Gujarat Election: આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કઇ બેઠક પર કોણ છે ઉમેદવાર

આ પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી હતી. જેમાં તેમણે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

Gujarat Election: આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કઇ બેઠક પર કોણ છે ઉમેદવાર
આપના વધુ 12 ઉમેદવારોની યાદી જાહેરImage Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 12:19 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટી દ્વારા 11મી યાદી જાહેર કરવામાં આવ્યુ છે. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની દસમી યાદી જાહેર કરી હતી. જેમાં તેમણે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અગિયારમી યાદીમાં આમ આદમી પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર,મોડાસા, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ, વરાછા રોડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આપે  પહેલી યાદીમાં કુલ 19 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

આપને જણાવી દઈએ કે તેની પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમા સૌરાષ્ટ્રની 4, ઉત્તર ગુજરાતની 3, મધ્ય ગુજરાતની 2 અને દક્ષિણ ગુજરાતમાંથી 1 ઉમેદવાર જાહેર કર્યા હતા. જ્યારે આજે 9 ઉમેદવારો મળીને આપે અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે.

આપની બીજી યાદીમાં 9 ઉમેદવારો યાદી જાહેર કરાઇ હતી

જે. જે મેવાડા- અસારવા, અમદાવાદ રાજુ કરપડા- ચોટિલા વિપુલ સખીયા- ધોરાજી પિયુષ પરમાર- માંગરોળ, જૂનાગઢ કરશન કરમુર- જામનગર ઉત્તર પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત ચોર્યાસી નિમિષાબેન ખૂંટ- ગોંડલ વિક્રમ સૈરાણી- વાંકાનેર ભરતભાઈ વાખલા- દેવગઢ બારિયા

ત્રીજી યાદીમાં જાહેર કરેલા ઉમેદવારના નામ 

  • કલ્પેશ પટેલ – વેજલપુર બેઠક
  • કૈલાસ ગઢવી – માંડવી કચ્છ
  • પ્રફુલ વસાવા – નાંદોદ
  • દિનેશ કાપડિયા – દાણીલીમડા
  • ડો. રમેશ પટેલ- ડીસા
  • વિજય ચાવડા – સાવલી
  • બીપીન ગામેતી – ખેડબ્રહ્મા
  • જીવન જીંગુ – પોરબંદર
  • અરવિંદ ગામીત – -નીજર

ચોથી યાદીના ઉમેદવારો

ઉમેદવારોની યાદીમાં હિંમતનગર બેઠક પરથી નિવૃત શિક્ષક નિર્મળસિંહ પરમાર અને ગાંધીનગર (દક્ષિણ) પરથી દોલત પટેલનો સમાવેશ થાય છે. કુલદીપ વાઘેલાને સાણંદ બેઠક પર, બિપિન પટેલ વટવા અને ભરત પટેલને અમરાઇવાડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં રામજીભાઈ ચુડાસમાને કેશોદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જેવો કોળી સમાજના આગેવાન છે જેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. નટવરસિંહ રાઠોડને ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. તેમણે જિલ્લા પંચાયત સભ્ય તરીકે કામ કર્યું છે, જ્યારે તખ્તસિંહ સોલંકી પંચમહાલથી ઉમેદવાર જાહેર કરાયા છે. દિનેશ બારિયાને પંચમહાલની કાલોલ બેઠક પરથી,જ્યારે શૈલેષ ભાભોરને ગરબાડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે સુરતની લિંબાયત બેઠક પરથી પંકજ તાયડેને જ્યારે પંકજ પટેલને ગણદેવી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જે યુવા આદિવાસી નેતા છે.

5મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પાંચમી યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં 12 ઉમેદવારોના નામ સામેલ હતા. AAPએ આ 5મી યાદીમાં ભુજ બેઠક પરથી રાજેશ પાંડોરિયા, ઇડર બેઠક પરથી જયંતિભાઇ પરનામી, નિકોલ બેઠક પરથી અશોક ગજેરા, સાબરમતી બેઠક પરથી જસવંત ઠાકોર, ટંકારા બેઠક પરથી સંજય ભટસણાનો સમાવેશ કર્યો છે. કોડીનાર બેઠક પરથી વિજયભાઇ મકવાણા, મહુધા બેઠક પરથી રાજીવભાઇ સોમાભાઇ વાઘેલા બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણ, મોરવા હડફ બેઠક પરથી બનાભાઈ ડામોર, ઝાલોદ બેઠક પરથી અનિલ ગરાસિયા, ડેડિયાપરા બેઠક પરથી ચૈતર વસાવા અને વ્યારા બેઠક પરથી બિપિન ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

છ્ઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારના નામ જાહેરાત

AAPની  છઠ્ઠી યાદીમાં રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોરા, બાયડથી ચુન્નીભાઈ પટેલ ઉમેદવારો છે. પ્રાંતિજમાંથી અલ્પેશ પટેલ, ઘાટલોડિયાથી વિજય પટેલ, જૂનાગઢથી ચેતન ગજેરા, બોરસદમાંથી મનીષ પટેલ, આંકલાવમાંથી ગજેન્દ્રસિંહ, ઉમરેઠમાંથી અંબરીશભાઈ પટેલ, કપડવંજમાંથી મનુભાઈ પટેલ, સંતરામપુરમાંથી પર્વત વાગોડિયા ફૌજી, દાહોદથી પ્રો. દિનેશ મુનિયા, માંજલપુરથી વિરલ પંચાલ, સુરત ઉત્તરમાંથી મહેન્દ્ર નાવડિયા, ડાંગમાંથી એડવોકેટ સુનિલ ગામીત, વલસાડમાંથી રાજુ મર્ચાને ઉમેદવાર જાહેર કરાયા છે.

આપની સાતમી યાદીના નામ જાહેર

આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાવાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુણાવાડથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

આપની આઠમી યાદી

આપની આઠમી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. AAP તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આઠમી યાદીમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ, અમરેલી, લાઠી, નારણપુરા,મણિનગર, રાજુલા, ભાવનગર સહિતના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટીની નવમી યાદી

આમ આદમી પાર્ટીએ કલોલ, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દસાડા, પાલિતાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, નડિયાદ, હાલોલ અને સૂરત પૂર્વ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ કલોલ બેઠક પર કાન્તીજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર-ખાડિયા બેઠક પર હારૂન નાગોરીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પર અરવિંદ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. પાલિતાણા બેઠક પર ડૉ. જેપી ખેનીને ટિકિટ આપવામાં આવી છે.

દસમી યાદીના નામ જાણ

દસમી યાદીમાં વાવ, વિરમગામ, ઠક્કરબાપાનગર, બાપુનગર, દસક્રોઇ, ધોળકા, ધ્રાંગધ્રા, મહુવા, ધારી સાવરકુંડલા, તળાજા, ગઢડા, ખંભાત, સોજીત્રા લીમખેડા, પાદરા, વાગરા, અંકલેશ્વર, માંગરોળ અને સુરત પશ્ચિમના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">