AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સરકાર’ ખેડૂતોનું લોહી ચૂસી રહી છે! બટાકાના ભાવ ‘ના’ આપ્યા ને ખાતરમાં ₹500 વધારી દીધા… આ કેવો વિકાસ?

ખેડૂતો NPK ખાતરમાં ₹500ના ભાવ વધારાથી ભારે આક્રોશમાં છે. વરસાદની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ખાતર મોંઘું થતા બટાકા, પપૈયા જેવા પાકોને નુકસાનની ભીતિ છે. ગયા વર્ષે પણ બટાકાના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન થયું હતું.

'સરકાર' ખેડૂતોનું લોહી ચૂસી રહી છે! બટાકાના ભાવ 'ના' આપ્યા ને ખાતરમાં ₹500 વધારી દીધા... આ કેવો વિકાસ?
Image Credit source: AI Generated
| Updated on: Oct 17, 2026 | 5:56 PM
Share

બનાસકાંઠાના ખેડૂતો NPK ખાતરના ભાવમાં થયેલા ₹500ના વધારાથી ભારે રોષે ભરાયા છે. જિલ્લામાં પહેલેથી જ વરસાદની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે ખાતરના ભાવ વધારાએ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે બટાકા, પપૈયા અને રાઈ જેવા પાકોના ઉત્પાદન પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોને ‘પડ્યા પર પાટુ’

ગયા વર્ષે પણ બટાકાના પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં હજુ પણ બટાકાનો મોટો જથ્થો પડ્યો છે. ચાલુ વર્ષે વરસાદની ઘટને કારણે ચોમાસુ પાક પણ સંતોષકારક રીતે લઈ શકાયો નથી. ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

NPK ખાતર બટાકાના પાક માટે અત્યંત આવશ્યક હોવાથી, તેના ભાવ વધારાથી ખેડૂતો ફરી પાયમાલ થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂતો હવે સરકાર પાસે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી રહ્યા છે.

ખેડૂતો રસ્તા પર

ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી કફોડી બની ગઈ છે કે, આગામી દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવવો તેની પણ તેમને ચિંતા સતાવી રહી છે. આ સ્થિતિમાં શિયાળુ અને ઉનાળુ પાક લેવાની શક્યતાઓ પણ ઓછી દેખાઈ રહી છે.

ખેતીની સાથે પશુપાલન પર પણ નિર્ભર રહેતા ખેડૂતો માટે ઢોરઢાંખરને કેવી રીતે જીવાડવા, તે મોટો પ્રશ્ન બની ગયો છે. બીજું કે, પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે.

‘સરકાર’ ખેડૂતોને આર્થિક સંકટમાંથી બહાર કાઢે

વરસાદની અછતને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. ખેડૂતો નિસહાય બની ગયા છે અને સરકાર સમક્ષ એકમાત્ર માંગણી કરી રહ્યા છે. તેમની માંગ છે કે, બનાસકાંઠા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે યોગ્ય પેકેજ અને વળતર આપવામાં આવે.

જો સરકાર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આ વર્ષે ખેડૂતોની સ્થિતિ અત્યંત ગંભીર બની જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન, કિસાન સંઘે સરકારને ઘેરી

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">