રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા 206 પૈકી 34 જળશયોને હાઈ એલર્ટ મોડ પર રખાયા- Video

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા 206 પૈકી 34 જળશયોને હાઈ એલર્ટ મોડ પર રખાયા- Video

| Edited By: | Updated on: Aug 03, 2026 | 12:59 PM

ગુજરાતમાં ભારે વરસાદને પગલે 206 પૈકી 34 ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. મોરબીના મચ્છુ-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા સહિત અનેક જળાશયો છલકાયા છે. રાજ્યના ડેમોમાં સરેરાશ 58.96 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે, જોકે 75 જળાશયો હજુ પણ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસેલા ધોધમાર વરસાદને પગલે મોટાભાગના ડેમોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. ધોધમાર વરસાદને પગલે રાજ્યના 206 જળાશયો પૈકી 34 ડેમ હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. મોરબીનો મચ્છુ બે અને બ્રાહ્મણી ડેમ એલર્ટ પર છે જ્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ એલર્ટ પર છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા અને ફલકુ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. આ તરફ અમરેલીના રાજુલા નજીક આવેલો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગામના લોકોને એલર્ટ કરાયા છે.

તો મહિસાગરનો વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમ છલોછલ ભરાઈ જતા નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.

રાજ્યના 206 જળાશયોમાં હાલમાં કુલ 58.96 ટકા પાણીનો સંગ્રહ છે. વરસાદ છતાં પણ 75 જળાશય 36.89 ટકા અને ડેમ 25 ટકાથી ઓછા ભરેલા છે. મહત્વનું છે કે 25 ટકાથી ઓછા કે તેનાથી આસપાસ જળસપાટી ધરાવતા જેટલા પણ ડેમ છે તેમાં બનાસકાંઠાના સિપુ ડેમનો પણ સમાવેશ થાય છે, જે 4.92 ટકા જ ભરાયેલો છે. આ તરફ જામનગરનો ઉંડ- 1 ડેમ 5.45 ટકા, રાજકોટનો ભાદર ડેમ 24.4 ટકા, બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 26.30 ટકા, મોરબીનો મચ્છુ-1 ડેમ 44.8 ટકા અને મહેસાણાનો ધરોઈ ડેમ 47.22 ટકા જ્યારે મહીસાગરનો કડાણા ડેમ 48.37 ટકા ભરાયેલો છે.

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

 

Follow Us
Loading...
Unable to load recommendations.