Govt Scheme : બાંધકામ શ્રમિકોના અકસ્માતે થતા મૃત્યુના કેસમાં સહાયની યોજના
Govt Scheme for construction workers : સરકારની આ યોજનાનો લાભ મેળવવા શુ કરવુ. આ યોજના માટેની પાત્રતા શુ છે. યોજના અંતર્ગત મળતી સહાય કેટલી છે. અરજી કેવી રીતે કરવી. સરકારના કયા વિભાગને, કયા અધિકારીને યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી વગેરે અંગેની વિગતો જાણો આ અહેવાલ થકી.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે શ્રમિકોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે શ્રમિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમિકો માટેની અમલી અકસ્માત મૃત્યુ સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે શ્રમિકોના પરિવારજનો અકસ્માત મૃત્યુ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો.
યોજનાનો હેતુ- ઉદ્દેશ
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીઓનું બાંધકામ સાઈટ પર ચાલુ કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા તો કાયમી અપંગતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેમના વારસદારને આર્થિક સહાય પુરી પાડવાનો ઉદ્દેશ આ યોજના થકી છે.
સહાયને પાત્રતાના ધોરણો
અકસ્માત થયેલ હોય તેવા શ્રમિકોના લાભાર્થીની ઉમર 18થી 60 વર્ષની હોય તો જ અરજદાર બાંધકામ શ્રમિકોની અરજી માટે પાત્ર ગણાશે
યોજના અંતર્ગત મળતી સહાયઃ
નોંધાયેલા બાંધકામ સાઈટ કે ખાનગી વ્યક્તિગત ધોરણેની ન નોંધાયેલ સાઈટ પર ચાલુ કામે નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય અથવા તો કાયમી અશક્ત બને તો આવા કાયમી અશકતતાના કિસ્સામાં બાંધકામ શ્રમિકોને રૂપિયા 3 લાખની સહાય આપવામાં આવે છે.
અરજી સાથે રજૂ કરવાના પુરાવાઓ
- અસલ અરજી ફોર્મ
- અરજદારની ઓળખનો પુરાવો
- મૃત્યુ પામનાર શ્રમિકનો ઓળખનો પુરાવા
- મૃત્યુ પ્રમાણપત્ર
- પોલીસ પંચનામા-એફઆઈઆરની નકલ
- પીએમ રીપોર્ટની નકલ
- DISH કચેરીનો અહેવાલ ( પ્રોજેક્ટ મેનેજર કક્ષાએ રજૂ કરવાનો રહેશે)
- સોગંદનામુ-તલાટીનું પેઢીનામું
- સંમતિ પત્રક
- અરજદારની બેંકની વિગતો
યોજના વિશે વધુ વિગતો જાણવા માટે- https://bocwwb.gujarat.gov.in/schemes-guj.htm
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો