ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 5677 કેસ, ઓમીક્રોનના 32 નવા કેસ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનના 32 નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી, નવા 5677 કેસ, ઓમીક્રોનના 32 નવા કેસ
Gujarat Corona Update (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 9:21 PM

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનના 32 નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22901 થઈ છે. જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22876 લોકો સ્ટેબલ છે .

ગુજરાતમાં કોરોનાના ફેલાવાની વાત કરીએ તો અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62, જામનગરમાં 53, ગાંધીનગરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણા 41, વડોદરા જિલ્લામાં 38, જુનાગઢમાં 36, ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારી 26, દાહોદ 21, જામનગર જિલ્લો 20, અમરેલી 19, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે .

જયારે ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના પણ નવા 32 કેસ નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 236 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી છે. જેમાં ઓમીક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં 105 નોંધાયા છે.વડોદરામાં 35, આણંદમાં 23, સુરતમાં 20, ખેડામાં 12 , મહેસાણામાં 07, રાજકોટમાં 07, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, જામનગરમાં 04, ભરૂચમાં 04, બનાસકાંઠામાં 02, અમરેલીમાં 02, વડોદરા જિલ્લામાં 01, પોરબંદરમાં 01, જુનાગઢમાં 01, જામનગરમાં 01, અને અમદાવાદ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સતત વધી રહેલા કોરોના(Corona)કેસોમાં પગલે રાજયના આરોગ્ય વિભાગની(Health Department) ચિંતા વધી છે. તેમજ કોરોનાના સૌથી વધારે કેસો અમદાવાદ(Ahmedabad)શહેરમાં નોંધાયા છે. જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી

તેમજ તેની બાદ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમજ સરકારે શુક્રવારે જાહેર કરેલા નવા નિયમો ઉપરાંત બીજા નિયમો લાગુ કરવામાં આવશે કે નહિ તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઇ નવા પ્રતિબંધો મૂકવાની નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર બે ટંકનો રોટલો કમાતા લોકોનો પણ વિચાર કરે છે. લોકોએ પણ કોરોનાથી બચવા માટે કોરોના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખે. તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઇએ. અમદાવાદ શહેરમાં ગમે તેવી પિક આવે તો પણ લોકોને કોઇ મુશ્કેલી નહીં પડે.

તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : ગેસ સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

આ પણ વાંચો : ગુજરાત સરકારે છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, ત્રણ શહેરોના વિકાસને મળશે વેગ

g clip-path="url(#clip0_868_265)">