Gujarat Corona Update : રાજ્યમાં બીજા દિવસે પણ કોરોનાના 100 થી ઓછા નવા કેસ, 2 દર્દીના મૃત્યુ

Gujarat corona Update : રાજ્યમાં આજે 29 જૂનના રોજ 326 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,147 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Gujarat Corona Update : રાજ્યમાં બીજા દિવસે પણ કોરોનાના 100 થી ઓછા નવા કેસ, 2 દર્દીના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 8:42 PM

Gujarat corona Update : રાજ્યમાં ગઈકાલે 28 જૂનના રોજ 14 મહિના બાદ 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા હતા. ત્યાર બાદ આજે 29 જૂનના રોજ બીજા દિવસે પણ 100 થી ઓછા એટલે કે 93 કેસો નોંધાયા છે.રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

કોરોના નવા 93 કેસ, 2 દર્દીના મૃત્યુ રાજ્યમાં આજે 29 જૂનના રોજ કોરોનાના નવા 93 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,433 થઇ છે અને મૃત્યુઆંક 10,૦056 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1 અને તાપી જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 20 નવા કેસ રાજ્યમાં આજે 29 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 8, રાજકોટમાં 7, જામનગરમાં 2, ગાંધીનગરમાં 1 અને જુનાગઢ તેમજ ભાવનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોધાયો નથી. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

326 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 3230 થયા રાજ્યમાં આજે 29 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 326 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,10,147 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.39 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 3230 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 3219 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.65 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 29 જૂને 2,65,614 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 1,43,614 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,53,93,866 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 288 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 9959 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 45,085 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 61,984 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 2,65,614 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 4961 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">