ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક

ગુજરાતમાં કોંગ્રેસ માટે ચમત્કાર થઈ ગયો છે. ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણીમાંથી 3 પર કોંગ્રેસને જીત મળી છે. જો કે રાધનપુર અને બાયડ એ કોંગ્રેસની બેઠક હતી પરંતુ અલ્પેશ અને ધવલસિંહ પક્ષ પલટો કરીને ભાજપમાં પહોંચ્યા હતા. પરંતુ જનતાએ પેટાચૂંટણીમાં અલ્પેશ અને ધવલસિંહને બીજી વખત સ્વીકારવાનું નકારી દીધુ છે. રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અને […]

ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક
Follow Us:
| Updated on: Oct 24, 2019 | 10:52 AM

ગુજરાતમાં કોંગ્રેસ માટે ચમત્કાર થઈ ગયો છે. ગુજરાતની 6 બેઠક પર પેટાચૂંટણીમાંથી 3 પર કોંગ્રેસને જીત મળી છે. જો કે રાધનપુર અને બાયડ એ કોંગ્રેસની બેઠક હતી પરંતુ અલ્પેશ અને ધવલસિંહ પક્ષ પલટો કરીને ભાજપમાં પહોંચ્યા હતા. પરંતુ જનતાએ પેટાચૂંટણીમાં અલ્પેશ અને ધવલસિંહને બીજી વખત સ્વીકારવાનું નકારી દીધુ છે. રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અને બાયડમાં જશુ પટેલ જીત્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પેટાચૂંટણીના પરિણામથી ભાજપમાં દિવાળીની ઉજવણી પહેલા જ થઈ “હૈયાહોળી”

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાધનપુર અને બાયડની બેઠક પર જનતાએ જવાબ આપી દીધો છે. સાથે કહ્યું કે, સ્વાર્થ માટે રાજનીતિ કરનારા નેતાઓને લોકો ક્યારેય સ્વીકારતા નથી. તો બીજી તરફ ભાજપના કમલમ્ ખાતે ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું. જો કે આયોજન પ્રમાણે કમલમ્ ખાતે ભાજપના સમર્થકો જોવા મળ્યા નથી. પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ફટાકડા ફોડ્યા હતા.

ગુજરાતની 6 પૈકી 3 બેઠક પર કોંગ્રેસે પોતાનો ઝંડો લહેરાવી દીધો છે. તો તમામ બેઠક પર જિતનો દાવો કરનારી ભાજપને માત્ર 3 બેઠકથી સંતોષ માન્વો પડ્યો છે. અમરાઈવાડી બેઠક પર સવારથી ધર્મેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ જગદીશ પટેલના હાથમાં બાજી લાગી છે.

તો લુણાવાડા બેઠક પર પણ સવારથી કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા. પરંતુ અંતમાં જિગ્નેશ સેવકની જીત થઈ છે.

થરાદમાં ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલની હાર થઈ છે. આ બેઠક પર એક અનુભવી અને એક યુવાન નેતા વચ્ચે ટક્કર હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ છે.

ખેરાલુની બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવારને હારનું મોં જોવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરની હાર થઈ છે. અને ભાજપ અજમલજી ઠાકોરની જીત થઈ છે. આ બેઠક પર બંને પાર્ટીએ ઠાકોર ઉમેદવારને ઉતાર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">