Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narmada: બનાવટી ડીગ્રી, સર્ટિફિકેટ બનાવનાર મુખ્ય મહિલા આરોપી પકડાઈ, 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી જપ્ત

Narmada: બનાવટી ડીગ્રી, સર્ટિફિકેટ બનાવનાર મુખ્ય મહિલા આરોપી પકડાઈ, 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 10:43 AM

આરોપી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદ ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર છે. તે ગુગલમાં પણ નોકરી કરી ચૂકી છે. આરોપી અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું.

દેશની વિવિધ યુનિવર્સિટીની બનાવટી ડીગ્રી (Fake degree), સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવનારી મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગઈ છે. પોલીસે દિલ્લીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી અને 510 માર્કશીટ જપ્ત કરી છે. રાજપીપળા પોલીસ સ્ટેશન (Rajpipla Police Station)માં ફરિયાદ મળ્યા બાદ આ કૌભાંડ ખુલ્યુ હતુ.

રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર 2021ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડીગ્રી સર્ટિ. વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

LCBની ટીમ દિલ્હી પહોંચી ગઈ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેમ્પ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હતા.

આરોપી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયર છે. તે ગુગલમાં પણ નોકરી કરી ચૂકી છે. આરોપી અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી મહિલા સાથે સંપર્ક રહેલા ગુજરાત અને ગુજરાત બહારના 31 એજન્ટની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મહિલાના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે

આ પણ વાંચો- વડોદરાના 15 શિલ્પકાર દક્ષિણ આફ્રિકાના કોન્ગોમાં બનાવશે મધર મેરીની વિશ્વની સૌથી મોટી પ્રતિમા

g clip-path="url(#clip0_868_265)">