ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, મૃત્યુઆંકમાં વધારો, નવા 6679 કેસ 35 લોકોના મૃત્યુ
ગુજરાતમાં 31 જાન્યુઆરીના રોજ કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો થયો છે જો કે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6679 કેસ નોંધાયા છે જ્યારે 35 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં(Gujarat) 31 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં તીવ્ર ઘટાડો થયો છે જો કે મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6679 કેસ નોંધાયા છે જ્યારે 35 લોકોના મૃત્યુ થયા છે.અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 2,350 કેસ સાથે 6 દર્દીના નિધન થયા. તો વડોદરા શહેરમાં કોરોનાના 809 કેસ સાથે 3 દર્દીનાં મોત નિપજ્યા હતા. રાજકોટ શહેરમાં 602 કોરોના કેસ સાથે 2નાં મોત થયા છે. જ્યારે સુરત શહેરમાં કોરોનાના 398 કેસ અને 2 લોકોનાં મોત થયા છે. સુરત જિલ્લામાં કોરોનાના 141 નવા કેસ અને 5 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના 83 નવા કેસ નોંધાયા છે.જ્યારે પાંચ દર્દીઓનાં મોત થયા છે.રાજ્યના અન્ય શહેરની વાત કરીએ તો.ગાંધીનગરમાં 288 નવા કેસ અને એક દર્દીનું મૃત્યુ થય છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં 236 કોરોનાના નવા દર્દી મળ્યા અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
મહેસાણામાં 144 નવા કેસ અને એક દર્દીનું મોત થયું છે.પંચમહાલમાં 58 પોઝિટિવ કેસ મળ્યા અને બે લોકોનાં મોત થયા છે.બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 35 લોકોનાં મોત થયા છે.આ સાથે મૃત્યુઆંક વધીને 10,473 પર પહોંચી ગયો છે.તો એક દિવસમાં 14,171 દર્દી સારવાર બાદ સાજા થયા છે.ગુજરાતમાં કોરોનાના 83,783 એક્ટિવ કેસ છે. જે પૈકી 265 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય. પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે.રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી 35 દર્દીઓનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધારે 6 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.તો સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કારણે 8 લોકોનાં મૃત્યુ થયા છે.રાજ્યમાં જાન્યુઆરીના 31 દિવસમાં કોરોનાથી 355 નિધન થયા છે..આ પહેલા 29 જાન્યુઆરી 33 લોકોનાં મૃત્યુ થયા હતા.ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યાં છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જો કે તબીબોએ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો : Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન
આ પણ વાંચો : Kheda : વડતાલમાં આચાર્ય પદ પર રાકેશપ્રસાદ મહારાજનો 20માં વર્ષમાં પ્રવેશ, ભાવવંદના કાર્યક્રમ યોજાયો