જીટીયુ એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી, સ્તન કેન્સરનું નિદાન કરતું પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું

કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી છે. જે કારણોસર તેની જાણ બીજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો, મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

જીટીયુ એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી, સ્તન કેન્સરનું નિદાન કરતું પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું
GTU developed a portable device for diagnosing breast cancer
Dipen Padhiyar

| Edited By: Chandrakant Kanoja

Nov 09, 2021 | 4:48 PM

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના(GTU)વિધાર્થીઓએ મહિલાઓ (Women) માટે આશીર્વાદરૂપ શોધ કરી છે. જેમાં આ વિધાર્થીઓએ ઘરે રહીને જાતે જ સ્તન કેન્સરનું(Breast Cancer)  નિદાન કરી શકાય તેવું પૉર્ટેબલ ડિવાઇસ(Device) વિકસિત કર્યું છેસામાન્ય રીતે હાલ મહિલાઓના સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી(Memography)  પધ્ધતિનો ઉપયોગ કરવો પડે છે .

મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતે જ સ્તન કેન્સરનું નિદાન કરી શકશે. 

જો કે હવે જીટીયુએ શોધેલી ડિવાઇસની મદદથી બ્લડ સુગર , બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જે રીતે નિદાન કરી શકાય છે.તેવી જ રીતે સરળતાથી મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતે જ સ્તન કેન્સરનું નિદાન કરી શકશે.

કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી 

જીટીયુ સંચાલીત ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે.. જીટીયુ ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ અને ડીથ્રીએસ હેલ્થકેર ટેક્નોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 2020માં 7 લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી 2025 સુધી 8 લાખથી વધુ થવાની શક્યતા છે. અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી છે.

જેના કારણોસર તેની જાણ બીજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

આ ડિવાઈસ સ્તનને 360 અંશથી સ્કેન કરે છે 

રેડલાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ ડિવાઈસ સ્તનને 360 અંશથી સ્કેન કરીને તેમાં રહેલી ગાંઠ કે અન્ય સમસ્યા સંબધીત ડેટાનો રીપોર્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ સહિત રજૂ કરે છે. વર્તમાન સમયમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજીના સરળતાથી ઘરેજ નિદાન કરવા માટે વપરાતી નથી.

જ્યારે રેડ લાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ થકી પરિવારની દરેક મહિલા કોઈ પણ સમયે સ્તન કેન્સર સંબધીત સમસ્યાનું નિદાન કરી શકશે.

જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે, WHOના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.વર્તમાન સમયમાં આ ડિવાઈસ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ વાંચો: ગુજરાત સરકારનો શ્રમજીવીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્યમાં ચાર સ્થાનોએ શ્રમિકો માટે બનશે આવાસ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati