આજે મહાશિવરાત્રિનું મહાપર્વ, સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ, ભક્તો માટે મંદિર સતત 42 કલાક રહેશે ખુલ્લુ

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે.

આજે મહાશિવરાત્રિનું મહાપર્વ, સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ, ભક્તો માટે મંદિર સતત 42 કલાક રહેશે ખુલ્લુ
Somnath Temple (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:07 AM

ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રિ (MahaShivratri). આજે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ (Somnath)મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ભોલે દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયો ( Shiv Temples)માં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળશે. રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયજન કરવામાં આવ્યુ છે.

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ કોરોનાકાળને કારણે બે વર્ષથી સોમનાથમાં મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી ઉત્સાહમાં શિવરાત્રિ પહેલા જ સોમનાથ તીર્થમાં ભાવિકો ઉમટી રહ્યાં છે. સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. સૌ ભાવિકો ભગવાન સોમનાથને એક જ પ્રાર્થના કરી રહ્યાં છે કે કોરોના મહામારીની સમગ્ર વિશ્વભરમાંથી વિદાય થાય.

તીર્થધામ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રથમ જયોતિલીંગ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્‍યામાં શિવભકતો સોમનાથ આવી પહોંચશે. મહાદેવને શિશ નમાવવા આવતા લાખો ભકતો-શ્રદ્ધાળુઓને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવત્રીના આજના દિવસે શિવભક્તો સતત દર્શન કરી શકે અને ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે સોમનાથ મંદિરના દ્વારા સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે..

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે.મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ દર્શન કરવાના રહેશે.મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચો-

Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે

આ પણ વાંચો-

Jamnagar : નાગરિક સંરક્ષણની કચેરી સ્ટાફના અભાવે શોભાના ગાંઠીયા સમાન

g clip-path="url(#clip0_868_265)">