Kutch: ભારતીય જળસીમામાં ઘુસેલી 11 પાકિસ્તાની બોટ હરામીનાળા પાસેથી ઝડપી લેવાઇ, બોટમાં સવાર માછીમારો ફરાર
પરિસ્થિતિનો લાભ લઇ કચ્છના આ વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાની માછીમારો ભારતીય વિસ્તારમાં ઘુસી આવે છે પરંતુ ફરાર થઇ જવામાં સફળ રહે છે. જો કે હજુ પણ BSF આ વિસ્તારમાં તપાસ કરી રહ્યુ છે અને કોમ્બીંગ દરમ્યાન વધુ સફળતાની આશા છે.
છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન મરીન (Pakistan Marines) દ્વારા માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારોનું (Indian fishermen) અપહરણ કરવામાં આવે છે. હજુ સુધી કેટલાક માછીમારો વિશે તો જાણકારી પણ મળી નથી. કેટલાક માછીમારો તો વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે હવે કચ્છ BSFએ (Kutch BSF)પાકિસ્તાનની આ હરકતનો જવાબ આપ્યો છે. કચ્છ BSFએ ભારતીય જળ સીમામાં ઘુસેલી 11 પાકિસ્તાની બોટ (Pakistani boat)ને હરામીનાળાથી પકડી છે.
કચ્છ અને ગુજરાતની દરિયાઇ સરહદ પર વિવિધ સુરક્ષા એજન્સીઓની સંયુક્ત પેટ્રોલીગ હોવા છતા પાક મરીન દ્વારા છાસવારે ગુજરાતની બોટનુ અપહરણ થઇ રહ્યુ છે. તાજેતરમાં એક સપ્તાહ કરતા ઓછા સમયમાં 13 જેટલી બોટનુ પાકિસ્તાન મરીને અપહરણ કર્યુ છે. માછીમાર એસોસિએશન સહિત અનેક લોકોએ તાત્કાલીક આ માછીમારોને છોડવા માટેની માગ કરી હતી. આ મુદ્દો રાજ્યસભામાં પણ ગુંજ્યો હતો. જો કે તે વચ્ચે કચ્છમાં BSF એ 11 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. સંભવત ભૌગોલીક સ્થિતિનો લાભ લઇ ઘુસણખોરી થતી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે બોટમાંથી એક પણ માછીમારો મળ્યા નથી. જેમને શોધવા માટે BSF એ મોટુ કોમ્બીંગ ઓપરેશન હાથ ધર્યુ છે. જે 24 કલાકથી અવિરત ચાલુ છે.
એરફોર્સની પણ મદદ લેવાઇ
ગુરુવારે બપોરે BSF ને મળેલા સચોટ ઇનપુટના પગલે BSF એ કચ્છના હરામીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જો કે પ્રાથમીક તપાસમાં બોટ તો દેખાઇ પરંતુ તેમા સવાર પાક ઘુસણખોરો ભારતીય સીમામાંજ ક્યાક છુપાયા હોવાની પ્રબળ શક્યતાના પગલે BSFએ વિવિધ ટીમ તપાસ માટે ઉતારી હતી. ગુરુવારે સાંજથી 300 ચોરસ કિ.મી વિસ્તારને BSFએ ઘેરી લીધો હતો અને તે વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ શરૂ કર્યુ હતુ. અટપટ્ટી ક્રિકો,મેગ્રુસના મોટા ઝાડ તથા દલદલી વિસ્તારને લીધે મુશ્કેલી વચ્ચે પણ પાકિસ્તાની બોટમાં સવાર ધુસણખોરોને શોધવા BSF સઘન તપાસ ચલાવી રહ્યુ છે. તો એરફોર્સની મદદ લઇ 3 હેલીકોપ્ટરમાં BSFની અલગ-અલગ સ્થળ પર આકાશી તપાસ પણ ચાલુ છે. સંપુર્ણ ઓપરેશન બાદ બોટની તપાસ પણ હાથ ધરાશે.
પાકિસ્તાનને જડબાતોડ જવાબ
તાજેતરમાં જ પાક મરીન દ્વારા ગુજરાતની અનેક બોટ અને તેમાં સવાર માછીમારોને બંધક બનાવાયા છે. જે મુદ્દે માછીમારો ઉપરાંત દરિયાઇ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે પાકિસ્તાનની નાપાક હરકત પછી વિવિધ દરિયાઇ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે BSF એ ચોક્કસ ઇનપુટની મદદથી આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. પાકિસ્તાન મરીનની નાપક હરકતનો આડકતરી રીતે જડબાતોડ જવાબ આપ્યો હતો. પરિસ્થીતીનો લાભ લઇ કચ્છના આ વિસ્તારમાં અવાર-નવાર પાકિસ્તાની માછીમારો ભારતીય વિસ્તારમાં ઘુસી આવે છે પરંતુ ફરાર થઇ જવામાં સફળ રહે છે. જો કે હજુ પણ BSF આ વિસ્તારમાં તપાસ કરી રહ્યુ છે અને કોમ્બીંગ દરમ્યાન વધુ સફળતાની આશા છે.
મોટીમાત્રામાં બોટના ઇનપુટના પગલે ખુદ BSF ના ડી.આઇ.જી જી.એસ મલિક કચ્છ સરહદ પર આવ્યા હતા અને સંપુર્ણ ઓપરેશનનુ સુપરવિઝન કરી રહ્યા છે જો કે હવે કોમ્બીંગ દરમ્યાન BSFને કેવી સફળતા મળે છે તે જોવુ રહ્યુ. જો કે નાપાક પાકિસ્તાનને BSFની સતર્કતાનો સંદેશ ચોક્કસ આ કાર્યવાહીથી મળ્યો છે.
આ પણ વાંચો-
અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા અંગે આજે સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી, કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જાહેર
આ પણ વાંચો-