હવે રેઈનકોટ અને છત્રી સાથે રાખજો ! વહેલી સવારથી ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી

હવે રેઈનકોટ અને છત્રી સાથે રાખજો ! વહેલી સવારથી ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી
Rain Forecast in Gujarat

સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રવિવારે પણ મેઘરાજાની પધરામણી થઇ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 12, 2022 | 7:56 AM

રાજ્યમાં (Gujarat) ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. શનિવારે અનેક તાલુકામાં છૂટોછવાયો વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ મેઘરાજાની પધરામણી થઇ છે. હવામાન વિભાગ (IMD)  દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી,(Amreli)  જૂનાગઢ, રાજકોટમાં વરસાદ પડ્યો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગરમાં વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આગામી 24 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થશે

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસાની (Monsoon 2022) એન્ટ્રી થશે,ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના કુલ 28 તાલુકામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ડાંગ, ગીરસોમનાથ, તાપીમાં વરસ્યો 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.જ્યારે વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં(Surendranagar)  પણ 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati