દિલ્હી ખાતે યોજશે મહત્વપૂર્ણ બેઠક
- બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ રહેશે હાજર
- 17 ફેબ્રુઆરીએ સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી અડ્ડાની અધ્યક્ષતામાં મળશે બેઠક
- તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ પ્રદેશ પ્રભારી સહ પ્રભારી પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ મહામંત્રી સંગઠન લોકસભા ક્લસ્ટર પ્રભારી તથા તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બેઠકમાં રહેશે હાજર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને આપશે માર્ગદર્શન
- ભાજપે તમામ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ તથા મહામંત્રીઓને તેમના રાજ્યની વર્તમાન તથા રાજકીય સ્થિતિ પર રિપોર્ટ તૈયાર કરવા આપી હતી સૂચના
- સંગઠનની કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે થશે ચર્ચા
-
મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણનો કેસ
- મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણનો કેસ
- મૌલાના મુફ્તી સલમાન ને મોડાસા લવાયો
- કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે લીધો કબજો
- ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરાશે
- 24 ડિસેમ્બરના રોજ મોડાસામાં કર્યું હતું ભડકાઉ ભાષણ
-
દિલ્હીમાં કલમ 144 લાગુ, તમામ સરહદો સીલ, પોલીસ એલર્ટ
દિલ્હીની સરહદો હાલમાં સીલ કરવામાં આવી છે. સિંધુ બોર્ડર હોય, ટિકરી હોય કે ગાઝીપુર બોર્ડર, તમામ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ખેડૂતો પંજાબ અને હરિયાણા છોડી ગયા છે. 1500 થી 2000 ટ્રેક્ટર ટ્રોલીઓ આવવાની શક્યતા છે. આમાં વિવિધ રાજ્યોમાંથી 15 થી 20 હજાર ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી શકે છે, તેથી દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
-
સુરતથી અયોધ્યા જતી આસ્થા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના
- સુરતથી અયોધ્યા જતી આસ્થા એક્સપ્રેસ પર પથ્થરમારાને લઈને કલમ 154 રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
- ઈશ્વર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
- જ્યારે રવિન્દ્ર નામનો અન્ય એક વ્યક્તિ કસ્ટડીમાં છે
- બંનેની પૂછપરછ દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર ઈશ્વર પોતાને માનસિક દર્દી ગણાવે છે.
- રવિન્દ્ર વિશે વધુ માહિતી નથી.સૂત્રો અનુસાર, ઈશ્વર નાંદેડનો રહેવાસી છે.
- પથ્થરમારો બાદ જીઆરપી આરપીએફ ધરપકડ કરવા ગઈ હતી અને તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બાબુલાલ નામના
- કર્મચારીને પગમાં પથ્થર વાગ્યો હતો.
- આરપીએફએ સ્ટેશનમાં એફઆઈઆરના રૂપમાં કેસ નોંધ્યો છે
- બંને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે
- બંને ટ્રેક પાસેની ઝાડીઓમાં છુપાયા હતા જ્યાંથી તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
- પથ્થરમારાની ઘટના બાદ ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જોકે અધિકારીઓનું કહેવું છે કે તે સમયે માત્ર 2થી 4 પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પરંતુ આરપીએફ અને જીઆરપીએ સંયુક્ત કાર્યવાહી કરીને બંનેને કસ્ટડીમાં લીધા હતા.
-
સુરતઃ અયોધ્યા જવા રવાના થયેલી આસ્થા ટ્રેન પર પથ્થરમારો
- મહારાષ્ટ્રના નંદુરબાર નજીક રાત્રે 10.45 કલાકે પથ્થરમારાની ઘટના
- ટ્રેન પર પથ્થરમારો થતાં સર્જાયો હતો અફરાતફરીનો માહોલ
- પથ્થરમારા સમયે આસ્થા ટ્રેનમાં સવાર હતા 1,340 મુસાફરો
- નંદુરબાર રેલવે પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
- લોકસભા મતવિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી
- 3 જાહેરસભામાં કરશે સંબોધન
- સવારે 10 વાગ્યાથી શરૂ થશે લોકાર્પણના કાર્યક્રમો
- Amc દ્વારા થલતેજ વોર્ડમાં તૈયાર કરાયેલો સામૂહિક આરોગ્ય કેન્દ્રનો કરશે લોકાર્પણ
- ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત એએમસી દ્વારા તૈયાર કરાયેલા ઇ ડબલ્યુ એસ આવાસોના કરશે લોકાર્પણ
- અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલ વાડજ શાળાનો લોકાર્પણ
- ત્યાં એક માર્ગનો પણ કરશે લોકાર્પણ
- અમદાવાદના વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુરત 11:15 એ વાડજ ખાતે કરશે જાહેર સભાને કરશે સંબોધન
- બપોરે બે વાગ્યે જેતલપુર નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઉદ્ઘાટન સમારોહમાં આપશે હાજરી
- સાંજે 4:30 વાગે છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયમ લિગનું કરાવશે ઉદ્ઘાટન
-
હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી
પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થશે. સોરેને ધરપકડને ખોટી અને નિયમો વિરુદ્ધ ગણાવી છે. છેલ્લી સુનાવણી દરમિયાન EDએ હેમંત સોરેનના આરોપોનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.
-
ધુમ્મસના કારણે IGI એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ મોડી પડી હતી
દિલ્હીમાં ધુમ્મસ વચ્ચે ઓછી વિઝિબિલિટીના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો.
#WATCH | Delhi: Several flight operations delayed at IGI airport due to low visibility amid the fog. pic.twitter.com/ygnXXQc4BT
— ANI (@ANI) February 12, 2024
-
ભારત સરકાર આજે ફરી ખેડૂત સંગઠનો સાથે બેઠક કરશે
ભારત સરકાર આજે ફરી એકવાર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મળવા માટે પત્ર મોકલ્યો છે. આ બેઠક ચંદીગઢમાં 12મી ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે.
Published On - Feb 12,2024 7:20 AM