પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા

પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:48 AM

પાટણની HNGUની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2018માં મેડિકલની Fy-MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોપાઈ હતી.

પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. MBBS કૌભાંડ મામલે તપાસ ચાર્જશીટ (Chargesheet) રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટ રજૂ કર્યા બાદ યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ જે.જે.વોરા (J.J. Vora)ને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવવા (Suspended)માં આવ્યા છે. MBBS ઉત્તરવહી તપાસ સમિતિના હેડ હોવાથી કુલપતિ વોરાને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

જો કે હજી પણ કૌભાંડની ચાર્જશીટમાં સામે કેટલાક મોટા માથાના નામ ખુલી શકે છે. આ કૌભાંડમાં ભાજપના જ આગેવાનોના સંતાનોને પાસ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. પરીમલ પટેલ, પાર્થ મહેશ્વરી અને રાજદીપ કોડિયાતરને પાસ કરાયા હતા. પાર્થ મહેશ્વરીના માતા પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓ પણ રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ કૌભાંડ મામલે CID ક્રાઈમને તપાસ સોંપવામાં આવે તેવી MLA કિરીટ પટેલે માગ કરી હતી.

પાટણની HNGUની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. જેમાં વર્ષ 2018માં મેડિકલની Fy-MBBSની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ આ મામલે તપાસ સોંપાઈ હતી. વર્ષ 2018માં રીએસેસમેન્ટ દરમિયાન ગેરરીતિ થયા હોવાની લેખિત અરજી કારોબારી સભ્ય દ્વારા કરાઈ હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં ફેરફાર કરાયા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતુ.

MBBSનું આ કૌભાંડ રી-એસેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન જ આચરવામાં આવ્યું હોવાનું પણ તપાસ રિપોર્ટમાં બહાર આવ્યુ હતુ. MBBSની રી એસેસમેન્ટની સીટ વાયરલ પણ થઈ હતી. આ વાયરલ સીટમાં એનોટોમી વિષયની ઉત્તરવહીમાં ગુણમાં ફેરફાર કર્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સાથે આ રી એસેસમેન્ટની સીટમાં જે તે સમયના કેમેસ્ટ્રી વિભાગના હેડ અને રી એસેસમેન્ટ વિભાગના સંયોજક અને યુનિ. ના કુલપતિની સહી પણ જોવા મળી હતી.

આ પણ વાંચો- કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની તબીયત લથડી, હાલ સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

આ પણ વાંચો- અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે વધી શકે છે ટેક્સ, જાણો નાગરિકો પર કેટલો બોજ વધી શકે

 

g clip-path="url(#clip0_868_265)">