AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSRTCએ ઓલેક્ટ્રા ગ્રીનટેકને આપ્યો 50 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર, આપ્યો 12 મહિનાનો સમય

ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના એમડી કેવી પ્રદીપે કહ્યું કે તેમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તરફથી 50 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર મળ્યો છે.

GSRTCએ ઓલેક્ટ્રા ગ્રીનટેકને આપ્યો 50 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર, આપ્યો 12 મહિનાનો સમય
Electric Bus (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 8:51 PM
Share

ઓલેક્ટ્રે ગ્રીનટેકને (Olectra Greentech) ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) 9 મીટરની 50 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર આપ્યો છે. ઓર્ડર ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ (GCC) પર વધારાની 50 ઈલેક્ટ્રિક બસોની સપ્લાય માટે છે. આ 50 ઈલેક્ટ્રિક બસની ડિલિવરી 12 મહિનાની અંદર કરવામાં આવશે. કંપની કોન્ટ્રાક્ટ સમય દરમિયાન આ બસોની જાળવણી પણ કરશે.

આ નવા આદેશની સાથે ઈલેક્ટ્રિક બસો માટે ઓલેક્ટ્રાની પાસે કુલ 1,350 ઈલેક્ટ્રિક બસોનો ઓર્ડર છે. ઓલેક્ટ્રા ગ્રીનટેક લિમિટેડના એમડી કેવી પ્રદીપે કહ્યું કે તેમને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તરફથી 50 ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર મળ્યો છે. આ નવા ઓર્ડરની સાથે અમારા ઓર્ડર બુકનો આંકડો લગભગ 1350 બસ સુધી પહોંચી ગયો છે. અમે પહેલાથી જ સુરતમાં બસોનું સંચાલન કરી રહ્યા છે. આ નવા ઓર્ડરની સાથે ગુજરાત રાજ્યમાં હવે તેમની 250 ઈલેક્ટ્રિક બસ હશે.

આ સુવિધાઓ છે ઈલેક્ટ્રિક બસમાં

આ 9 મીટરની એસી બસોમાં મુસાફર આરામદાયક મુસાફરી કરી શકે છે. ઈલેક્ટ્રોનિક રૂપથી નિયંત્રિત એર સસ્પેશનની સાથે 33 પ્લસ ડ્રાઈવરને બેસવાની ક્ષમતા છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બસમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. એક ઈમરજન્સી બટન, યૂએસબી સોકેટ છે. બસમાં સ્થાપિત લિથિયમ-આયન (લી-આયન) બેટરી તેને ટ્રાફિક અને મુસાફરોની લોડની સ્થિતિના આધારે 180-200 કિલોમીટરની મુસાફરી કરવા સક્ષમ બનાવે છે.

ઈલેક્ટ્રિક બસમાં એક રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે. સાથે જ હાઈ-પાવર એસી ચાર્જિગ સિસ્ટમ બેટરીને 3-4 કલાકની વચ્ચે પૂરી રીતે રિચાર્જ કરવા સક્ષમ બનાવે છે. આરામદાયક યાત્રા સુનિશ્ચિત કરવા માટે તેમાં ઈલેક્ટ્રોનિક રીતે કંટ્રોલ એર સસ્પેન્શન છે.

આ પણ વાંચો: અંધાધૂંધી વચ્ચે કાબુલ એરપોર્ટ બંધ, ભારત ફ્લાઇટ ચલાવવામાં અસમર્થ, અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકો

આ પણ વાંચો: AHMEDABAD : બોપલ ગ્રીન બંગલોમાં દંપત્તિ પર જીવલેણ હુમલો કરી 18 લાખની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

g clip-path="url(#clip0_868_265)">