AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છમાં પ્રાકૃતિક ખેતીના કામોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત થયા, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના કામોને નિહાળ્યા

ભુજ તાલુકાના રેલડી ગામે આવેલા આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની રાજયપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મમાં 50 ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમૂહુર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

કચ્છમાં પ્રાકૃતિક ખેતીના કામોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત થયા, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના કામોને નિહાળ્યા
Governor Acharya Devvrat was impressed by the natural farming activities in Kutch
Jay Dave
| Edited By: | Updated on: Feb 11, 2022 | 12:45 PM
Share

સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી (Natural farming)ના પ્રોત્સાહન માટે પ્રયાસો કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થઇ રહેલા કામોથી પ્રભાવીત થયા છે. અગાઉ પણ તેઓ કચ્છ (Kutch)માં પ્રાકૃતિક ખેતી અંગેના અનેક કાર્યક્રમોમા હાજર રહી ચુક્યા છે ત્યારે ગુરુવારે વધુ એકવાર તેઓ કચ્છ આવ્યા હતા અને વિવિધ પ્રગતીશીલ ખેડુતોની મુલાકાત સાથે તેઓએ આર્ગેનીક ખેતી માટે થઇ રહેલા કાર્યોને તેઓએ નિહાળ્યુ હતુ.

કચ્છમાં આદર્શ ગ્રામ સંસ્કૃતિ દેખાય છેઃ રાજ્યપાલ

ભુજ તાલુકાના રેલડી ગામે આવેલા આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની રાજયપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મમાં 50 ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમુહૂર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તો જૈવિક ખાતર બનાવવા માટેનો પ્લાન્ટ તેમજ વિવિધ અર્કો જેવા કે કેલ્શિયમ, પોટાશના પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી. રાજ્યપાલે  આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફૂટ (કમલમ ફૂટ) ના વાવેતરની મુલાકાત લઇને પાકનું નિરીક્ષણ કર્યુ હતું.

આશાપુરા ફાર્મમાંમાં આશરે 25 હજાર લીટર જૈવિક ખાતર એક સાથે બને છે તો કુકમામાં રામકૃષ્ણ ટ્રસ્ટ સંચાલિત ચિંતન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધા બાદ રાજ્યપાલે અહી આવીને ભારતીય જીવન મુલ્યો આધારિત સંસ્કૃતિના દર્શન થાય છે. તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશેની વાત કરી હતી. તો મુલાકાત દરમિયાન તેમણે ચિંતન પ્રાકૃતિક ફાર્મમાં આવેલ આદર્શ ગૌશાળા, ઝેરમુકત પ્રાકૃતિક ખેતી, વૈદિક પ્લાસ્ટર, ગોબર આધારિત કલાકૃતિઓ તેમજ સ્વદેશી મોલ પણ નિહાળ્યા હતા.

રાજ્યપાલની મુલાકાત દરમિયાન  હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરીયાણા તેમજ ઉત્તરપ્રદેશની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના સાત જેટલા કૃષી નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, કચ્છના પ્રગતિશીલ ખેડુત હરેશ ઠક્કર તથા કુકમા પ્રાકૃતિક ફાર્મ સાથે પ્રાકૃતિક ખેતી માટેના પ્રયત્નો કરતા મનોજ સોંલકી સહિત ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી વિષય પર ભાર આપવામાં આવે છે. જેના માટે ગુજરાત રાજયના સહકાર વિભાગ દ્વારા અમદાવાદમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંયુકત કાર્યક્રમોના મુખ્ય અતિથિપદે ગુજરાતના.રાજયપાલ આચાર્ય દેવવ્રત રહ્યા. તેમણે આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેનું મહત્વ જણાવતા તેઓએ અનેક સુચનો કર્યા હતા. કાર્યક્રમમાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો પણ જોડાયા હતા. ત્યાર બાદ જ તેમણે કુકમા તથા રેલડી ખાતે વિવિધ ખેડુતોના ફાર્મ તથા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે થઇ રહેલા કાર્યનુ નિર્દેશન કર્યુ હતુ.

આ પણ વાંચો-

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા અંગે આજે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જાહેર

આ પણ વાંચો-

Mehsana: કર્મચારીઓને માર મારી કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપર્સની લૂંટ, કારમાં આવેલા લોકો પેપર્સના ત્રણ બંડલ ઉઠાવી ગયા

g clip-path="url(#clip0_868_265)">