AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તંત્રના ધાંધિયા ! વસતી ગણતરીના પહેલા જ દિવસે કર્મચારીઓ હડતાળના મૂડમાં, કીટ ન મળતા કામ અટક્યું

સુરતમાં વસતી ગણતરીની કામગીરીના પહેલા જ દિવસે મોટો ધાંધિયા સામે આવ્યા છે. તંત્ર દ્વારા ગણતરીદારોને જરૂરી કીટ ન ફાળવવામાં આવતા પહેલા જ દિવસે કામ બંધ કરવાની નોબત આવી છે.

તંત્રના ધાંધિયા ! વસતી ગણતરીના પહેલા જ દિવસે કર્મચારીઓ હડતાળના મૂડમાં, કીટ ન મળતા કામ અટક્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 7:03 PM
Share

સુરતમાં વસતી ગણતરીના પહેલા જ દિવસે કામગીરી ખોરવાઈ ગઈ છે અને આ પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે. વસતી ગણતરી માટે ફાળવવામાં આવેલા કર્મચારીઓ અને ગણતરીદારો સુધી હજુ સુધી જરૂરી કીટ પહોંચાડવામાં આવી નથી.

કીટ ન મળવાને કારણે પહેલા જ દિવસથી કામગીરી અટકી પડી છે. આ ઉપરાંત, વસતી ગણતરીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકો પણ પોતાની વિવિધ પડતર માગોને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આજથી સમગ્ર ગુજરાતમાં વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવાનો હતો. જો કે, સુરત મહાનગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં પહેલા જ દિવસે આ કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. સુરતમાં આ પ્રક્રિયા માટે 10,800 ગણતરીદાર અને 1800 સુપરવાઈઝરનો સ્ટાફ નક્કી કરવામાં આવ્યો હતો.

આગામી 30 જૂન સુધીમાં આ કર્મચારીઓએ આવાસની સ્થિતિ, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલય સહિતના 33 પ્રશ્નો પૂછીને ફોર્મ ભરવાના હતા. હવે આ બધા વચ્ચે જે કીટ ગણતરીદારોને મળવી જોઈતી હતી, તે હજુ સુધી પહોંચી જ નથી. કીટ ન મળવાના કારણે પહેલા દિવસે જ કામગીરી શરૂ થઈ શકી નથી.

બીજી તરફ, સરકારી આયોજનના અભાવે વસતી ગણતરીની કામગીરી કરતા શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમયસર કામ શરૂ ન થતા હવે છેલ્લા દિવસોમાં શિક્ષકો પર વર્ક લોડ વધશે. એવામાં બીજી તરફ શાળાઓનું વેકેશન પણ ખૂલવાની તૈયારીમાં છે.

શિક્ષકોએ પોતાની જુદી-જુદી માંગોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. શિક્ષકોની માંગ છે કે, એક શિક્ષકને એક જ બ્લોક સોંપવામાં આવે, સગર્ભા અને મેડિકલ ઇમરજન્સીવાળી મહિલાઓને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. તેમને પોતાની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકની જગ્યાઓ જ ફાળવવામાં આવે.

Breaking News: સરકારી પગાર ઓછો પડ્યો…! લાંચિયા અધિકારીના ઘરેથી મળી આવ્યું કરોડોનું કાળું નાણું – જુઓ Video

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">