AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દેશમાં ભૂકંપના આંચકા વધ્યા, 2023માં 124 વખત ધરતી ધ્રૂજી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2023 | 11:42 PM
Share

આજે 6 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

6 ડિસેમ્બરના મહત્વના સમાચાર : દેશમાં ભૂકંપના આંચકા વધ્યા, 2023માં 124 વખત ધરતી ધ્રૂજી
Gujarat latest live news and Breaking News today 08 February 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

તમિલનાડુ અને પુડુચેરીમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. 118 ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના જન્મસ્થળ શાહી ઈદગાહ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે હિન્દુ સંગઠનોના નેતાઓએ જલાભિષેક અને દીવાનું દાન કરવાની જાહેરાત કરી છે. દિલ્હી હાઈકોર્ટ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી કરશે જેમાં તેણે મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની સામે નોંધાયેલ કેસને રદ કરવાની વિનંતી કરી છે.

બાબા સાહેબની પુણ્યતિથિના અવસર પર માયાવતી નોઈડા અને લખનૌમાં શક્તિ પ્રદર્શન કરશે. કોર્ટે દિલ્હી પોલીસને બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપ ઘડવા કે કેમ તે નક્કી કરવા માટે આજ સુધીનો સમય આપ્યો હતો. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Dec 2023 11:41 PM (IST)

    દેશમાં ભૂકંપના આંચકા વધ્યા, 2023માં 124 વખત ધરતી ધ્રૂજી

    દેશમાં ભૂકંપની સંખ્યા બમણી થઈ ગઈ છે. નવેમ્બર 2023 સુધીમાં દેશમાં કુલ 124 ભૂકંપ આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા – 2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે.

  • 06 Dec 2023 09:58 PM (IST)

    અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં CM રહ્યા હાજર

    • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
    • સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજયકક્ષા મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈનની ઉપસ્થિતિ
    • અમદાવાદ, પાવાગઢ, અંબાજી અને બહુચરાજી ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી
    • ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ,પરંપરાઓ,પ્રાદેશિક નૃત્યો મળીને કુલ 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં સમાવિષ્ટ
  • 06 Dec 2023 08:06 PM (IST)

    કાંકરેજના થરામા હાઇવેના સર્વિસ રોડ આસપાસ દબાણો દૂર કરવા માટે આપી નોટિસ

    • નેશનલ હાઇવે ઓથોરિટીએ આપી દબાણ દૂર કરવાની નોટિસ
    • લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને દબાણ દૂર કરવા નોટિસ આપી
    • લારી- ગલ્લા અને પાથરણાવાળાએ કરી થરા નગરપાલિકામાં કરી રજૂઆત
    • વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરાઇ
    • વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી દબાણ દૂર ન કરવા લારી ગલ્લાવાળાઓની માંગ
    • હાઇવે ઓથોરિટીને કોઈ કાર્યવાહીન કરવા કરી માંગ
    • કાંકરેજના કોંગ્રસના ધારાસભ્ય અમૃત ઠાકોર આવ્યા લારી ગલ્લા વાળાઓની મદદે
    • ધારાસભ્યએ બનાસકાંઠાના રાષ્ટ્રીય રાજમાર્ગના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લખ્યો પત્ર
    • વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી દબાણો દૂર ન કરવા પત્ર લખ્યો
  • 06 Dec 2023 06:49 PM (IST)

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસ, NIAને સોંપવામાં આવી શકે છે તપાસ

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. NIAની ચાર સભ્યોની ટીમ જયપુર જઈ શકે છે.

  • 06 Dec 2023 06:41 PM (IST)

    રાજકોટ રૂરલ SOGની ગાંજાને લઇને કાર્યવાહી

    • રૂરલ SOGની ગાંજાને લઇને કાર્યવાહી
    • જસદણ વિછીંયા પંથકમાં ગાંજાને લઇને તપાસ
    • ત્રણ ખેતરોમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
    • આ અંગે વધુ કાર્યવાહી ચાલી રહી છે.
  • 06 Dec 2023 05:59 PM (IST)

    બિલોદરામાં નશાકારક સિરપથી મોતનો મામલો, આરોપીના પિતા સાકળ સોઢાનો પણ સીરપે લીધો ભોગ

    • સિરપકાંડના આરોપીના પિતા સાકળ સોઢાનો પણ સીરપે લીધો ભોગ
    • પિતાની અંતિમવિધિમાં પહોંચ્યો આરોપી કિશોર સોઢા અને ઈશ્વર સોઢા
    • પિતાના મૃતદેહને આપ્યો બંને આરોપી ભાઈઓએ અગ્નિદાહ
    • બિલોદરાના હરિઓમ આશ્રમ પાસે શેઢી નદી કાંઠે કરાઈ અંતિમવિધિ
    • અંતિમવિધિમાં ગ્રામજનો અને પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા
    • સીરાપના કારણે સાંકળભાઈ સોઢાનું આજે થયું છે મોત
    • આરોપી કિશોર અને ઈશ્વર સોઢાના પિતાનું આજે થયું છે મોત
    • અમદાવાદ સીવીલ ખાતે આજે થયું હતું સાંકળ સોઢાનું મોત
    • નડીઆદ કોર્ટમાં બંન્ને આરોપીઓએ અંતિમવિધિમાં હાજરી માટે માંગી હતી પરવાનગી
    • નડીઆદ ગ્રામ્ય પોલીસ બન્ને આરોપીઓને લઈ પહોંચી હતી બિલોદરા
    • અંતિમવિધિ દરમિયાન ગમગીનીનો માહોલ
    • નશાકારક સિરપથી મોતનો આંકડો 7 પર પહોંચ્યો
  • 06 Dec 2023 05:36 PM (IST)

    ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયું

    • રવિ પાકના પિયત માટે છોડાયું પાણી
    • કુલ 6 પાણ માટે છોડવામાં આવ્યું પાણી
    • ધોરાજી, ઉપલેટા, માણાવદરના ગામોને થશે લાભ
    • ડુંગળી, લસણ, ઘઉં,ચણા, જીરું સહિતના પાકોને થશે લાભ
    • કુલ 100 ક્યુસેક પાણી કેનાલ મારફત છોડવામાં આવ્યું
  • 06 Dec 2023 05:04 PM (IST)

    સુરત કામરેજના ધોરણ પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત

    • મુંબઈ – અમદાવાદ હાઇવે ઉપર સર્જાયો અકસ્માત
    • રોડ પર ઉભેલા ટેન્કર પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ
    • અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત
    • અકસ્માતને લઈ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 06 Dec 2023 05:02 PM (IST)

    બનાસકાંઠા ધાનેરામાં લીલા લાકડાનો કાળો કારોબાર કરતા ઇસમો બન્યા બેફામ

    ધાનેરાના રેલવે ઓવર બ્રિજ પર ઓવરલોડ ભરેલા લીલા લાકડાના ટ્રેક્ટર માંથી લાકડાઓ રોડ પર પડતાં વાહન ચાલકો અટવાયા

    ઓવરલોડ ટ્રેકટરમાંથી રોડ પર લાકડાઓ પડતા મોટી જાન હાનિ ટળી

    ધાનેરા મામલતદાર દ્વારા ઓવરલોડ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

    લીલા લાકડા ભરેલ ટ્રેકટરને જપ્ત કરી ધાનેરા મામલતદાર કચેરી લવાયું

    ધાનેરામાં રોજના 100 વધુ લીલા લાકડા ભરેલ ફેક્ટરો સો મિલોમાં ઠલવાય છે

    લીલા લાકડા ભરેલ ટ્રેકટર ધાનેરા થી ચોરાની મિલમાં જઈ રહ્યું હતું

  • 06 Dec 2023 04:43 PM (IST)

    એક વ્યક્તિની ભૂલના કારણે POK ભારતના હાથમાંથી ગયું- અમિત શાહ

    અમિત શાહે સંસદમાં વાત કરી હતી અને નેહરૂ પર આરોપ લગાવ્યા હતા. કે તેમની ભૂલોના કારણે POK હાથમાં આવતા રહી ગયું હતું.તેમણે મુખ્ય ભૂલોને લઈ જણાવ્યુ કે, ભારતીય સેના જ્યારે પંજાબ પહોંચી હતી ત્યારે પાકિસ્તાની ભારતમાં ઘૂસવાના પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પંડિત જવાહર લાલ નહેરુએ યુદ્ધવિરામ આપ્યું જેના કારણે pok હાથ માનથી ગયું.

  • 06 Dec 2023 04:00 PM (IST)

    જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર અમિત શાહે કહ્યું, ‘કાશ્મીરી પંડિતોને અધિકાર આપતુ બિલ’

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ પર ચર્ચા શરૂ કરી. અમિત શાહે કહ્યું કે ‘PM પછાત અને ગરીબોના દિલની વાત જાણે છે’ અને PMએ વિસ્થાપિત લોકોના દર્દને સમજ્યા છે, તેથી જ આ અવતરણ લાવવામાં આવી રહ્યું છે. બિલ પર બોલતા અમિત શાહે કહ્યું કે ‘આ બિલ ન્યાય માટે છે’ અને આ બિલમાં કાશ્મીરી પંડિતો માટે સીટો આરક્ષિત છે.

  • 06 Dec 2023 03:45 PM (IST)

    અન્યાય, અપમાન અને અવગણના કરનારાઓને ન્યાય આપવા માટેનું આ બિલ છે- અમિત શાહ

    જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ 2023 પરની ચર્ચાનો અમિત શાહ જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે આ બિલનો કોઈએ વિરોધ કર્યો નથી. 70 વર્ષથી અન્યાય, અપમાન અને અવગણના કરનારાઓને ન્યાય આપવા માટેનું આ બિલ છે.

  • 06 Dec 2023 02:17 PM (IST)

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. NIAની ચાર સભ્યોની ટીમ જયપુર જઈ શકે છે.

  • 06 Dec 2023 01:15 PM (IST)

    ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિકોની ગેરહાજરી

    • સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિકોની ગેરહાજરી
    • સ્થાનિક નાગરિકોની ગેરહાજરથી ધારાસભ્ય કસવાલા અકડાયા
    • ધારાસભ્ય મહેશ કસવાલાએ જાહેર મંચ પરથી અધિકારીઓનો ઉધડો લીધો
    • સરકારી માણસોના આધારે આવા કાર્યક્રમ નથી કરવાના : ધારાસભ્ય
    • આવતી કાલે આવી રીતે કાર્યક્રમ કરવાના હોય તો બંધ કરો : મહેશ કસવાલા
    • હું રાજય સરકારમાં જવાબ આપી દઈશ : મહેશ કસવાલા
    • સરકારી કાર્યક્રમમાં પ્રજાની પાંખી હાજરીથી ધારાસભ્ય મહેશ કસવાલાએ જાહેર મંચથી નિવેદન આપતા વીડિયો વાયરલ
    • જીલ્લામા ફરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મા માત્ર ને માત્ર સરકારી કર્મચારીઓ જ હોય છે હાજર
    • સામાન્ય લોકોને આ યાત્રા સાથે જોડવા અધિકારીઓ નો ઉધડો લેતા ધારાસભ્ય
  • 06 Dec 2023 12:54 PM (IST)

    જમ્મુ: ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    જમ્મુની એક ખાનગી શાળાના અધિકારીને ધમકીભર્યો ફોન આવ્યો છે. કોલ મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કૂલમાં શોધખોળ ચાલુ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુની એક ખાનગી શાળાના અધિકારીને વર્ચ્યુઅલ નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

  • 06 Dec 2023 11:39 AM (IST)

    સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા

    • ક્ષત્રિય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા બનાસકાંઠામાં પડ્યા
    • દાંતીવાડાના પાંથાવાડા રહ્યું સજ્જડ બંધ
    • તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ
    • હત્યારાઓને તાત્કાલિક ઝડપી કડક સજાની કરી માંગ
  • 06 Dec 2023 10:42 AM (IST)

    પીએમ મોદીની વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠક શરૂ

    પીએમ મોદીની વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠક સંસદ ભવનમાં શરૂ થઈ. સંસદની રણનીતિ અંગે ચર્ચા. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રહલાદ જોશી હાજર.

  • 06 Dec 2023 10:19 AM (IST)

    જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવતો શખ્સ ઝડપાયો

    • જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવતો શખ્સ ઝડપાયો
    • 53 વર્ષીય આધેડને તાલુકા પોલીસ ઝડપ્યો
    • કારમાં MLA GUJARAT લખી જમાવતો રોફ
    • મેંદરડાના શખ્સની પોલીસે કરી ધરપકડ
    • પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ શરૂ કરી
  • 06 Dec 2023 10:01 AM (IST)

    સુખદેવસિંહ ગોગામેડી હત્યાઃ બંને આરોપીઓની ધરપકડ

    સુખદેવ સિંહ ગોગામેડીના આરોપીઓને રાજસ્થાન પોલીસે હરિયાણામાં ઘણી જગ્યાએ દરોડા પાડીને ધરપકડ કરી છે. રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી છે.

  • 06 Dec 2023 08:58 AM (IST)

    જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ પર આજે જવાબ આપશે ગૃહપ્રધાન અમિત શાહ

    ગૃહમંત્રી અમિત શાહ આજે સંસદમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ પર જવાબ આપશે.

  • 06 Dec 2023 08:03 AM (IST)

    પંજાબ પોલીસે ગોગામેડીની હત્યાનું એલર્ટ જયપુર પોલીસને આપ્યુ હતું

    પંજાબ પોલીસે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા અંગે જયપુર પોલીસને એલર્ટ મોકલ્યું હતું. જયપુર એટીએસે એસઓજીને જાણ કરી હતી. ત્રણ વખત સુરક્ષા માંગ્યા બાદ પણ પોલીસે ગોગામેડીને સુરક્ષા આપી ન હતી.

  • 06 Dec 2023 07:24 AM (IST)

    ચેન્નઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન

    તમિલનાડુમાં CycloneMichaungને લઈ ભારે વરસાદને કારણે ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન થયા છે.

  • 06 Dec 2023 06:38 AM (IST)

    કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર

    દક્ષિણ ભારતમાં વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે. ત્યારે ગુજરાત પર વાવાઝોડાની કોઇ સીધી અસર પડવાની શકયતા તો નથી. પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રફતારની પવન ફુંકાઇ રહ્યા છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અુનાસાર અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે.

Published On - Dec 06,2023 6:37 AM

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">