AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સરકારે છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, ત્રણ શહેરોના વિકાસને મળશે વેગ

ગુજરાત સરકારે છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, ત્રણ શહેરોના વિકાસને મળશે વેગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:02 PM
Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ - એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે

ગુજરાતના(Gujarat) શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(Bhupendra Patel)અમદાવાદની(Ahmedabad) એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની(Surat)એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે

સીએમ ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. 429 (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. 71 (વડોદ) નો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. 43 (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. 26 (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. 4-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. 94 (હાથીજણ-રોપડા) છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 43 મંજૂર થવાથી 22.18 હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 429 મંજૂર થવાથી ૫૫.૪૭ હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 71 મંજૂર થવાથી 15.83 હેકટર જમીન સંપ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.

આ પણ  વાંચો : Vadodara : કોરોનાના વધતા કેસો વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

આ પણ વાંચો : ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે નવા પ્રતિબંધોને લઇને આરોગ્ય મંત્રીએ કહી આ વાત

g clip-path="url(#clip0_868_265)">