AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: પશ્ચિમ રેલ્વે દ્વારા સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર, ભાવનગર થી હરિદ્વાર વચ્ચે એક્સપ્રેસ સેવા આગામી સપ્તાહથી શરુ થશે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ આગામી 4, સપ્ટેમ્બરથી આ ટ્રેન શરુ થવા જઈ રહી છે. મુસાફરોની સુવિધા માટે અને મુસાફરો ની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર અને હરિદ્વાર સ્ટેશન વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આમ હવે મુસાફરોને શ્રાવણ માસમાં નવી ભેટ રેલવે દ્વારા આપવામાં આવી રહી છે.

Bhavnagar: પશ્ચિમ રેલ્વે દ્વારા સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર, ભાવનગર થી હરિદ્વાર વચ્ચે એક્સપ્રેસ સેવા આગામી સપ્તાહથી શરુ થશે
સેવા આગામી સપ્તાહથી શરુ થશે
Darshal Raval
| Edited By: | Updated on: Aug 31, 2023 | 9:44 PM
Share

સૌરાષ્ટ્ર માટે સારા સમચાર આવ્યા છે, આગામી સપ્તાહથી ભાવનગર અને હરિદ્વાર વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સેવા શરુ થનારી છે. પશ્ચિમ રેલવે દ્વારા નવી ટ્રેન શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા છે. આમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને હરિદ્વાર માટે સીધી ટ્રેન સેવાનો વધુ એક લાભ મળશે.

આ અંગે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ આગામી 4, સપ્ટેમ્બરથી આ ટ્રેન શરુ થવા જઈ રહી છે. મુસાફરોની સુવિધા માટે અને મુસાફરો ની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર અને હરિદ્વાર સ્ટેશન વચ્ચે નવી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આમ હવે મુસાફરોને શ્રાવણ માસમાં નવી ભેટ રેલવે દ્વારા આપવામાં આવી રહી છે.

શ્રાવણના સોમવારથી સેવા શરુ

ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન નંબર 09271 ભાવનગરથી સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023ના રોજ 20.20 કલાકે ઉપડશે અને બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023ના રોજ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, બોટાદ જં., લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ જં., મહેસાણા જં., પાટણ, ભીલડી જં., ધાનેરા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમધારી જં., જોધપુર જં., દેગાણા જં., છોટી ખાતુ, ડીડવાણા, લાડુનગર, સુજાણનગર જં., ચુરુ, સાદુલપુર જં., હિસાર જં., જાખલ જં., સુનમ ઉધમ સિંહ વાલા, ધુરી જં., પટિયાલા, રાજપુરા જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. અને રૂરકી સ્ટેશન થઈને હરિદ્વાર પહોંચશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

સાપ્તાહિક એક્સપ્રેસ દર સોમવારે ઉપડશે

સાપ્તાહિક ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ભાવનગરથી દર સોમવારે 20.20 કલાકે ઉપડશે અને બુધવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 11મી સપ્ટેમ્બર, 2023થી નિયમિત દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક એક્સપ્રેસ હરિદ્વારથી દર બુધવારે 05.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન 6 સપ્ટેમ્બર, 2023થી નિયમિત દોડશે.

આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, ધોળા જં., બોટાદ જં., લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ જં., મહેસાણા જં., પાટણ, ભીલડી જં., ધાનેરા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમાધારી જં, જોધપુર જં. પર રોકાશે. દેગાના જંક્શન, છોટી ખાટુ, ડીડવાના, લદનુન, સુજાનઘર, રતનગઢ જંક્શન, ચુરુ, સાદુલપુર જંક્શન, હિસાર જંક્શન, જાખલ જં, સુનમ ઉધમ સિંહ વાલા, ધુરી જં, પટિયાલા, રાજપુરા જંક્શન, અંબાલા કેન્ટ જંક્શન, સહારનપુર જંક્શન પર બંને દિશાઓમાં સ્ટોપેજ કરશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">