Girsomnath : શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તો ઉમટયાં
શિવ આરાધનાના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી છે.
Girsomnath : પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારના સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તો ઉમટ્યા હતા. રાજ્યના અલગ ખૂણેથી તેમજ દેશભરમાંથી આવેલા ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
શિવ આરાધનાના અતિ ઉત્તમ ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળી છે. શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકો નો મોટો પ્રવાહ સર્જતો હોય છે જેને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો ને દર્શન માં કોઈ અગવડતા ના પડે સાથે સાથે કોવિડ ગાઈડ લાઇન નું પાલન થાય તે પ્રકાર ની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથેજ સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા મારફતે લોકોને મહાદેવના દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નોંધનીય છેકે શ્રાવણ મહિનામાં શિવભક્તિનો અનેરો મહિમા છે. ત્યારે રાજયના દરેક શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો શિવની ભક્તિ કરવા ઉમટી પડે છે. ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો સવિશેષ ઉમટી પડે છે.
આ પણ વાંચો : Video : પોલીસકર્મીએ ગુનેગારને આપી અનોખી સજા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ !





