AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે

શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

Junagadh: શિવરાત્રિનાં મેળામાં ચાર દિવસમાં 8 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, કાલે શાહીસ્નાન સાથે મેળો પૂર્ણ થશે
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:55 PM
Share

ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રિના મેળામં ભાવિકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ચોથા દિવસે આંકડો 8 લાખને વટાવી ગયો હતો. આવતીકાલે મંગળવારે શિવરાત્રિ (Shivratri) ના રોજ મેળાનો અંતિમ દિવસ હશે. કાલે રાત્રે દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે અને ભવનાથ (Bhavnath) મંદિરે મૃગી કુંડમાં શાહીસ્નાન કરશે. આ સ્નાન બાદ મેળો પૂર્ણ થશે.

સામાન્ય રીતે મેળાના પ્રથમ દિવસોમાં ટ્રાફિક જોવા મળતો નથી, પરંતુ ચાલુ વર્ષે પહેલાં દિવસથી જ ટ્રાફિક (Traffic) રહ્યો હતો. બપોર બાદ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શિવરાત્રિનાં મેળાના ચાર દિવસમાં 8 લાખ કરતાં વધુ ભાવિકોએ મેળાની મોજ માણી છે. આ સંખ્યા હજુ વધવાની છે. ચાલુ વર્ષે મેળામાં 12 લાખ કરતાં વધુ ભાવિકો આવવાનો અંદાજ છે.

છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધતાં સાંજથી ભવનાથ જવા માટે તમામ વાહનનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે. લોકો ગીરનાર દરવાજા, ભરડાવાવથી ચાલીને ભવનાથ પહોંચે છે. આવતીકાલ મેળાનો અંતિમ દિવસ છે. મોટી સ્યામાં લોકો મેળામાં ઉમટી પડવાની સંભાવનાને પગલે ખાસ વ્યવસ્થા ગોઠવા દેવામાં આવી છે.

શિવરાત્રીમા મેળામાં અંતિમ દિવસે નીકળનારી રવાડી સૌથી મોટું આકર્ષણ હોય છે. દિગમ્બર સાધુની રવાડીના દર્શન કરવાનું અનેરૂ મહત્ત્વ છે. ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. રવાડીના દર્શન કરી શકાય તે માટે આવતીકાલે સાંજથી જ લોકો રવાડીના રૂટની આસપાસ ગોઠવાઈ જશે.

શિવરાત્રિનાં દિવસે એટલે કે મેળાના અંતિમ દિવસે ભવનાથમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે બપોર બાદ વાહનને પ્રવેશ નહીં મળે. જો કે ટ્રાફિક વધતાં આ નિર્ણય વહેલો પણ કરવામાં આવે તેવી શક્યતા છે. આજે સવારથી જૂનાગઢ તરફ આવતા તમામ પ્રકારના વાહનમાં ભીડ જોવા મળી હતી. બસ, ખાનગી બસ, ટ્રેન, રિક્ષાઓ ભરાઈ ભરાઈને આવતા હતાં.

જૂનાગઢમાં ભવનાથ ખાતે બે વર્ષ બાદ યોજાઈ રહેલા શિવરાત્રીનો મેળો સોળે કળાઓ ખીલ્યો છે. હૈયે-હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી રહી છે. શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ભવનાથમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

મુખ્યમંત્રી આજ રોજ સવારે 9 કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન બાદ 9-40 કલાકે ગોરક્ષનાથ આશ્રમ પહોચ્યા હતા . ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી 10-50 કલાકે રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ લીધા હતા. મોરારિ બાપુએ પણ મેળામાં હાજરી આપી હતી.

આ પણ વાંચો : GSRTCમાં કંડક્ટરની ભરતીમાં ઉંચાઈમાં અગાઉ પાસ થયેલા 600 ઉમેદવારોને નાપાસ કરી કૌભાંડ થયાનો આક્ષેપ

આ પણ વાંચો : Surat: મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ કરવામાં આવશે

Follow Us
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
ગઢડાની ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6નો બચાવ, જુઓ Video
ગઢડાની ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6નો બચાવ, જુઓ Video
2 કરોડની ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીના માતાએ માંગી કાયમી મુક્તિ
2 કરોડની ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીના માતાએ માંગી કાયમી મુક્તિ
જંગલની જમીન પરથી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
જંગલની જમીન પરથી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
સુરતના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી ! જુઓ Video
સુરતના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">