VIDEO: રાજકોટમાં પૂર્વ પતિ દ્વારા મહિલા પર એસિડ અટેકની ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના દાવા તો મસમોટા થાય છે. પરંતુ હકીકતમાં મહિલાઓ સલામત કેટલી તે મોટો સવાલ છે. રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજકોટના લોધાવડ ચોક નજીક મહિલા પર એસિડ ફેંક્યું હતું. સ્વામિનારાયણ ચોક નજીક રહેતા અને નોકરીએ જઈ રહેલી મહિલા પર તેના જ પૂર્વ પતિએ આડા સંબંધોનો […]

VIDEO: રાજકોટમાં પૂર્વ પતિ દ્વારા મહિલા પર એસિડ અટેકની ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 5:57 AM

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના દાવા તો મસમોટા થાય છે. પરંતુ હકીકતમાં મહિલાઓ સલામત કેટલી તે મોટો સવાલ છે. રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજકોટના લોધાવડ ચોક નજીક મહિલા પર એસિડ ફેંક્યું હતું. સ્વામિનારાયણ ચોક નજીક રહેતા અને નોકરીએ જઈ રહેલી મહિલા પર તેના જ પૂર્વ પતિએ આડા સંબંધોનો વહેમ રાખી એસિડ અટેક કર્યો છે. મહિલાના મોં અને હાથના ભાગે એસિડની અસરથી ગંભીર રીતે દાઝી છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદના માંડલમાં પ્રેમલગ્નમાં યુવકની હત્યા બાદ ભાજપના MLAની પુત્રીનો વીડિયો વાઈરલ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પીડિતા મહિલાના લગ્ન પોરબંદરમાં રહેતા સમાજના જ યુવક સાથે થયા હતા. અને લગ્ન બાદથી જ પતિ અને પત્ની વચ્ચે સતત ગૃહ કંકાસ ચાલતો રહેતો હતો. પતિને લગ્ન બાદ પત્નીના આડા સંબંધો હોવાનો વહેમ હતો. આ મુદ્દે વારંવાર કંકાસ થતા 14 મહિના પહેલા જ પતિ-પત્નીએ છુટાછેડા લઈ લીધા હતા. જો કે છુટાછેડા બાદ પણ પતિએ પત્નીને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. એસિડ એટેકના થોડા દિવસો પહેલા જ પતિએ પૂર્વ પત્નીના ઘરે જઈ હોબાળો મચાવ્યો હતો. અને પથ્થરો ફેંક્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સમયે પોલીસે અંગત મામલો ગણાવીને ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યો. જે બાદ જાણે પૂર્વ પતિની હિંમત વધારે ખુલી અને પૂર્વ પત્ની પર એસિડ ફેંક્યું. આટલું ઓછું હોય તેમ શાંતિથી જીવવા દઈશ નહીં તેવી ધમકી પણ આપી હતી. આ એસિડ હુમલા બાદ ત્રાસેલી મહિલાએ પોતાના પૂર્વ પતિને કડક સજા થાય તેવી માગ કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">