મગફળીના 1300 ટન ખોળના જથ્થા સાથે ધોરાજીથી ચાંદીપુરમ સુધી રવાના થઈ ગુડ્ઝ ટ્રેન

કોરોનાકાળમાં લાગુ કરાયેલા લોકડાઉનથી બંધ કરાયેલ પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેન Goods train હવે અનલોકમાં ધીમે ધીમે ચાલુ કરાઈ રહી છે. રાજકોટના ધોરાજીથી તમિલનાડુના ચાંદીપુરમ સુધી ગુડઝ ટ્રેન શરુ કરાઈ છે.

| Updated on: Feb 24, 2021 | 3:50 PM

કોરોનાકાળમાં લાગુ કરેલા લોકડાઉનમાં ( Lockdown) રેલ્વે વિભાગે, પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેન (Goods train ) બંધ કરી દીધી હતી. જો કે અનલોકમાં રેલ્વે વિભાગે તબક્કાવાર પેસેન્જર અને ગુડ્ઝ ટ્રેન શરુ કરી છે. ગુજરાતમાંથી ગુડ્ઝ ટ્રેન શરુ થવા વેપારી અને ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. લોકડાઉન બાદ રેલ્વે વિભાગે, રાજકોટના ધોરાજીથી બીજી ગુડ્ઝ ટ્રેન દોડાવી હતી. ધોરાજીથી તામિલનાડુના ચાંદીપુરમ સુધી  મગફળીનો 1300 ટન ખોળ ભરીને ગુડ્ઝ ટ્રેન રવાના થઈ હતી. જેના કારણે, કૃષિ આધારિત વ્યવસાય કરતા વેપારી વર્ગમાં રોજગાર ફરી પાટે ચડ્યાનો આશાવાદ વ્યાપો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">