Gujarat Highcourtનો રાજ્ય સરકારને આદેશ, કહ્યું 108 સેવા AMC આઘિન કઈ રીતે હોઈ શકે? સરકાર નીતિ બનાવે તેમ થવું જોઈએ

Gujarat Highcourt: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢવાની યથાવત છે. વિવિધ સેવાઓને લઈને નિર્દેશ આપ્યા બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો હતો. સુઓમોટો અરજી પર હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે 108 એમ્બ્યુલન્સ સેવા કોર્પોરેશનને આધીન હોઈ શકે નહીં.

| Updated on: Apr 29, 2021 | 10:06 AM

Gujarat Highcourt: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢવાની યથાવત છે. વિવિધ સેવાઓને લઈને નિર્દેશ આપ્યા બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો આદેશ આપ્યો હતો. સુઓમોટો અરજી પર હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે 108 એમ્બ્યુલન્સ સેવા કોર્પોરેશનને આધીન હોઈ શકે નહીં.

સરકાર જે નીતિ બનાવે તે પ્રમાણે 108 ઈમરજન્સીની કામગીરી થવી જોઈએ. હોસ્પિટલમાં દર્દીઓ માટે કેટલા બેડ ઉપલબ્ધ છે તેની માહિતી આપવા તાકીદ કરવામાં આવી હતી તો ક્યા વિસ્તારમાં કેટલા નિયંત્રણો રાખવા તે અંગે સરકાર જરુરી નિર્ણય લે અને નવી લેબોરેટરીઓ ઉભી થઈ નથી અને ટેસ્ટીંગ માટે રાહ જોવી પડે છે તો ટેસ્ટીંગના આંકડા અચાનક કઈ રીતે વધ્યા જેવા સવાલો પર હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે કોરોના મુદ્દે ઑનલાઈન સુનાવણીમાં રાજ્ય સરકારની અનેક મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ખાનગી વાહનમાં આવતા ગંભીર દર્દીને દાખલ ન કરવા મુદ્દે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ દરેક હોસ્પિટલની બહાર ખાલી બેડ, ICU બેડની સ્થિતિ મુદ્દે માહિતી આપતું બોર્ડ લગાવવા તાદીક કરી હતી.

હાઈકોર્ટે સ્ટાફની અછત હોય તો ઈન્ટર્ન સ્ટુડન્ટને બોલાવવા આદેશ કર્યો. આ સાથે જ હાલમાં 14 હજાર આસપાસ કેસ છે. જો કેસ વધીને 30 હજાર થાય તો સરકારની શું તૈયારી હશે તેને લઈને પણ એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે બધી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ તેવું સૂચન કર્યું હતું તો લૉકડાઉન મુદ્દે કહ્યું કે આ જર્મની કે લંડન નહીં ઇન્ડિયા છે. જો કોઈને એક દિવસનું ભોજન ન મળે તેને સમજાય કે લોકડાઉન વિકલ્પ નથી.

હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણીનાં મહત્વના મુદ્દાઓ પર નજર નાખીએ તો હાઈકોર્ટે જણાવ્યું હતું કે ફક્ત અમદાવાદની વાત કરવાનું બંધ કરો. બધું પેપર પર છે, ગ્રાઉન્ડ પર નહીં. તમે આખા રાજ્યના પ્રતિનિધિ છો, નહિ કે ફક્ત AMCના, પેશન્ટ કોઈપણ વાહનમાં આવે, દાખલ કરવા જ પડશે, દરેક હોસ્પિટલ બહાર બોર્ડ રાખો. કેટલાં બેડ ખાલી છે, કેટલાં ભરેલાં છે, અમદાવાદ બહારના પેશન્ટને લેતા નથી એવું કેમ ચાલે ?

સમજણપૂર્વકના નિર્ણયો લીધા હોત તો આવું ન થાત, હાલની સ્થિતિ જોતા હાઈકોર્ટ બિલકુલ ખુશ નથી, નિયમ પાલનમાં સરકાર અને રાજનેતા બેદરકાર, 108 સિવાય હોસ્પિટલમા એડમિશન કેમ નહીં ?, પ્રાઇવેટ હોસ્પિટલમાં 50 ટકા સરકારી ક્વોટા વધારો, રાજ્યમાં જરૂરિયાત કરતાં 25 ટકા ઓક્સિજન ઓછો મળી રહ્યો છે, ગુજરાતની બધી જ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ, સરકાર લોકડાઉન કરવામાં કેમ તૈયાર નથી ? જનતા સ્વયં જાગ્રત બની રહી છે તો સરકાર કેમ જીદે ચડી છે

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">