Gujarat Budget 2023 24 : માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20,642 કરોડની જોગવાઈ

આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું હતુ.

Gujarat Budget 2023 24 :  માર્ગ અને મકાન વિભાગ માટે કુલ  20,642  કરોડની જોગવાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 1:21 PM

નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યુ, ગત વર્ષ કરતા 57053 કરોડનો બજેટમાં વધારો થયો છે.રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકિય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદ્રઢ કરવા આયોજનો હાથ ધરેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે.

પ્રગતિ હેઠળના કામો

  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઇ.
  • મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે 2800 કરોડની કામગીરીનું આયોજન.
  • 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત 2200 કરોડની જોગવાઈ.
  • જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે 1 હજાર કિલોમીટર લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની 1679 કરોડની કામગીરીનું આયોજન.962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્‍ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ.
  • સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર (છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.)ની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ-માર્ગીય થશે.
  • અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે 615 કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે 3000 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા 1750 કરોડની અંદાજીત કિંમતના કામોને મંજુરી મળેલ છે જે પૈકી 1185 કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ, જેના માટે 600 કરોડની જોગવાઈ.

જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે 550 કરોડની જોગવાઈ

  • 401 કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની 80 કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.
  • ભરૂચ દહેજ રસ્તા પર 400 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી 3 કિ.મી. લંબાઈનો છ-માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ.
  • ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો 352 કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના 2440 કરોડના આયોજન અંતર્ગત 25 રસ્તાઓની 693 કરોડની કામગીરી. જેના માટે 278 કરોડની જોગવાઇ.
  • પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે `200 કરોડની જોગવાઇ.
  • કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ– 65 ના 40 કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે 200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
  • સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા 218 કિ.મી. લંબાઇના રસ્તા પૈકી 95 કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે `219 કરોડની કામગીરી. જેના માટે 140 કરોડની જોગવાઇ.
  • આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 322 કરોડની કામગીરી. જેના માટે 123 કરોડની જોગવાઇ.

રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવા અંગે:

  • ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવતા રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી. ની કામગીરી પૈકી 2976 કરોડના ખર્ચે કુલ 52 (બાવન) રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ.
  • ફાટક મુકત અભિયાન હેઠળ 4118 કરોડના ખર્ચે કુલ 85 આર.ઓ.બી. ની કામગીરી પ્રગતિ હેઠળ.
  • નવી બાબતો
  • ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ.
  • અંદાજીત 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ.
  • અંદાજીત 1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 384 કરોડની જોગવાઈ.
  • અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને 950 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે 160 કરોડની જોગવાઈ.
  • ભરૂચ–દહેજ રસ્તાને 800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે 160 કરોડની જોગવાઈ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">