Gujarat Corona Update : રાજ્યમાં 10 હજારથી ઓછા નવા કેસ, 104 દર્દીઓના મૃત્યુ, કુલ 6 લાખથી વધુ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
Gujarat Corona Update : રાજ્યમાં 14 મે ના રોજ અમદાવાદમાં 2764 અને વડોદરામાં 639 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 14 મે 10 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 15 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.
9,995 નવા કેસ, 104 મૃત્યુ રાજ્યમાં આજે 14 મે ના રોજ કોરોનાના નવા 9,995 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 104 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,35,348 થઇ છે અને મૃત્યુઆંક 8944 થયો છે. અંતર્ગત રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો
અમદાવાદ : શહેરમાં 15, જિલ્લામાં 1 મૃત્યુ સુરત : શહેરમાં 9, જિલ્લામાં 4 મૃત્યુ વડોદરા : શહેરમાં 6, જિલ્લામાં 4 મૃત્યુ રાજકોટ : શહેરમાં 5, જિલ્લામાં 5 મૃત્યુ જામનગર : શહેરમાં 6, જિલ્લામાં 3 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 2, જિલ્લામાં 6 મૃત્યુ ભાવનગર : શહેરમાં 3, જિલ્લામાં 0 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
#GujaratCoronaUpdate#COVID19Dashboard 9,995 New cases 15,365 Discharged 104 Deaths reported 1,17,373 Active Cases,786 on ventilator Total 1,47,51,911 People received Vaccine so far 33,050 Got Vaccine Today 33,050 people between 18-44 got first dose pic.twitter.com/P9GcP2ilh8
— GujHFWDept (@GujHFWDept) May 14, 2021
અમદાવાદમાં 2764 કેસ, વડોદરામાં 639 કેસ અંતર્ગત રાજ્યમાં આજે 14 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતના બદલે વડોદરામાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2764, વડોદરામાં 639, સુરતમાં 631, રાજકોટમાં 316, જુનાગઢમાં 244, જામનગરમાં 242, અને ભાવનગરમાં 201 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 429, મહેસાણા જિલ્લામાં 338, રાજકોટ જિલ્લામાં 306, અને અમરેલી જિલ્લામાં 285 નવા કેસો નોંધાયા છે.
કુલ 6 લાખથી દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા રાજ્યમાં 14 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 15,365 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 લાખથી વધુ એટલે કે 6,09,031 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 82.82 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,17,373 થયા છે, જેમાં 786 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,16,687 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
આજે 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું ગુજરાતમાં આજે 14 મે ના દિવસે 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં માત્ર 18 થી 44 ઉમર વર્ગના નાગરિકોનું જ રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,47,51,911 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.(Gujarat Corona Update)
આ પણ વાંચો : દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં નવા કેસો કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ
Latest News Updates





