દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં નવા કેસો કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ

2 crore people recovered in India : દેશમાં કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં બે કરોડથી વધી ગઈ છે.

દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં નવા કેસો કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ
દેશમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો

2 crore people recovered in India : ભારતમાં કોવિડ-19 થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા દરરોજ નવા દર્દીઓ કરતાં વધી ગઈ છે. આ સાથે દેશમાં કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં બે કરોડથી વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા ચાર દિવસોમાં આ ત્રીજી વખત છે, જ્યારે કોવિડ-19ના દરરોજ નોંધાતા નવા કેસ કરતાં કોરોનાને હરાવીને સાજા થનારા લોકોની સંખ્યા વધુ છે.

ભારતમાં 2 કરોડથી વધુ લોકો સાજા થયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવીને 3,44,776 દર્દીઓ સાજા થયા છે, આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 ને હરાવવાનારાઓની કુલ સંખ્યા બે કરોડથી વધુ એટલે કે 2,00,79,599 થઇ ગઈ (2 crore people recovered in India) છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાછલા ત્રણ દિવસમાં, ભારતમાં કોવિડ-19 માંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યા કરતા વધારે રહી છે.

દેશમાં શુક્રવારે 3,43,144 નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 14 મે, શુક્રવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 3,43,144 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 42,582 નવા કેસ નોંધાયા છે. આ પછી કેરળમાં 39,955 અને કર્ણાટકમાં 35,297 નવા કેસ નોંધાયા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં 31 કરોડથી વધુ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યાં છે અને કુલ સંક્રમણ દર થોડો વધીને 7.72 ટકા થયો છે. જો કે, દૈનિક સંક્રમણ દર થોડો ઘટીને 20.08 ટકા થયો છે.

દેશમાં 37 લાખ એક્ટિવ કેસ
દેશમાં કોરોનાને હરાવીને 2 કરોડથી વધુ લોકો સાજા થયા (2 crore people recovered in India) ની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા એટલે કે એક્ટિવ કેસની સંખ્યા 37,04,893 છે, જે દેશના કુલ કેસોના 15.41 ટકા છે. મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય મૃત્યુ દર હાલમાં 1.09 ટકા છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે કુલ 4000 લોકોનાં મોત નીપજ્યાં.

નવા મૃત્યુમાં દસ રાજ્યોમાં 72.70 ટકા હિસ્સો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ -19થી થયેલાં નવા મૃત્યુમાં દસ રાજ્યોમાં 72.70 ટકા હિસ્સો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 850 લોકો કોરોના વાયરસનાકારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ કર્ણાટકમાં 344 લોકોનાં મોત નીપજ્યાં. મંત્રાલયે કહ્યું કે કોવિડ-19 રસીના લગભગ 18 કરોડ ડોઝ લોકોને અત્યાર સુધી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસે વેક્સિનની ખરીદી માટે બનાવ્યો 100 કરોડનો પ્લાન, જાણો ક્યાંથી આવશે આટલા નાણા