Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, પહેલીવાર 5 હજારથી વધુ નવા કેસ, 49 લોકોના મૃત્યુ

Gujarat Corona Update : રાજ્યમાં આજે 10 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 1409 અને સુરતમાં 913 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, પહેલીવાર 5 હજારથી વધુ નવા કેસ, 49 લોકોના મૃત્યુ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 4:11 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 10 એપ્રિલે કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ આવ્યા બાદ આજે 10 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.

5011 કેસ, 49 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 10 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 5011 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 49 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 16 – 16 મૃત્યુ, રાજકોટમાં 8, વડોદરામાં 4, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 2-2, અને ભાવનગર, છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,746 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,42,026 થઇ છે.

અમદાવાદમાં 1409 અને સુરતમાં 913 કેસ રાજ્યમાં આજે 10 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1409, સુરતમાં 913 , રાજકોટમાં 462, વડોદરામાં 287, જામનગરમાં 164, ભાવનગરમાં 66 અને જુનાગઢમાં 48 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

એક્ટીવ કેસ વધીને 25,129 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 9 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 22,692 એક્ટીવ કેસ હતા, જે આજે 10 એપ્રિલે વધીને 25,129 થયા છે.જેમાં 192 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 24,937 લોકોની સારવાર ચાલી રહી છે.

2525 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 10 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2525 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,12,151 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 91.27 ટકા થયો છે.

આજે 2,87,617 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 10 અપ્રિલના દિવસે કુલ 2,87,617 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 78,71,091 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 10,31,634 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 10મો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 2,34,272 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 43,474 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 89,027,25 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">