Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Pride Kingdom: ગીરના ડાલામથ્થા સાવજની આજ સુધી ન જોયેલી અને ન જાણેલી ગાથા, પ્રોજેક્ટ લાયન માટે 1000 કરોડનું ભંડોળ મંજૂર

વન્ય જીવ પ્રેમી અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ધ પ્રાઇડ કિંગડમ (The pride Kingdome) નું નિર્માણ કર્યું છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજે્કટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તેની ફાળવણી કરવામાં આવશે.

The Pride Kingdom: ગીરના ડાલામથ્થા સાવજની આજ સુધી ન જોયેલી અને ન જાણેલી ગાથા, પ્રોજેક્ટ લાયન માટે 1000 કરોડનું ભંડોળ મંજૂર
The Pride Kingdom
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:32 PM

ગુજરાતના ગીર(Gir Forest)ના એશિયાટિક સિંહ (Asiatic Lion) તેના આગવા મિજાજથી માંડીને મનુષ્ય સાથેના તેના સંવેદનશીલ સંબંધોને કારણે પ્રખ્યાત છે લોકો દેશ વિદેશથી તેને જોવા આવે છે. ત્યારે વન્ય જીવ પ્રેમી અને રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘ધ પ્રાઇડ કિંગડમનું નિર્માણ’ કર્યું છે. ગીરના જંગલમાં ફિલ્માવવામાં આવેલી શ્રેણી વનરાજાના મૂડને સુંદર રીતે કેમેરામાં કંડારે છે. માલધારીઓ અને ગીર વિસ્તારના સ્થાનિક લોકોની મદદથી સિંહોના રક્ષણ માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. ગુજરાતના ઉમદા અને સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ગીર નેશનલ પાર્ક, ગિર અભયારણ્ય અને બૃહદ ગિરથી આગળ વધીને સિંહોનું ‘સામ્રાજ્ય’ રેવન્યુ વિસ્તાર સુધી ફેલાઈ ગયું છે.

પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર

પરિમલ નથવાણીએ 35 વર્ષ પહેલા કોઈપણ સહાય વિના તેમનું મિશન શરૂ કર્યું હતું અને સતત પોતે કાર્યરત રહેવા ઉપરાંત સ્થાનિકોને ગીરના જંગલ અને તેના ગૌરવ એવા સિંહોના સંવર્ધનને બહેતર બનાવવા માટે એક ભગિરથ પ્રયાસ આરંભવા સતત સમજાવતા રહ્યા છે. ત્યારથી જ તેઓ વન અધિકારીઓ, ટ્રેકર, માલધારીઓ અને ગીર વિસ્તારના સ્થાનિક લોકોની મદદથી સિંહોના રક્ષણ માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. ગુજરાતના ઉમદા અને સામૂહિક પ્રયાસોનું જ પરિણામ છે કે આજે ગીર નેશનલ પાર્ક, ગિર અભયારણ્ય અને બૃહદ ગિરથી આગળ વધીને સિંહોનું ‘સામ્રાજ્ય’ રેવન્યુ વિસ્તાર સુધી ફેલાઈ ગયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પહેલેથી જ પ્રોજેક્ટ લાયન માટે રૂ. 1000 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં તેની ફાળવણી કરવામાં આવશે. મે 2022માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનો કાર્યભાર સંભાળતાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત રાજ્યના વન વિભાગના અધિકારીઓને આગામી 25 વર્ષ માટે સિંહોનું આ સામ્રાજ્ય ટકી શકે તે માટેનો એક રોડ મેપ તૈયાર કરવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

જોડિયા સિંહોના જીવનથી માંડીને બચ્ચાને શિકાર શિખવતી સિંહણના વિવિધ મૂડ ઝિલાયા

ગીરના સિંહોના જીવનમાં ડોકિયું કરાવતી આ અદભૂત શ્રેણીને આ રીતે પ્રથમ વખત ફિલ્માવવામાં આવી છે. આ શ્રેણીની અત્યંત રસપ્રદ બાબત એ છે કે કહાનીના નાયક એવા જોડિયા સિંહ ભાઈઓ ભૂરિયા બંધુ કેવી રીતે તેમના પ્રદેશ પર કબજો મેળવવા માટેની મથામણ આદરે છે. આ શ્રેણીનો એક એપિસોડ ચિત્તા અને અન્ય પ્રાણીઓમાં સિંહના વ્યાપ્ત ભયને પણ કેમેરામાં કંડારે છે અને તેમના આ ભાવ દર્શાવે છે કે સિંહ શા માટે જંગલનો રાજા કહેવાય છે.

સિંહોનું વર્તન અને મનુષ્યો સાથેનું તેમનું સહનજીવન કોઈપણ વન્યજીવસૃષ્ટિ અથવા જંગલના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના છે અને તેનું તાદ્રશ્ય નિરુપણ આ શ્રેણીમાં કરવામાં આવ્યું છે. તો એક માતા તરીકે સિંહણ તેના બચ્ચાઓને શિકારની તાલીમ કેવી રીતે આપે છે? સિંહોનું વર્તન અને મનુષ્યો સાથેનું તેમનું સહનજીવન કોઈપણ વન્યજીવસૃષ્ટિ અથવા જંગલના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના છે અને તેનું તાદ્રશ્ય નિરુપણ આ શ્રેણીમાં કરવામાં આવ્યું છે.

ડોક્યુમેન્ટરીનો હેતુ એશિઆટિક લાયનની ન જોયેલી વાતો રજૂ કરવાનો

રાજ્યસભાના સાંસદ અને વન્યજીવસૃષ્ટિના ચાહક-સંરક્ષક-સમર્થક પરિમલ નથવાણીએ આ ડોક્યૂમેન્ટરી વિશે જણાવ્યું હતું કે, તેઓ 35 કરતાં વધુ સમયથી નિયમિત રીતે ગીરની મુલાકાત લઇને સિંહોને નજીકથી ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતનું ગીરનું જંગલ વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગીરની મુલાકાતે આવે છે તેમ છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ પણ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય ગીરમાં એશિયાટિક સિંહોની અકથિત કહાનીઓને દુનિયા સમક્ષ લાવવાનો છે.

એપિસોડના ટાઇટલ

1. કહાની કી ખોજ

2. ભુરિયા બંધુ કી કહાની

3. ભુરિયા બંધુ ઔર ટીલિયા કી ટક્કર

4. મા આખીર મા હૈ

5. ભાઈ કી ભાઈ સે ન બની

6. શહજાદો કી પરવરીશ

7. શિકાર ઔર શિકારી

8. પુનર્મિલન

9. સૌહાર્દ ઔર સહઅસ્તિત્વ

10. શાહી મરીઝ ઔર ઉનકા ઇલાજ

11. શાહી સલ્તનત કે સાથી

12. ઇતિહાસ કે પન્નો મેં

વિડિયો ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો:

https://www.youtube.com/playlist?list=PLxqtt77RAFZ8ZZfW_Htzt818fexCRrTUC

g clip-path="url(#clip0_868_265)">