Gujarat : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ મલેશિયન યુનિવર્સિટી સાથે કર્યો કરાર, 150 વિદ્યાર્થીઓને મળશે વિદેશમાં ભણવાની તક
GTU દ્વારા દર વર્ષે જેતે વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટી-કોલેજનો અનુભવ થાય તે માટે એકથી બે મહિના અભ્યાસ કરવા માટે મોકલે છે. જેમાં બલ્ગેરિયા, કેનેડા અને જર્મની જેવા દેશમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સમર પ્રોગ્રામ અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરવા જવાની તક મળશે. GTU દ્વારા દર વર્ષે જેતે વિદ્યાશાખામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટી-કોલેજનો અનુભવ થાય તે માટે એકથી બે મહિના અભ્યાસ કરવા માટે મોકલે છે. જેમાં બલ્ગેરિયા, કેનેડા અને જર્મની જેવા દેશમાં વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. આ વર્ષે GTUના 150 જેટલા વિદ્યાર્થીઓને મલેશિયા અભ્યાસ માટે મોકલવામાં આવશે.
વિદ્યાર્થીઓને 2 વિષયો વિદેશમાં ભણવાના હોય છે
વર્ષ 2011થી ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેના અંતર્ગત છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને તેમની બ્રાંચના 2 વિષયો વિદેશમાં ભણી શકે છે. ત્યાં જ તેમની પરીક્ષા લેવામાં આવે છે અને તેના પરિણામ તૈયાર કરાય છે. ત્યારબાદ આ પરિણામ તેનો અંતિમ વર્ષના પરિણામમાં ઉમેરો કરવામાં આવતો હોય છે. મહત્વની વાત એ છે કે, આ વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચ યુનિવર્સિટી ઉઠાવતી હોય છે. જ્યારે વિદ્યાર્થીઓને રહેવા અને ખાવાનો ખર્ચ વિદ્યાર્થીઓ જાતે નિભાવે છે.
આ વર્ષે મલેશિયન યુનિવર્સિટી સાથે GTUએ કર્યા કરાર
GTU દ્વારા દર વર્ષે સરેરાશ 1.50થી 1.70 કરોડની રકમ વિદેશી જતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી પાછળ ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષે મહત્વની વાત એ છે કે, આ વર્ષે GTUએ મલેશિયન યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. જે સંદર્ભે રોબોટિક સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સર્ટિફિકેટ કોર્સ કરવાની તક વિદ્યાર્થીઓને મળશે. મલેશિયન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની આવતા અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવશે.
150 જેટલા વિદ્યાર્થીઓ મલેશિયા અભ્યાસ માટે જશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે ન હોતા જઈ શક્યા. પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા 3 વર્ષ પછી 150 વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જશે.
GTUમાં પ્રોજેકટ ઉડાનની પ્રેરણા
અદાણી ફાઉન્ડેશનની આ પહેલ પ્રોજેકટ ઉડાન એ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના જીવનની યાત્રાથી પ્રેરિત થયા હતા. અદાણીએ બાળપણમાં પ્રથમ વખત ગુજરાતના કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી. તેમણે આવા જ પોર્ટ બનાવી પોતાનો બિઝનેસ શરુ કરવાનું સ્વપ્ન જોયુ જેને સાકાર થતુ આખી દુનિયાએ જોયુ હતું. આવી જ પ્રેરણા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિધાર્થીઓને મળે તે માટેના પ્રયાસ હતા.