Gir Somnath: વેરાવળના એસટી બસ સ્ટેશનમાંથી 160 જેટલા લોકોના પાકીટ ચોરનાર ગઠિયો 1.18 લાખ રોકડ સાથે ઝડપાયો

મૂળ જસદણનો અને હાલ જામનગર ખાતે રહેતો આરોપી જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાથી જુગારમાં પૈસા હારી જતા પાકીટમારીના ગુના આચરી સરળતાથી પૈસા કમાવાનું ચાલુ કર્યું હતું, રાજકોટ, જામનગર, વેરાવળના બસ સ્ટેશનોમાં પાકીટમારી કરતો હતો

Gir Somnath: વેરાવળના એસટી બસ સ્ટેશનમાંથી 160 જેટલા લોકોના પાકીટ ચોરનાર ગઠિયો 1.18 લાખ રોકડ સાથે ઝડપાયો
વેરાવળના એસટી બસ સ્ટેશનમાંથી 160 જેટલા ગુના આચરનાર સાતિર ગઠિયો ઝડપાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 7:22 PM

ગીર સોમનાથ (Gir Somnath) ના વડા મથક વેરાવળ (Veraval) ના એસટી બસ સ્ટેશનમાંથી 160 જેટલા ગુના (crime) આચરનાર સાતિર ગઠિયો પોલીસ (police) ના હાથે ઝડપાયો છે. ગઠીયાએ વેરાવળ બસ સ્ટેશનમાં વેપારીના ખિસ્સામાંથી રૂપિયા 1.18 લાખ સેરવી લીધા હતા. વેરાવળ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડ્યો છે.

વેરાવળ સહિત રાજકોટ, દ્વારકા શહેરોના બસ સ્ટેશનોમાં આશરે 160 જેટલા ગુના આચર્યાની કબૂલાત કરી છે. છેલ્લા દસેક વર્ષથી જુદા જુદા બસ સ્ટેશનમાં ગુના આચરતો હતો. 51 વર્ષીય આરોપી અમીન અબ્દુલ તરીયા મૂળ જસદણનો અને હાલ જામનગર ખાતે રહેતો આરોપી જુગાર રમવાની ટેવ ધરાવતો હોય જેથી જુગારમાં પૈસા હારી જતા પાકીટમારીના ગુના આચરી સરળતાથી પૈસા કમાવાનું ચાલુ કર્યું હતું. આરોપી સને 2005 ના વર્ષમાં જામનગર માં હત્યાના ગુન્હામાં પણ પકડાયો હતો.

થોડા દિવસ પહેલા એસટી બસ સ્ટેશનમાંથી વેરાવળના વેપારી ઇરફાનભાઇ ઐબાણીના પેન્ટના ખીસ્સામાંથી તેમના વેપાર ધંધા માટેના રૂપિયા 1.18 લાખ કોઇ અજાણ્યા ચોર ઇસમ ભીડનો લાભ લઇ ફરીયાદીની નજર ચુકવી બસમાં બેસતી વખતે ખીસ્સામાંથી સેરવી લઇ ગયો હોવાનો બનાવ બન્યો હતો, જે અન્વયે અજાણ્યા ચોર સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ગુનાની તપાસ માટે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. દિનેશ પરમારની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમોની રચના કરી કામે લાગ્યો હતો અને ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફુટેજનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આશરે પીસ્તાલીસથી પચાસેક વર્ષની ઉમરનો એક શખસ શંકાસ્પદ જણાયો હતો. આ શખસ ફરી વેરાવળ બસ સ્ટેશનમાં આટા મારતો હોવાની બાતમી મળતા આતેને ઝડપી પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ અમીનભાઇ અબ્દુલભાઇ તરીયા હોવાનું જણાવ્યું હતું.

આ શખસની ઝડતી લેતા તેની પાસેથી 1.18 લાખ જેટલી રોકડ રકમ મળી આવી હતી. જે રકમ ક્યાંથી લાવ્યો તે બાબતે આરોપીની પુછપરછ કરતા આરોપી ફરતા ફરતા જવાબ આપતો હતો અને કોઇ સંતોષકારક હકીકત જણાવી શક્યો નહી જેથી પોલીસ સ્ટેશન લાવી પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરતા તેણે  થોડા દિવસ પહેલા વેરાવળ બસ સ્ટેશનમાં એક વ્યક્તિના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લીધાની કબૂલાત આપી હતી. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની અગાઉના અનેક ગુનાની કબુલાત કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી છેલ્લા દશેક વર્ષથી પીક પોકેટિંગના ગુન્હાઓ આચરે છે અને છેલ્લા સાત વર્ષના સમય ગાળામાં વેરાવળ શહેર રાજકોટ શહેર તથા દેવભુમી દ્વારકા શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડનો લાભ લઇ નજરચુકવી પેસેન્જરોના ખીસ્સાઓમાંથી પૈસા સેરવી લઇ આશરે 160 જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત કરી છે.

આરોપી બસ સ્ટેશનોમાં જતો અને એકાદ પેસેન્જરના ખીસ્સામાંથી ભીડનો લાભ લઇ નજર ચુકવી પૈસા સેરવી લેતો હતો. રાજકોટ બસ સ્ટેશનમાં દર મહીનામાં એકથી બે વાર જતો હતો અને  ભીડમાં જઇ પેસેન્જરોની નજર ચુકવી પૈસા સેરવી લેતો હતો. જેમાં છેલ્લા દશેક વર્ષમાં રાજકોટ બસ સ્ટેશનમાં જ આશરે 120 જેટલા ગુન્હાઓ આચર્યા હતા.

આ પણ વાંચોઃ  પ્રિ-પ્રાયમરી સ્કૂલો અને આંગણવાડીઓ શરૂ, બાળકોએ કહ્યું આવી મજા ઘરે નહોતી આવતી

આ પણ વાંચોઃ મહેસાણા : ફૂડ સેફ્ટી ઓડિટમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને A+ ગ્રેડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">