મહેસાણા : ફૂડ સેફ્ટી ઓડિટમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને A+ ગ્રેડ

દૂધસાગર ડેરીના તમામ પ્લાન્ટોમાં દૂધની ઉચ્ચ કક્ષાની પ્રોડક્ટ બને તે માટે દૂધસાગરના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી તથા સાથી નિયામક મંડળ સતતના ધોરણે કાર્યરત્ છે.

મહેસાણા : ફૂડ સેફ્ટી ઓડિટમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને A+ ગ્રેડ
Mehsana: Mehsana District Cooperative Milk Producers Union was given A + grade in Food Safety Audit.
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 17, 2022 | 6:58 PM

Mehsana: ફૂડ સેફ્ટી એન્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Food Safety and Authority of India)દ્વારા દર વર્ષે ઉત્પાદનોની ગુણવત્તા જળવાઇ રહે તે માટે થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા પ્લાન્ટનું ઓડિટ કરવામાં આવે છે . જેના ગુણવત્તાના માંનાક B , A , A+ પ્રમાણે ગ્રેડ આપવામાં આવે છે .

જે અંતર્ગત તાજેતરમાં

દૂધસાગર ડેરી મહેસાણા

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સેટેલાઈટ પ્લાન્ટ

દૂધ માનસાગર ( માનેસર )

દૂધ મોતીસાગર ( ધારુહેડા )

ખાતે આ પ્રકારનું નિષ્પક્ષ ઓડિટ કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય 5 મુદ્દાઓના 48 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ તમામ મુદ્દાઓમાં દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)હસ્તગત ઉપરોક્ત તમામ પ્લાન્ટોના મૂલ્યાંકનમાં સંસ્થાને 95 કરતાં વધારે માકૅસ પ્રાપ્ત થતાં સર્વે કરનાર બાહ્ય એજન્સી દ્વારા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ને‌ A+ ગ્રેડ આપવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરીના તમામ પ્લાન્ટોમાં દૂધની ઉચ્ચ કક્ષાની પ્રોડક્ટ બને તે માટે દૂધસાગરના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી તથા સાથી નિયામક મંડળ સતતના ધોરણે કાર્યરત્ છે.

નોંધનીય છે કે : અશોક ચૌધરીના શાસન બાદ દૂધસાગરના તમામ એકમો ઉપર ચેરમેનની સીધી નજર રહે તે માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ એક હાઇ સ્પીડ ઇન્ટરનેટ ધરાવતો C.C.T.V કંટ્રોલ રૂમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે !!

દૂધસાગર ડેરી- 21 મી સદીમાં – નવા યુગ સાથે કદમ મિલાવતી દૂધસાગર ડેરી પ્રારંભ – પરિશ્રમ – પારદર્શીતાને પ્રગટ કરતી દૂધસાગર આ છે !! ૬ લાખ પશુપાલકો ના એક સાથે સહિયારા સપનાં જોતી – દૂધસાગર !!

દૂધસાગર : હવે GO GREEN તરફ

પર્યાવરણ આ પૃથ્વી ઉપરની અમૂલ્ય ભેટ છે. આજે આપણું પર્યાવરણ એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે , પર્યાવરણ બચાવવું એ સમયની જરૂરિયાત છે , પર્યાવરણનો વિનાશ એ માનવ અસ્તિત્વ માટે આજે સૌથી મોટી ચિંતાનો વિષય છે.

પર્યાવરણ પ્રબંધિત પ્રણાલીથી ISO 14001 : 2015 થી સર્ટીફાઇડ છે . આબોહવા પરિવર્તન ની પરિસ્થિતિ સંદર્ભમાં GHG ( ગ્રીન હાઉસ ગેસ ) ઉત્સર્જન ને રોકવા – ધટાડવા માટે કાર્બન ફૂડ પ્રિન્ટ અને પ્રોડક્ટ રીસાયકલ અંગે નો ટ્રેનિંગ પ્રોગ્રામ તાજેતરમાં દૂધસાગર ડેરી ની ટીમ માટે આયોજિત કરવામાં આવ્યો હતો . આ ઉપરાંત કાર્બન ફૂડ પ્રિન્ટની ગણતરી તથા તેને ઘટાડવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાચા માલના સંપાદન થી લઇ તેના અંતિમ નિકાલ સુધી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે અંગે આ સેમિનારમાં ચૌકકસ દિશા નક્કી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પર્યાવરણ પ્રદૂષણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે . જે ગ્રીન હાઉસ ગેસ છે – મિથેન , નાઇટ્રસ ઓક્સાઈડ અને કાર્બનફલોરા કાર્બન ( CFCs ) જેવા અન્ય ગ્રીન હાઉસ વાયુઓ સાથે કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણની રચનામાં ફેરફાર કરી રહ્યા છે અને ગ્રીન હાઉસ અસરમાં વધારો કરી રહ્યા છે .

ત્યારે  વિકાસ વિનાશનું કારણ કદાપિ ના બનવું જોઇએ એવું સ્પષ્ટ માનતા સંસ્થાના ચેરમેનના માર્ગદર્શન હેઠળ આવા સેમિનારથી દૂધસાગર ડેરી વિસ્તારની સાથે સાથે દેશ અને પૃથ્વી ગ્રહના ભવિષ્ય માટે પણ પોતાનું યોગદાન નોંધાવી રહી છે.

આ પણ વાંચો : GPAT Exam 2022: ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો : Surat : પાંડેસરામાં પણ 1200 લોકોના મકાન સામે સંકટ, જબરદસ્તીથી રીડેવલપમેન્ટ કરવા માટે મજબૂર કરાતા હોવાનો આક્ષેપ

g clip-path="url(#clip0_868_265)">