AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : ભારે વરસાદમાં આ ડેમોમાં નવા નીર ઉમેરાયા, સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેના કારણે રાજયના જીવાદોરી સમાન અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.

Gujarat : ભારે વરસાદમાં આ ડેમોમાં નવા નીર ઉમેરાયા, સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો
Gujarat: Heavy rains add new water to the dam
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:24 PM
Share

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેના કારણે રાજયના જીવાદોરી સમાન અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં ડેમની સપાટી 21 સેમી વધી છે. ઉપરવાસમાંથી ડેમમાં 4820 ક્યુસેક પાણીની આવક જે સામે ડેમમાંથી 4587 ક્યુસેક પાણીની જાવક કરાઈ. હાલ હાલ નર્મદા ડેમની જળસપાટી 120.66 મીટર થઈ. તો નર્મદા ડેમમાં હાલ 5037.57 MCM પાણીનું સ્ટોરેજ છે.

જામનગરનો સસોઇ ડેમ ઓવરફલો થયો

તો જામનગરનો જીવાદોરી સમાન સસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સસોઇ ડેમ પણ છલકાયો છે. આ ડેમ થકી 35 ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

નવસારીનો કેલિયા ડેમ છલકાયો

ઉપરવાસમાં સારા વરસાદને કારણે નવસારીના વાંસદાનો કેલિયા ડેમ છલકાઈ ગયો છે. કેલિયા ડેમ તેની 113.40 મીટરની સપાટીને આંબીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં તંત્રએ આસપાસના 23 ગામને સાવચેત કરી દીધા છે. જૂજ ડેમ બાદ હવે કેલિયા ડેમ પણ છલકાતાં ખેડૂતો ખુશ થયા છે. કારણ કે હવે તેમની સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ જશે. કેલિયા ડેમ 29 ગામને સિંચાઈનું પાણી પૂરૂં પાડે છે.

ગીરસોમનાથનો હિરણ-2 ડેમ ભરાયો

ગીર જંગલમાં પડેલા ભારે વરસાદને કારણે હિરણ-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો. ડેમની સલામતીને ધ્યાને લઈને ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. જેથી ડેમના નિચાણવાળા ગામોને સાવચેત કરાયા. તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા અને વેરાવળ તાલુકાના 11 ગામો ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસપાટણને સાવચેત કરવામા આવ્યા.

ઉકાઇ ડેમમાંથી છોડાયું પાણી

તાપી જિલ્લાના ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. ઉકાઇ ડેમના 10 ગેટ ખોલી તાપી નદીમાં 98,624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમના 9 ગેટ ચાર ફૂટ, એક ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 28,681 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમની જળસપાટી 340.28 ફૂટે પહોંચી છે. જયારે ઉકાઇ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે

આ પણ વાંચો : Gujarat માં મંત્રીમંડળની રચનાને લઇને પેચ ફસાયો, ચાર નારાજ ધારાસભ્ય પૂર્વ સીએમ રૂપાણીને મળવા પહોંચ્યા : સૂત્ર

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">