2 ડિસેમ્બરના મહત્વના સમાચાર : પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આતંકી હુમલો, 8ના મોત
આજે 2 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના આગામી શિયાળુ સત્રને લઈને સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વર્તમાન સત્રને લોકસભાનું છેલ્લું સત્ર ગણાવીને વિપક્ષોને સહકાર આપવાની અપીલ કરી છે. અબ્દુલ્લા આઝમ વય નિર્ધારણ કેસમાં સુનાવણી થવાની છે. દિલ્હી રમખાણો કેસમાં શરજીલ ઇમામની જામીન અરજી પર નિર્ણય લેવામાં આવી શકે છે.
મધ્યપ્રદેશમાં મત ગણતરીને લઈને પૂર્વ સીએમ કમલનાથ એલર્ટ થઈ ગયા છે. તેમણે આજે વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. મેરઠમાં આજે આમ આદમી પાર્ટીની લોકશાહી બચાવો રેલી યોજાવા જઈ રહી છે. આ રેલીમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. જ્ઞાનવાપી સંકુલને લઈને અખિલેશ યાદવ અને અસદુદ્દીન ઓવૈસીના વિવાદાસ્પદ નિવેદનો પર સુનાવણી થવાની છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો..
LIVE NEWS & UPDATES
-
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર સાત દિવસ રહેશે માવઠાની સ્થિતિ, કાતિલ ઠંડી પડવાની સંભાવના
રાજ્યમાં હજુ ગત અઠવાડિયે આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ગયેલી નુકસાનીની કળ વળી નથી ત્યા ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ધરતીપુત્રો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. જેમા રાજ્યમાં સાત દિવસ માવઠાની સ્થિતિ રહેવાની સંભાવના છે. આગામી 5 થી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં પડે જ્યારે દાહોદ, મહિસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લામાં સામાન્ય છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
-
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આતંકી હુમલો, 8ના મોત
પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આતંકી હુમલાના સમાચાર છે. આતંકવાદીઓએ ગિલ્ટિસથી 15 કિલોમીટર દૂર પેસેન્જર બસ પર હુમલો કર્યો છે, જેમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, અજાણ્યા બંદૂકધારીઓએ બસ પર ફાયરિંગ કર્યું છે, અમે હજુ પણ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
-
-
પાટણ: સિદ્ધપુરમાં ચાલતા કારતક મેળામાં બની દુર્ઘટના, ટોરટોરા રાઇડ્સનો ડબ્બો ખુલતા 2 લોકો ડબ્બામાંથી ફંગોળાયા
- પાટણ: સિદ્ધપુરમાં ચાલતા કારતક મેળામાં બની દુર્ઘટના
- ચાલુ રાઇડ્સમાં ડબ્બો ખૂલતાં સર્જાઇ દુર્ઘટના
- ટોરટોરા રાઇડ્સનો ડબ્બો ખુલતા 2 લોકો ડબ્બામાંથી ફંગોળાયા
- બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
-
રાજસ્થાનમાં રિઝલ્ટ પહેલા વધી હલચલ, ગેહલોત- વસુંધરાએ બાગીઓને લગાવ્યા ફોન
એક્ઝિટ પોલમાં આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ અપક્ષો અને બાગી ઉમેદવારો સાથે સંપર્ક સાધવાની કવાયત તેજ કરી દીધી છે. રાજસ્થાનમાં હાલ ભાજપે સત્તાવાર રીતે કોઈને સીએમના ચહેરા તરીકે પ્રોજેક્ટ નથી કર્યા, પરંતુ વસુંધરા રાજેની સક્રિયતાને જોતા અનેક કયાસ લગાવવામા આવી રહ્યા છે. જો રાજસ્થાનના ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં રહે છે તો કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશની કમાન ફરી વસુંધરાના હાથમાં સોંપી શકે છે.
-
જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ 4 હજારથી વધુ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફેરવ્યુ ફુલેકુ
જુનાગઢમાં શ્રીજી ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીએ કરોડોનુ ફુલેકુ ફેરવ્યુ છે. ક્રેડિટ બેંકને છેલ્લા બે વર્ષથી તાળા લાગ્યા હોવાનો ખાતેદારોનો આક્ષેપ છે. ખાતેદારોના જણાવ્યા મુજબ બેંકના ચેરમેન ભુવન વ્યાસની 11 બ્રાંચ છે. જેના 4000થી વધુ ખાતેદારો છે. આ ક્રેટિડ બેંકએ ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી ખાતેદારો પાસે પૈસા રોકાવ્યા અને ત્યારબાદ ફુલેકુ ફેરવ્યુ છે. આ બેંકમાં અનેક ગરીબો, નિવૃત કર્મચારીઓ, પેન્શનધારકો અને ખેડૂતોના લાખો રૂપિયા અટવાયા છે. બેંકના ચેરમેને આ પહેલા ખાતેદારોને રૂપિયા પરત કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ તેમને પૈસા મળ્યા નથી. ખાતેદારોનો આક્ષેપ છે કે અનેકવાર પોલીસને રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.
-
-
ગીરસોમનાથ: ગૃહપ્રધાન અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કરી કર્યો આ સંકલ્પ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અમિત શાહે સપરિવાર સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને મહાદેવને જળાભિષેક કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારના મોડી સાંજથી જ સોમનાથ પહોંચ્યા હતા. સવારે અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને સપરિવાર ભગવાન સોમેશ્વર પૂજા પાઘ પૂજા અને ધ્વજારોહણ કર્યુ હતુ. ભારત સંકલ્પ યાત્રામાં અંતર્ગત તેઓ ચાંડુવાવ ગામે પહોંચ્યા હતા. રાત્રિ રોકાણ સોમનાથમાં કરી તેઓ સોમનાથ મંદિરમાં પૂજામાં જોડાયા હતા. ત્યાથી તેઓ જુનાગઢ જવા રવાના થયા હતા.
-
વડાપ્રધાન મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે. તે સિંધુદુર્ગ ખાતે નૌકાદળ દિવસ 2023ની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે અને તારકરલી બીચ પર ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો દ્વારા ઓપરેશનલ ડિસ્પ્લેના સાક્ષી બનશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે.
-
બિલોદરા નશાકારક સીરપથી મોતનો મામલો, એક વ્યક્તિની તબિયત લથડી
- તબિયત લથડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો
- નડીઆદ સિવિલ હોસ્પિટલમાં અપાઈ પ્રાથમિક સારવાર
- વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી
- પ્રવીણ સોઢા નામના દર્દીને પેઢામાં દુખાવો અને આંખો પીળી પડી જવાના લક્ષણો દેખાયા
- આ મામલામાં કુલ પાંચના મોત અને ચાર વ્યક્તિઓ સારવાર હેઠળ
-
ડ્રાયફ્રુટના વિક્રેતા એકમો પર સ્ટેટ જીએસટી વિભાગના દરોડા
- ત્રણ શહેરમાં 28 વેપારીઓની 51 જગ્યાઓ પર દરોડા
- અમદાવાદના 30, સુરતના 14 અને રાજકોટના સાત વેપારીને ત્યાં દરોડા
- 20 કરોડથી વધારેની કરચોરી કરી હોવાનું સામે આવ્યું
- દુકાનના નોંધાયેલા માલ અને હયાત માલમાં જોવા મળ્યો તફાવત
- કેટલાક વેપારીઓ બિલ વિના કરતાં હતા વેચાણ
- ભરવાપાત્ર વેરો ન ભરી સરકારી તિજોરીને કરી રહ્યા હતા નુકસાન
-
બિલોદરા નશાયુક્ત સીરપ કાંડનો મામલો, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
- ખેડાના બિલોદરા નશાયુક્ત સીરપ કાંડનો મામલો
- પકડાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
- નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- હાલમાં સમગ્ર મામલે SIT કરી રહી છે તપાસ
- SOG PI ડી. એન ચુડાસમા સમગ્ર મામલાની કરી રહ્યા તપાસ છે તપાસ
- રિમાન્ડ દરમિયાન ચોકાવનારી બાબતો આવી શકે છે સામે
-
સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીની ફરજમાં રૂકાવટની ફરિયાદ
- પરિવારજનો દ્વારા યુવતીનું અપહરણ
- પ્રેમી સાથે લીવ ઈન રિલેશનમાં રહેતી હતી
- પોલીસ સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગઈ હતી
- પરિવારજનો દ્વારા યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી જવાઈ
- મહિલા કર્મચારીને નોંધાવી ફરિયાદ
-
ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચનારાઓની ખેર નથી, પોલીસ અત્યારથી જ છે એક્શન મોડમાં
ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ મહત્વના આદેશ કર્યા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
-
ભાજપની વોટ ટકાવારી વધી, કોંગ્રેસની ઘટી : રમણસિંહ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે કહ્યું છે કે છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મત ટકાવારી ભાજપની તરફેણમાં છે. આ વખતે ભાજપની વોટ ટકાવારી વધી છે અને કોંગ્રેસની વોટ ટકાવારી ઘટી છે.
-
દિલ્હી એક્સાઇઝ કૌભાંડ: સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
EDએ દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. સંજય સિંહ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં 60 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
-
સરકાર શિયાળુ સત્રમાં કુલ 19 બિલ લાવશે
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર છીએ. લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર છે. સરકાર કુલ 19 બિલ લાવવા માંગે છે.
-
અમદાવાદ નરોડા પાટિયા પાસે શુક્રવારે રાત્રે 5 લાખની ચિલઝડપ
- બાઈક પર આવેલા શખ્સોએ લૂટ કરી
- જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી ચિલઝડપ
- બાઇક ઉપર આવેલ લૂંટારાઓ 5 લાખની ચિલઝડપ કરી ફરાર
- એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ચિલઝડપ
- નરોડા પોલીસે અરજી લઈને માન્યો સંતોષ
-
સુરત એથર કંપની આગ મામલો, આગના દ્રશ્યો સામે આવ્યા
- સુરત સચિન GIDC વિસ્તારમાં આવેલ એથર કંપની આગ મામલો
- પહેલા દિવસે લાગેલી આગના દ્રશ્યો સામે આવ્યા
- ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેતા ફાયર જવાનો જોવા મળ્યા
- જે સ્થળે આગ લાગી હતી એ સ્થળના દ્રશ્યો સામે આવ્યા
- ફાયર વિભાગ દ્વારા છાટવામાં આવેલ ફોમની ચાદરમાં ફાયરકર્મી જોવા મળ્યા
-
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
- આગાહી સમયમાં બંગાળની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના
- જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી
- 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા
- આજથી ઉત્તર ભારતમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે
- જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી
- ગુજરાતમાં વેસટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે
- ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે
-
રાજ્ય સરકારનો મોટો નિર્ણય, બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવામાં આવ્યા
- રાજ્ય સરકારનો મોટો નિર્ણય
- બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવામાં આવ્યા
- પે એન્ડ યુઝ ટોયલેટ થી રાજ્ય સરકારે મહિને 10 લાખની આવક જતી કરી
- પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી માર્ચ સુધી છૂટા કરી શૌચાલયને મફત કરવામાં આવશે
- માર્ચ મહિના બાદ શૌચાલય માટે નહી લેવાય રકમ
-
ખેડા બિલોદરા નશાકારક સીરપથી પાંચ લોકોના મોતનો મામલો
- સમગ્ર ઘટનામાં વધુ એક વ્યક્તિ મરણ પથારી પર
- મહેમદાવાદના સોજાલી ગામનો યુવક સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર
- વિપુલ સોઢાને સીરપની અસર થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
- 22 વર્ષીય વિપુલ સોઢા તેના મામાના ઘરે સિહુંજ ગામથી રાત્રે બિલોદરા માંડવીના ગરબા જોવા આવ્યો હતો
-
બાંગ્લાદેશમાં 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા
બાંગ્લાદેશમાં 5.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
An #earthquake with a magnitude of 5.6 on the Richter Scale hit #Bangladesh, India at around 9:05 am today: National Center for Seismology #TV9News pic.twitter.com/bF0HNdsqlc
— Tv9 Gujarati (@tv9gujarati) December 2, 2023
-
રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો, બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
- રાજ્યમાં એક તરફ ઠંડીનો ચમકારો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
- કેટલાક જિલ્લાઓમાં વાદળવાયું વાતાવરણ રહેવાની શક્યતા
- ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા
- આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવો અને છુટાછવાયા વરસાદની આગાહી
- હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી
- અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા
-
રાજકોટ જુગારના અડ્ડાનો કેસ, પોલીસ તપાસમાં ચોંકાવનારી હકિકત આવી સામે
- રાજકોટ શહેરના એવરેસ્ટ બિલ્ડીંગની ઓફિસમાં ચાલતા જુગારના અડ્ડાનો કેસ
- પોલીસ તપાસમાં ચોંકાવનારી હકિકત આવી સામે
- જુગારનો અડ્ડો ચલાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીએ આપી હતી મૌખિક મંજૂરી
- પોલીસકર્મીનું નામ ખૂલતા ડીસીપી કક્ષાના અધિકારીએ શરૂ કરી તપાસ
- સંડોવણીના પુરાવા મળ્યા બાદ કડક કાર્યવાહી થઇ શકે છે
- A ડિવીઝન પોલીસે કરેલી કાર્યવાહીમાં ૨૫ જુગારીઓની કરાઇ હતી ધરપકડ
-
દિલ્હીમાં 364, નોઈડામાં 369 અને ગુરુગ્રામમાં AQI 328
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આજે પણ પ્રદૂષણનું સ્તર ગઈકાલની જેમ ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. સફર ઈન્ડિયા અનુસાર, આજનો AQI 364 છે. જ્યારે ગુરુગ્રામનો AQI 328 અને નોઈડાની AQI 369 છે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI હજુ પણ 400થી વધુ છે.
-
સુરત એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીના બ્લાસ્ટની ઘટનામાં વધુ એકનું મોત
- બાજુમા આવેલી શાન ડાઈંગ મિલના કર્મચારીનું સારવાર દરમિયાન મોત
- બ્લાસ્ટના કારણે સિમેન્ટનું પતરુ બાજુમાં આવેલી શાન ડાઇંગ મિલમા કામ કરતા કર્મચારી પર પડયું હતુ
- કામગીરી વખતે માથા પર સિમેન્ટનું પતરું પડતા ગંભીર ઇજાને પગલે યુવકનું મોત
- દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 થયો
-
વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. તો 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદની પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદ પડે તેવી સંભાવના છે . તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
-
નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 15 ટકાનો ઉછાળો
નવેમ્બર મહિનામાં GST કલેક્શન 1 લાખ 67 હજાર 929 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાં વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. FY24માં આ છઠ્ઠો મહિનો હતો જ્યારે GST કલેક્શનનો આંકડો રૂ. 1.6 લાખ કરોડને પાર કરી ગયો હતો. એક વર્ષ પહેલા નવેમ્બર 2022માં GST કલેક્શન 145867 કરોડ રૂપિયા હતું. ઓક્ટોબર મહિનાનું કલેક્શન રૂ. 172003 કરોડ હતું.
-
ઈઝરાયેલે ગાઝામાં ફરી બોમ્બમારો શરૂ કર્યો
યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. ગાઝામાં ઈઝરાયેલની સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનીઓના મોત થયા છે જ્યારે 589 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. સોમનાથ મંદિરમાં દર્શન કરશે. આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ અને જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે.
-
વડાપ્રધાન મોદી દુબઈથી ભારત પરત ફર્યા
COP28 વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઈથી ભારત પહોંચ્યા છે. તેઓ COP28માં ઘણા દેશોના નેતાઓને મળ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Delhi airport from Dubai, UAE, after participating in the COP28 World Climate Action Summit. pic.twitter.com/sZq3HoQZcQ
— ANI (@ANI) December 1, 2023
Published On - Dec 02,2023 6:33 AM