Gir somanth: ગંદા પાણીનો નિકાલ ન થતાં મચ્છરજન્ય રોગચાળો વકરવાનો ભય

ગીર સોમનાથ  (Gir somanth) જિલ્લાની ભાલપરા ગ્રામ પંચાયત સંચાલિત કૃષ્ણનગર વસાહતમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  નોંધનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ ગુજરાતના મહાનગરોમાં ઠેર ઠેર વરસાદી પાણી અને ગંદા પાણીનો ભરાવો થતા મચ્છર તેમજ મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે.

Gir somanth: ગંદા પાણીનો નિકાલ ન થતાં મચ્છરજન્ય રોગચાળો વકરવાનો ભય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 7:44 PM

ગીર સોમનાથ  (Gir somanth) જિલ્લાની ભાલપરા ગ્રામ પંચાયત સંચાલિત કૃષ્ણનગર વસાહતમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોંધનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ ગુજરાતના મહાનગરોમાં ઠેર ઠેર વરસાદી પાણી અને ગંદા પાણીનો ભરાવો થતા મચ્છર તેમજ મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. ગીર સોમનાથ સુરત , પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ , વલસાડ સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં ગંદકી અને મચ્છરનો ત્રાસ વધ્યો છે. વિસ્તારોમાં વરસાદે થોડો વિરામ લીધો છે, ત્યાં રોગચાળાએ (Epidemic) માથું ઉચક્યું છે. ઠેર-ઠેર ભરાયેલા પાણી, કાદવ-કીચડ અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રાજ્યભરમાં મચ્છરોએ રોગચાળાનો ભરડો લેવાની શરૂઆત કરી દીધી છે.

છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. પાણીમાંથી અનેક જીવાતો, ઝેરી દેડકા, ગંદકી નીકળતા આ વિસ્તાર નર્કાગારમાં પરિવર્તિત થઇ ગયો છે. ગંદકીને પગલે અનેક રહિશો બિમાર પણ પડી રહ્યા છે. સમગ્ર મામલે ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. ત્યારે ગામના ઉપ સરપંચે વસાહતની જમીન દરિયાકિનારાની હોવાથી દરિયાનું પાણી બહાર આવતું હોવાનું કારણ આગળ ધરી હાલમાં પંપ મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મહાનગરો સૌથી પહેલા મચ્છરોના નિશાને આવ્યા છે. મહાનગરોની હોસ્પિટલો હવે મચ્છરજન્ય રોગચાળાથી ઉભરાઈ રહી છે. વરસાદનું પાણી ભરાતા પોરબંદર  શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા નિયમિતરૂપે દવા છંટકાંવ કે સફાઈ કરવામાં આવતી ના હોવાની લોકોની ફરિયાદ છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, ત્યારે લોકો દ્વારા રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. શહેરના હોસ્પિટલ રોડ, શાક માર્કેટ, એમ.જી.રોડ જેવા વિસ્તારોમાં ગંદકી ઉડીને આંખે વળગે છે. જોકે નગર પાલિકાના સતાધીશો શહેરમાં સફાઈ થતી હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ઠેક-ઠેકાણે ખદબદતી ગંદકી નગરપાલિકાના સતાધીશોના દાવા પોકળ હોવાની ચાડી ખાઈ રહી છે.

આ પણ વાંચો

વરસાદ દરમ્યાન ચોખ્ખા પાણીમાં મચ્છરોના બ્રિડીંગના કારણે ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો માઝા મૂકે છે. રોગચાળો ન ફેલાય તે માટે નવસારી જીલ્લામાં અગમચેતી સાથે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ટાયર પંક્ચરની દુકાનો, ગેરેજ અને ભંગારની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરી બિનજરૂરી ટાયર અને નકામી ચીજ વસ્તુઓના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">